અચંત શરથને મળશે ખેલ રત્ન, લક્ષ્ય સેનને મળશે અર્જુન એવોર્ડ, જુઓ સંપૂર્ણ લિસ્ટ

રમતગમત મંત્રાલયે આ વર્ષના રમત પુરસ્કારોની જાહેરાત કરી છે અને આ પુરસ્કારોનું વિતરણ 30 નવેમ્બરે રાષ્ટ્રપતિ ભવનમાં કરવામાં આવશે.

અચંત શરથને મળશે ખેલ રત્ન, લક્ષ્ય સેનને મળશે અર્જુન એવોર્ડ, જુઓ સંપૂર્ણ લિસ્ટ
અચંત શરથને મળશે ખેલ રત્નImage Credit source: Twitter
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 15, 2022 | 9:37 AM

પુરૂષ ટેબલ ટેનિસ ખેલાડી અચંતા શરથ કમલ, જેણે સતત પોતાના પ્રદર્શનથી ભારતના હિસ્સામાં સફળતા મેળવી છે, તેને તેની મહેનતનું વળતર મળ્યું છે. ભારત સરકારે શરતને આ વર્ષનો મેજર ધ્યાનચંદ એવોર્ડ આપવાનો નિર્ણય કર્યો છે. ખેલ મંત્રાલયે સોમવારે રમત પુરસ્કારોની યાદી જાહેર કરી છે અને જણાવ્યું છે કે, કયો એવોર્ડ કોના હિસ્સામાં આવ્યો છે. અચંતા આ યાદીમાં એકમાત્ર ખેલાડી છે જેને ખેલ રત્ન મળ્યો છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ 30 નવેમ્બરે રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત સમારોહમાં વર્ષ 2022 માટે મેજર ધ્યાનચંદ રાજીવ ગાંધી ખેલ રત્ન પુરસ્કાર પ્રદાન કરશે.

25 ખેલાડીઓને અર્જુન એવોર્ડ આપવામાં આવશે. જેમાં બેડમિન્ટન ખેલાડી લક્ષ્ય સેન, એચ.એસ.પ્રણય, મહિલા બોક્સર નિકહત ઝરીન, એથલિટ એલ્ડોસ પોલ, અવિનાશ સાબલે સામેલ છે. લક્ષ્ય સેન અને નિકહતે વર્લ્ડ ચેમ્પિયનશીપમાં પોતાનો ઝલવો દેખાડ્યો છે અને તેની મહેનત રંગ લાવી છે. લક્ષ્યે 2021માં વર્લ્ડ ચેમ્પિયનશીપમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. તેમણે આ વર્ષે બર્મિગહામમાં રમાયેલી કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. નિકહતે આ વર્ષે વર્લ્ડ ચેમ્પિયનશીપમાં સિલ્વર મેડલ જીત્યો હતો.

શરતે કોમનવેલ્થમાં શાનદાર પ્રદર્શન કર્યું

શરતે આ વર્ષે બર્મિગહામમાં કોમનવેલ્થ ગેમમાં ત્રણ ગોલ્ડ મેડલ પોતાના નામ કર્યા હતા. તેમણે પુરુષ વર્ગમાં, પુરુષ ટીમતેમજ મિક્સ પુરુષની સ્પર્ધામાં ગોલ્ડ પર હાથ અજમાવ્યો હતો. તે 2006માં સતત કોમનવેલ્થમાં મેડલ જીતતો આવ્યો છે. ગત્ત વર્ષે ઓલિમ્પિકમાં તેમણે સારુ પ્રદર્શન કર્યું હતુ. એશિયાઈ રમતોમાં શરત 2 મેડલ જીતી ચૂક્યા છે. આ બંન્ને મેડલ તેમણે 2018માં પુરુષ ટીમ અને મિક્સ ટીમની સાથે જીત્યો છે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

ક્રિકેટમાં માત્ર એક એવોર્ડ

આ લીસ્ટમાં ક્રિકેટના નામ પર માત્ર એક એવોર્ડ છે અને આ એવોર્ડ મળ્યો છે ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માના બાળપણના કોચ દિનેશ લાડને. તેમણે લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ કેટેગરીમાં આ એવોર્ડ મળ્યો છે.

ગોલ્ડ મેડલ વિજેતાઓની યાદી:

મેજર ધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કારઃ અચંતા શરથ કમલ

અર્જુન પુરસ્કારો : સીમા પુનિયા (એથ્લેટિક્સ), એલ્ડૌસ પોલ (એથ્લેટિક્સ), અવિનાશ સાબલે (એથ્લેટિક્સ), લક્ષ્ય સેન (બેડમિન્ટન), એચએસ પ્રણોય (બેડમિન્ટન), અમિત (બોક્સિંગ), નિખત ઝરીન (બોક્સિંગ), ભક્તિ કુલકર્ણી (ચેસ) , આર પ્રજ્ઞાનન્ધા (ચેસ), દીપ ગ્રેસ ઇક્કા (હોકી), સુશીલા દેવી (જુડો), સાક્ષી કુમારી (કબડ્ડી), નયન મોની સાયકિયા (લોનબોલ), સાગર ઓવલકર (મલખંબ), ઇલાવેનિલ વાલારિવાન (શૂટિંગ), ઓમપ્રકાશ મિથરવાલ (શૂટિંગ) , શ્રીજા અકુલા (ટેબલ ટેનિસ), વિકાસ ઠાકુર (વેઈટલિફ્ટિંગ), અંશુ (કુસ્તી), સરિતા (કુસ્તી), પરવીન (વુશુ), માનસી જોશી (પેરા બેડમિન્ટન), તરુણ ઢિલ્લોન (પેરા બેડમિન્ટન), સ્વપ્નિલ પાટીલ (પેરા સ્વિમિંગ), જર્લિન અનિકા જે (બધિર બેડમિન્ટન)

દ્રોણાચાર્ય પુરસ્કાર (નિયમિત સિરીઝના કોચ માટે) : જીવનજોત સિંહ તેજા (તીરંદાજી), મોહમ્મદ અલી કમર (બોક્સિંગ), સુમા શિરુર (પેરા-શૂટિંગ) અને સુજીત માન (કુસ્તી)

લાઈફટાઈમ કેટેગરી : દિનેશ લાડ (ક્રિકેટ), બિમલ ઘોષ (ફૂટબોલ), રાજ સિંહ (કુસ્તી)

નેશનલ સ્પોર્ટ્સ પ્રોત્સાહન એવોર્ડ : ટ્રાન્સ સ્ટેડિયા એન્ટરપ્રાઈઝ પ્રાઈવેટ લિમિટેડ, કલિંગા ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ફોર્મેશન ટેકનોલોજી, લદ્દાખ સ્કી એન્ડ સ્નોબોર્ડ એસોસિએશન

મૌલાના અબુલ કલામ આઝા ટ્રોફી : ગુરુનાનક દેવ યૂનિવર્સિટી, અમૃતસર

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">