Boxing World Championship: શિવા થાપા ની વિજય શરુઆત, દિપક બોહરિયાને પણ મળી જીત, આગળનો પડાવ મુશ્કેલ બનશે

|

Oct 27, 2021 | 9:35 AM

આ ચેમ્પિયનશિપમાં 100 દેશોના 600થી વધુ બોક્સર ભાગ લઈ રહ્યા છે અને ભારતના બોક્સરોએ દેશને શાનદાર શરૂઆત અપાવી છે.

Boxing World Championship: શિવા થાપા ની વિજય શરુઆત, દિપક બોહરિયાને પણ મળી જીત, આગળનો પડાવ મુશ્કેલ બનશે
Shiv Thapa victory

Follow us on

સાર્બિયાના બ્રેલગ્રેડમાં રમાઈ રહેલી AIBA વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપ (AIBA World Boxing Championship) માં ભારતે શાનદાર શરૂઆત કરી છે. દેશના દિગ્ગજ બોક્સરોએ પ્રથમ રાઉન્ડમાં પોતાના પ્રભાવ સાથે અને બીજા રાઉન્ડમાં પ્રવેશ કર્યો. અનુભવી શિવ થાપા (63.5 કિગ્રા) પ્રથમ રાઉન્ડમાં એકતરફી જીત સાથે બીજા રાઉન્ડમાં પહોંચી ગયો છે. જ્યારે ટૂર્નામેન્ટમાં નવોદિત દીપક બોહરિયા (51 કિગ્રા) પણ મંગળવારે તેના શરુઆતના મુકાબલામાં આસાન જીત મેળવીને પ્રી-ક્વાર્ટર્સ ફાઇનલમાં પ્રવેશ કર્યો છે.

ત્રીજી વખત વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ભાગ લઈ રહેલા પાંચ વખતના એશિયન મેડલ વિજેતા શિવાએ એકતરફી મુકાબલામાં કેન્યાના વિક્ટર નિયાડેરા સામે 5-0 થી જીત નોંધાવી હતી. આ ભારતીયે મેચ દરમિયાન પોતાના નાના કદને અડચણ ન બનવા દીધુ અને નિયાડેરા પર જોરદાર વળતો હુમલો કર્યો.

એશિયન ચેમ્પિયનશિપના સિલ્વર મેડલ વિજેતા દીપકે પણ કિર્ગિસ્તાનના અજાત ઉસેનાલિવ સામે રાઉન્ડ-ઓફ-1 મેચમાં 5-0 થી જીત દરમિયાન વિરોધી બોક્સરને કોઈ તક આપી ન હતી.

બાળકોને You Tube ચલાવવા માટે આપી રહ્યા છો ફોન? પહેલા સેટિંગ કરી દો
આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ

આ ટૂર્નામેન્ટમાં 2015માં બ્રોન્ઝ મેડલ જીતનાર શિવનો અંતિમ 32 રાઉન્ડમાં સિએરા લિયોનના જોન બ્રાઉન સામે થશે. આ મેચ 30 ઓક્ટોબરથી રમાશે. જોકે, દીપકનો માર્ગ સરળ નહીં હોય. તેનો મુકાબલો 1 નવેમ્બરના રોજ ઓલિમ્પિક અને વર્લ્ડ ચેમ્પિયનશિપના બ્રોન્ઝ મેડલ વિજેતા કઝાકિસ્તાનના સાકેન બિબોસિનોવ સાથે થવાનો છે. આ બંને સિવાય ભારતના સુમિતે 75 કિગ્રા વજન વર્ગમાં જમૈકાના નીલ ડેમનને 5-0થી હરાવ્યો હતો.

 

આમને પણ મળી જીત

આ પહેલા સોમવારે રાત્રે આકાશ સાંગવાન (67 કિગ્રા)એ બીજા રાઉન્ડમાં તુર્કીના ફુરકાન આદમ સામે 5-0થી આરામદાયક જીત મેળવીને ડેબ્યૂ કર્યું હતું. ડિફેન્ડિંગ નેશનલ ચેમ્પિયન સાંગવાન હવે જર્મનીના ડેનિયલ ક્રોટર સામે ટકરાશે. જેને પ્રથમ રાઉન્ડમાં બાય મળ્યો હતો. ગઈકાલે રાત્રે રમાયેલી મેચમાં ભારતીય બોક્સરે શરૂઆતથી જ એડમ પર પ્રભુત્વ જમાવ્યું હતું અને એકતરફી જીત મેળવી હતી.

અન્ય નવોદિત ખેલાડી રોહિત મોર (57 કિગ્રા) એ એક્વાડોરના જીન કાસાડોને 5-0થી હરાવ્યો હતો. હવે તેનો સામનો બોસ્નિયા-હર્જેગોવિનાના એલન રહીમિચ સાથે થશે. એશિયન ચેમ્પિયન સંજીત (92 કિગ્રા) અને સચિન કુમાર (80 કિગ્રા)ને પહેલા રાઉન્ડમાં બાય મળી હતી. સચિન 30 ઓક્ટોબરે બીજા રાઉન્ડમાં અમેરિકાના રોબી ગોન્ઝાલેઝ સામે ટકરાશે જ્યારે સંજીત 29 ઓક્ટોબરે રશિયાના આન્દ્રે સ્ટોસ્કી સામે ટકરાશે.

આ ચેમ્પિયનશિપમાં 100 દેશોના 600થી વધુ બોક્સર ભાગ લઈ રહ્યા છે. કેટલાક વજનની શ્રેણીઓમાં, બોક્સરોએ ક્વાર્ટર ફાઇનલમાં પહોંચવા માટે ઓછામાં ઓછી ત્રણ મેચ જીતવી જરૂરી છે.

 

ઓલિમ્પિકમાં કર્યા નિરાશ

ટોક્યો ઓલિમ્પિક-2020માં ભારતીય બોક્સરો પાસેથી મેડલની આશા હતી. પરંતુ મહિલા વર્ગમાં લોવલિના બોર્ગોહેન સિવાય અન્ય કોઈ બોક્સર દેશ માટે મેડલ મેળવી શક્યા નથી. સમગ્ર દેશને મહિલા વિભાગમાં મેરી કોમ અને પુરૂષ વિભાગમાં અમિત પંઘાલ પાસેથી મેડલની ઘણી આશા હતી. પરંતુ આ બંને દિગ્ગજોએ દેશને નિરાશ કર્યો હતો.

 

આ પણ વાંચોઃ T20 World Cup: પાકિસ્તાનના આછકલા ચાહકોમાં અભિમાન છલકાવા લાગ્યુ, ન્યુઝીલેન્ડની ટીમને ‘Security-Security’ કહી ચિડવતા રહ્યા, જુઓ Video

આ પણ વાંચોઃ IPL: સંજીવ ગોએન્કાએ લખનૌની ટીમ ખરિદવાને લઇને હવે સૌરવ ગાંગુલી પર સવાલો ઉઠવા લાગ્યો, જાણો શુ છે વિવાદ

Next Article