Thomas Cup Road To Final: 5 ટીમોમાંથી બેના સૂપડાં કર્યા સાફ, નોક આઉટમાં મળી રોમાંચક જીત, ટીમ ઈન્ડિયાની આવી રહી સફર

ભારતીય ટીમ (Team India) પ્રથમ વખત થોમસ કપની ફાઈનલ રમી રહી છે. સેમીફાઈનલમાં ભારતે ડેનમાર્કને કપરી ટક્કરમાં 3-2 થી હરાવ્યું હતું..

Thomas Cup Road To Final: 5 ટીમોમાંથી બેના સૂપડાં કર્યા સાફ, નોક આઉટમાં મળી રોમાંચક જીત, ટીમ ઈન્ડિયાની આવી રહી સફર
Thomas cup માં ભારતે ઈતિહાસ રચ્યો છે
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 15, 2022 | 8:42 AM

રવિવાર ભારત માટે ખૂબ જ ખાસ અને ઐતિહાસિક દિવસ છે. ભારતીય ટીમ થોમસ કપ (Thomas Cup) ની ચેમ્પિયન બને તેની દેશભરના ચાહકોની નજર અને આશા હશે. ટૂર્નામેન્ટના 73 વર્ષના ઈતિહાસમાં આ પ્રથમ વખત છે જ્યારે ભારતની ટીમ પ્રથમ વખત ફાઈનલમાં પહોંચશે. ભારતના (Indian Badminton Team) 10 ખેલાડીઓ આ જવાબદારી પોતાના ખભા પર લેશે અને કોર્ટ પર ઉતરશે અને તિરંગો લહેરાવવા માટે બેતાબ રહેશે. ટુર્નામેન્ટ પહેલા ભાગ્યે જ કોઈને આશા હતી કે ટીમ ઈવેન્ટની એકમાત્ર ટુર્નામેન્ટમાં ભારત આ ઈતિહાસ રચશે. મહિલા ટીમ ઉબેર કપ (Uber Cup) ની ક્વાર્ટર ફાઈનલમાંથી બહાર થઈ ગઈ હતી, પરંતુ પુરુષોની ટીમે આશા જાળવી રાખી હતી.

ભારતે ફાઇનલમાં પહોંચતા પહેલા ગ્રુપ રાઉન્ડમાં ત્રણ મેચ રમી હતી. અહીં તેણે ક્લીન સ્વીપ સાથે બે મેચ જીતી હતી. જોકે તેને ચાઈનીઝ તાઈપેઈ દ્વારા પરાજય મળ્યો હતો. આ ટુર્નામેન્ટમાં તેની એકમાત્ર હાર હતી. તેઓએ ક્વાર્ટર ફાઇનલમાં મલેશિયાને 3-2થી હરાવ્યું હતું. તે જ સમયે, સેમિફાઇનલમાં તેનો સામનો ડેનમાર્ક સામે થયો હતો જ્યાં તેણે વધુ એક રોમાંચક જીત મેળવીને ઇતિહાસ રચ્યો હતો. આ સમગ્ર પ્રવાસમાં ભારતે ટીમમાં સામેલ તમામ ખેલાડીઓને તક આપી છે, જેઓ અલગ-અલગ મેચોમાં ઉતર્યા હતા.

રોમાંચક સેમિફાઇનલમાં ડેનમાર્કને હરાવ્યું

એચએસ પ્રણોયે નિર્ણાયક પાંચમી મેચમાં આકર્ષક ભાવના દર્શાવી હતી કારણ કે ભારતીય પુરૂષ બેડમિન્ટન ટીમે અહીં રોમાંચક સેમિફાઇનલમાં ડેનમાર્કને 3-2 થી હરાવીને ફાઇનલમાં પ્રવેશ કરીને ઇતિહાસ રચ્યો હતો. વર્લ્ડ ચેમ્પિયનશિપ બ્રોન્ઝ મેડલ વિજેતા લક્ષ્ય સેન, તેમ છતાં, તેના પ્રદર્શનનુ પુનરાવર્તન કરી શક્યો નહીં કારણ કે તે વિક્ટર એક્સેલસન સામે 13-21, 13-21 થી હારી ગયો કારણ કે ડેનમાર્કે 1-0ની લીડ લીધી હતી. રેન્કીરેડ્ડી અને શેટ્ટીએ પ્રથમ ડબલ્સ મેચ જીતી હતી. ભારતીય જોડીએ બીજી મેચમાં કિમ એસ્ટ્રુપ અને મેથિયાસ ક્રિશ્ચિયનસેનને 21-18, 21-23, 22-20થી હરાવીને ભારતને 1-1ની બરાબરી કરી હતી.

સુંદરતાનું બીજું નામ 'એન્ટિલિયા', કોણે બનાવ્યું છે મુકેશ અંબાણીનું 27 માળનું ઘર?
એલ્વિશ યાદવ સહિત Bigg Bossના કન્ટેસ્ટન્ટ જઈ ચૂક્યા જેલ,જાણો કોણ છે સામેલ
ઘરમાં જ ઉગાડો સ્વાદિષ્ટ લીચી, અપનાવો આ સરળ ટીપ્સ
કઈ ઉંમરે ગર્ભધારણની શક્યતાઓ વધારે ?
ડ્રોન દીદી બનવા માટે શું લાયકાત હોવી જોઇએ ? જાણો કેટલુ વેતન મળશે
આજનું રાશિફળ તારીખ : 19-03-2024

ત્યારબાદ વિશ્વના 11 નંબરના શ્રીકાંતે વિશ્વના ત્રીજા નંબરના એન્ડર્સ એન્ટોનસેનને 21-18, 12-21, 21-15 થી હરાવીને 2-1 ની લીડ મેળવી હતી. કૃષ્ણ પ્રસાદ ગરાગા અને વિષ્ણુવર્ધન ગૌડ પંજલાની ભારતની બીજી ડબલ્સ જોડી એન્ડર્સ સ્કારુપ રાસમુસેન અને ફ્રેડરિક સોગાર્ડ સામે 14-21, 13-21 થી હારી ગઈ. જેના કારણે બંને ટીમો 2-2ની બરાબરી પર રહી હતી. આ પછી કોર્ટ પર આવેલા એચએસ પ્રણોય પીડામાં જોવા મળ્યો હતો, પરંતુ આ મુશ્કેલી છતાં તેણે 13-21, 21-9, 21-12 થી જીત મેળવીને ભારતનું નામ ઈતિહાસના પાનામાં નોંધાવ્યું હતું.

ક્વાર્ટર ફાઇનલમાં મલેશિયાને હરાવ્યું

ભારતે રોમાંચક ક્વાર્ટર ફાઇનલમાં મલેશિયાને 3-2થી હરાવ્યું. વર્લ્ડ ચેમ્પિયનશિપ બ્રોન્ઝ વિજેતા લક્ષ્ય સેનને હારનો સામનો કરવો પડ્યો હતો. 46 મિનિટ સુધી ચાલેલી મેચમાં લક્ષ્યનો વર્લ્ડ ચેમ્પિયન લી જી જિયા સામે 21-239-21થી પરાજય થયો હતો. બીજી મેચમાં ચિરાગ અને સાત્વિકસાઈરાજની જોડીએ વિશ્વના 13માં ક્રમાંકિત ગોહ સે ફેઈ અને નૂર ઈઝુદ્દીનને 21-19, 21-17 થી હરાવીને 5 મેચોના આ ઇવેન્ટને 1-1 થી બરાબર કરી લીધુ.

ત્યાર બાદ શ્રીકાંતે તેની જોરદાર રમત વડે વિશ્વના નંબર-46 એનજી તજે યોંગને 21-11, 21-17 થી હરાવીને ભારતની લીડ 2-1 મેળવી હતી. કૃષ્ણ પ્રસાદ ગરાગા અને વિષ્ણુવર્ધન ગૌડ પંજાલાની વિશ્વ રેન્કિંગની 45મી ક્રમાંકિત જોડી પછી એરોન ચિયા અને ટીઓ યી સામે હારી ગઈ. વિશ્વ રેન્કિંગ 23મો ક્રમાંકિત પ્રણોય શરૂઆતમાં 1-6થી પાછળ હતો પરંતુ તેણે 22 વર્ષીય હુન હાઓ લિઓંગ સામે શાનદાર વાપસી કરીને 21-13, 21-8 થી જીત મેળવીને ભારતના માટે મેડલ પર કબજો કર્યો હતો.

ગ્રુપ રાઉન્ડમાં જર્મની અને કેનેડા સામે ક્લીન સ્વીપ

ભારતીય પુરુષ બેડમિન્ટન ટીમે થોમસ કપમાં જર્મનીને 5-0થી હરાવીને પોતાના અભિયાનની ધમાકેદાર શરૂઆત કરી હતી. સાત્વિકસાઈરાજ રેન્કીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીની ડબલ્સની જોડીએ જોકે, જોન્સ, રાલ્ફી યાનસેન અને માર્વિન સીડેલ સામે એક કલાક સુધી ચાલેલી મેચમાં 21-15, 10-21, 21-13થી જીત નોંધાવવા માટે ત્રણ ગેમ સુધી સંઘર્ષ કર્યો હતો. વર્લ્ડ નંબર 11 કિદામ્બી શ્રીકાંતે ધીમી શરૂઆતથી 18-21, 21-9, 21-11થી કાઈ શેફર સામે જીત મેળવીને ગ્રુપ C માં ભારતને 3-0 થી અજેય લીડ અપાવી. એમઆર અર્જુન અને ધ્રુવ કપિલાએ બીજી મેન્સ ડબલ્સ મેચમાં બ્યોર્ન ગેઈસ અને જેન કોલિન વોલ્કરને 25-23, 21-15 થી હરાવ્યા હતા, જ્યારે વિશ્વમાં નંબર 23 એચએસ પ્રણોયે મેથિયાસ કિકલિટ્ઝને બીજી મેન્સ ડબલ્સ મેચમાં 21-9, 21-9 થી હરાવ્યા હતા. જર્મનીને 5-0થી હરાવ્યું.

આ પછી, આગલી મેચમાં તેણે જર્મનીને 5-0થી હરાવ્યું. વર્લ્ડ ચેમ્પિયનશિપના બ્રોન્ઝ મેડલ વિજેતા લક્ષ્ય સેને વિશ્વના 64માં ક્રમાંકિત મેક્સ વેઇજકિર્ચન સામે 21-16, 21-13 થી આરામદાયક જીત મેળવીને ભારતીયો માટે મજબૂત પાયો નાખ્યો હતો. સાત્વિકસાઈરાજ રેન્કીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીની ડબલ્સની જોડીએ જોકે, જોન્સ, રાલ્ફી યાનસેન અને માર્વિન સીડેલ સામે એક કલાક સુધી ચાલેલી મેચમાં 21-15, 10-21, 21-13 થી જીત નોંધાવવા માટે ત્રણ ગેમ સુધી સંઘર્ષ કર્યો હતો.

વર્લ્ડ નંબર 11 કિદામ્બી શ્રીકાંતે ધીમી શરૂઆતથી 18-21, 21-9, 21-11થી કાઈ શેફર સામે જીત મેળવીને ગ્રુપ Cમાં ભારતને 3-0થી અજેય લીડ અપાવી. MR અર્જુન અને ધ્રુવ કપિલાએ બીજી મેન્સ ડબલ્સ મેચમાં બ્યોર્ન ગેઈસ અને જેન કોલિન વોલ્કરને 25-23, 21-15થી હરાવ્યા હતા, જ્યારે વિશ્વમાં નંબર 23 એચએસ પ્રણોયે મેથિયાસ કિકલિટ્ઝને બીજી મેન્સ ડબલ્સ મેચમાં 21-9, 21-9 થી હરાવ્યા હતા. જર્મનીને 5-0 થી હરાવ્યું.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">