શીતલ દેવી સંધર્ષ સ્ટોરી : પંખ સે કુછ નહીં હોતા, હોંસલો સે ઉડાન હોતી હૈ, આ પંક્તિને સાચી પાડી છે બે હાથ વગરની દિકરી શીતલે
પેરા એશિયન ગેમ્સમાં ભારતીય ખેલાડીઓએ ઈતિહાસ રચ્યો છે. ભારતે આ રમતમાં કુલ 111 મેડલ જીત્યા છે. આ ગેમ્સ પછી તીરંદાજ શીતલ દેવીની દરેક જગ્યાએ ચર્ચા થઈ રહી છે. માત્ર 16 વર્ષની ઉંમરે શીતલ દેવીએ દુનિયાને ચોંકાવી દીધી છે. આજે શીતલ દેવીના પ્રદર્શનના સૌ કોઈ વખાણ કરી રહ્યા છે. દિગ્ગજો તેમને શુભકામના પણ પાઠવી રહ્યા છે.
જે વય્ક્તિ બે હાથથી પર ન કરી શકે, તેવું શીતલ દેવી પ્રદર્શન કર્યું છે.શીતલ દેવીએ ચીનના હાંગઝુમાં આયોજિત એશિયાઈ પેરા એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતી ઈતિહાસ રચ્યો છે. તીરંદાજ શીતલની દરેક જગ્યાએ ચર્ચા થઈ રહી છે.
વડાપ્રધાનથી લઈને દેશ-દુનિયાની મોટી દિગ્ગજ હસ્તિઓ પણ શીતલના વખાણ કરી રહી છે. મહિંદ્રા ગ્રુપના ચેરમેન આનંદ મહિંદ્રાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી તેમણે ખાસ ગિફટ આપવાની જાહેરાત કરી છે.
ભારતે આ રમતમાં ઈતિહાસ રચતા કુલ 111 મેડલ જીત્યા છે. શીતલે મહિલાઓના વ્યક્તિગત કંપાઉન્ડ વર્ગમાં ટોર્ચનું સ્થાન હાંસલ કર્યું છે. જમ્મુ -કાશ્મીરના કિશ્તવાડના એક નાનકડા ગામમાં રહેનારી શીતલ દેવી અંદાજે 16 વર્ષની છે.
I will never,EVER again complain about petty problems in my life. #SheetalDevi you are a teacher to us all. Please pick any car from our range & we will award it to you & customise it for your use. pic.twitter.com/JU6DOR5iqs
— anand mahindra (@anandmahindra) October 28, 2023
(Source : anand mahindra twitter)
શીતલ દેવી બિમારીનો શિકાર
પોતાના સાહસથી લોકો વચ્ચે ચર્ચામાં રહેનારી શીતલ ફોકોમેલિયા નામની બિમારીનો શિકાર છે. આ બિમારીને લઈ બાળપણથી તેને એક હાથ નથી. તેમણે એશિયાઈ પેરા ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. હવે અહિથી શીતલની પ્રગતિ શરુ થાય છે.
16 વર્ષની ઉંમરમાં શીતલની સ્ટોરી હિંમત અને સંધર્ષની જીવતી મિસાલ છે. તે ખુબ ગરીબ પરિવારમાંથી આવે છે. પિતા ખેડુત અને માતા બકરીઓ ચરાવે છે. તમે જાણી વિચારમાં પડી જશો કે, 14 વર્ષની ઉંમર સુધી શીતલ તીરંદાજીની ABCD પણ જાણતી ન હતી. અંદાજે 2 વર્ષની ટ્રેનિંગમાં તેમણે આ શાનદાર કામ કર્યું છે.
ક્યાંથી લીધી ટ્રેનિંગ ?
શીતલે કટરામાં શ્રી માતા વૈષ્ણો દેવી શ્રાઈન બોર્ડ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં ટ્રેનિંગ લીધી છે. ગત્ત વર્ષે નવેમ્બર 2022માં શીતલ પહેલી વખત જૂનિયર નેશનલ ગેમ્સમાં ભાગ લીધો હતો. આ વર્ષે જુલાઈમાં પિલ્સનમાં રમાયેલી વર્લ્ડ પેરા તીરંદાજીની ફાઈનલમાં પહોંચનારી દુનિયાની પહેલી હાથ વગરની મહિલા તીરંદાજ હતી.શીતલે સિંગલ કમ્પાઉન્ડ અને મિક્સ કમ્પાઉન્ડ ઈવેન્ટ્સમાં ગોલ્ડ જીત્યો હતો. તેણે મહિલા ડબલ્સમાં સિલ્વર પણ જીત્યો હતો. શીતલની નજર હવે પેરા ઓલિમ્પિક ગેમ્સ પર છે.
આ પણ વાંચો : વર્લ્ડ કપ : અફઘાનિસ્તાનની જીતથી પાકિસ્તાનને નુકસાન, પોઈન્ટ ટેબલમાં થયા મોટા ફેરફાર