Wimbledon 2022 : વિમ્બલડનથી સેરેના વિલિયમ્સ ટેનિસ કોર્ટમાં વાપસી કરશે, 113 મીં ક્રમાંકીત હાર્મની સામે પહેલી મેચ રમશે

|

Jun 26, 2022 | 10:00 AM

Tennis : રેકોર્ડ 23 ગ્રાન્ડ સ્લેમ (Grand Slam) સિંગલ્સ ટાઈટલ જીતી ચૂકેલી સેરેના વિલિયમ્સ (Serena Williams) ને એક વર્ષ પહેલા સેન્ટર કોર્ટ પર પ્રથમ રાઉન્ડના પ્રથમ સેટ દરમિયાન પગમાં ઈજા થઈ હતી. ત્યાર પછી તે પ્રથમ વખત કોઈ ટુર્નામેન્ટમાં સિંગલ્સમાં ભાગ લેશે.

Wimbledon 2022 : વિમ્બલડનથી સેરેના વિલિયમ્સ ટેનિસ કોર્ટમાં વાપસી કરશે, 113 મીં ક્રમાંકીત હાર્મની સામે પહેલી મેચ રમશે
Serena Willams (File Photo)

Follow us on

સેરેના વિલિયમ્સ (Serena Williams) વાપસી કરીને વિમ્બલ્ડન (Wimbledon 2022) ટેનિસ ગ્રાન્ડ સ્લેમની શરૂઆતની મેચમાં 113માં ક્રમે રહેલી ફ્રાન્સની 24 વર્ષીય હાર્મની ટેન (Harmony Tan) સામે ટકરાશે. રેકોર્ડ 23 ગ્રાન્ડ સ્લેમ સિંગલ્સ ટાઈટલ જીતી ચૂકેલી સેરેનાને એક વર્ષ પહેલા સેન્ટર કોર્ટ પર પ્રથમ રાઉન્ડના પ્રથમ સેટ દરમિયાન પગમાં ઈજા પહોંચી હતી. ત્યાર બાદ તે પ્રથમ વખત કોઈ ટૂર્નામેન્ટમાં ભાગ લેશે. સેરેના છેલ્લા 12 મહિનામાં એક પણ ટુર્નામેન્ટમાં રમી નથી. જેના કારણે તે આ અઠવાડિયે જાહેર થયેલ WTA રેન્કિંગમાં સિંગલ્સમાં 400 અને ડબલ્સમાં 1200 થી બહાર થઇ ગઈ છે. તેણે આ અઠવાડિયે જ ટેનિસ કોર્ટમાં વાપસી કરી છે અને તેણે ઇંગ્લેન્ડમાં તૈયારી માટેની એક ટુર્નામેન્ટમાં બે ડબલ્સ મેચ રમી હતી.

તેણે સાત વખત વિમ્બલ્ડન ચેમ્પિયનશીપ જીતી છે. પ્રથમ રાઉન્ડમાં જીત મેળવશે તો સેરેનાનો સામનો બીજા રાઉન્ડમાં 32મી ક્રમાંકિત સારા સોરિબેસ ટોર્મો સાથે થઈ શકે છે. જ્યારે ત્રીજા રાઉન્ડમાં તેનો સામનો છઠ્ઠી ક્રમાંકિત કેરોલિના પ્લિસ્કોવા સામે થઈ શકે છે. જે ગયા વર્ષે ઉપવિજેતા રહી હતી અને તેણે 2016 યુએસ ઓપનની સેમિ ફાઈનલમાં સેરેનાને હરાવી હતી. ડિફેન્ડિંગ ચેમ્પિયન એશ્લે બાર્ટીએ માર્ચમાં 25 વર્ષની વયે નિવૃત્તિ લીધી હતી. જેથી સેરેના વિલિયમ્સ સહિત દિગ્ગજ મહિલા ખેલાડીઓને તેનો પડકાર નહીં મળે.

ક્વાર્ટર ફાઇનલમાં અલ્કરાજ સામે ટકરાઇ શકે છે જોકોવિચ

સર્બિયાના ડિફેન્ડિંગ ચેમ્પિયન નોવાક જોકોવિચ (Novak Djokovic) સોમવારે દક્ષિણ કોરિયાના ક્વોન સૂન-વુ સામે વિમ્બલ્ડન 2022 માં તેના પુરૂષ સિંગલ્સ અભિયાનની શરૂઆત કરશે અને ક્વાર્ટર ફાઇનલમાં નેક્સ્ટજેન એટીપી ચેમ્પ કાર્લોસ અલ્કારાઝ સામે ટકરાશે. મેન્સ વર્લ્ડ નંબર વન ડેનિલ મેદવેદેવને યુક્રેન પર તેના રશિયાના હુમલાને કારણે અન્ય રશિયન અને બેલારુસ ખેલાડીઓની સાથે આ ટુર્નામેન્ટમાં રમવા પર પ્રતિબંધ કરી દેવામાં આવ્યા છે.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

સ્પેનના રાફેલ નડાલ (Rafael Nadal) કોર્ટને બીજા ક્રમાંકિત તરીકે મેદાન પર ઉતરશે અને રેકોર્ડ 23મા ગ્રાન્ડ સ્લેમ માટે આર્જેન્ટિનાના ફ્રાન્સિસ્કો સેરુન્ડોલો સામે તેની શરૂઆત કરશે. તેની પાસે સંભવિત ચોથા રાઉન્ડના પ્રતિસ્પર્ધી તરીકે 2017ના ફાઇનલિસ્ટ મારિન સિલિક સામે ટક્કર થઇ શકે છે. ક્વાર્ટર ફાઇનલમાં નડાલનો સામનો ફેલિક્સ અગર-અલિયાસિમ સામે થવાની સંભાવના છે. તો વિમ્બલ્ડન યુક્રેનના શરણાર્થીઓને ટૂર્નામેન્ટની મફત ટિકિટ આપશે.

Next Article