Roger Federerની કારકિર્દીની છેલ્લી મેચ ક્યારે, ક્યાં અને કેવી રીતે જોઈ શકશો

|

Sep 23, 2022 | 1:23 PM

લેવર કપમાં રોજર ફેડરર અને રાફેલ નડાલ શુક્રવારે ડબલ્સ મેચ રમશે અને તે ફેડરરની ગોલ્ડન કારકિર્દીની છેલ્લી મેચ પણ હશે.

Roger Federerની કારકિર્દીની છેલ્લી મેચ ક્યારે, ક્યાં અને કેવી રીતે જોઈ શકશો
આજે Roger Federerની કારકિર્દીની છેલ્લી મેચ
Image Credit source: AFP

Follow us on

Roger Federer : 20 ગ્રાન્ડ સ્લૈમ વિજેતા ટેનિસ દિગ્ગજ સ્ટાર રોજર ફેડરર (Roger Federer ) આજે એટલે કે, 23 સપ્ટેમ્બરના રોજ પોતાના બે દાયકાથી વધુ સમય સુધી ચાલનારા ગોલ્ડન કરિયરને અલવિદા કહેશે. 2022 Laver Cupમાં તે આજે રાફેલ નડાલની સાથે ડબલ્સનો મુકાબલો રમશે જે તેની છેલ્લી મેચ હશે. ફેડરરના કરિયરમાં તેનો સૌથી મોટો હરીફ રહેલો નડાલ છેલ્લી મેચમાં તેનો જોડીદાર રહેશે. આ બંને સ્ટાર ખેલાડી (Star player)ઓ યુરોપની ટીમ માટે સિસ ટિયાફો અને જેક સોક સામે રમશે. ફેડરરે ગુરુવારે આ સત્તાવાર જાહેરાત કરી હતી. સિંગલ્સ મેચોમાં કેસ્પર રૂડે સોકનો સામનો કરશે, સ્ટેફાનોસ સિત્સિપાસનો સામનો ડિએગો શ્વાર્ટઝમેન અને એન્ડી મરેનો સામનો એલેક્સ ડી મિનોર સાથે થશે.

ફેડરર વિદાયને યાદગાર બનાવવા માગે છે

ફેડરરે કહ્યું કે, તે સંન્યાસના નિર્ણય બાદ શાંતિ અનુભવી રહ્યો છે અને તે ઈચ્છે છે કે,ટેનિસમાં તેની વિદાય જશ્નના માહોલમાં થાય. આ ખેલાડીએ સોશિયલ મીડિયા પર આ જાણકારી આપી હતી કે, તે રમતને અલવિદા કહેશે.તેણે કહ્યું. હું ખરેખર ખુશ રહેવા ઈચ્છું છું અને ઈચ્છું છું કે પાર્ટીનું વાતાવરણ બની રહે લેવર કપનું આયોજન તેમની મેનેજમેન્ટ ટીમ દ્વારા કરવામાં આવ્યું છે. જે શુક્રવારથી શરૂ થશે. આ પાંચમો સ્ટેજ હશે જેમાં ટીમ યુરોપ ટીમ વર્લ્ડનો સામે કરશે. ફેડરરની કારકિર્દીમાં મુખ્ય પ્રતિસ્પર્ધી રહેલા નડાલ, નોવાક જોકોવિચ અને એન્ડી મરે પણ ભાગ લેશે.

રોજર ફેડરરની છેલ્લી મેચ ક્યારે રમાશે?

રોજર ફેડરરની છેલ્લી મેચ 23 સપ્ટેમ્બરે રમાશે.

ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે

રોજર ફેડરરની છેલ્લી મેચ ક્યાં રમાશે?

રોજર ફેડરરની છેલ્લી મેચ લંડનમાં રમાશે.

રોજર ફેડરરની છેલ્લી મેચ ક્યા સમયે શરુ થશે

23 સપ્ટેમ્બરના રોજ લેવર કપની મેચ ભારતીય સમયનુસાર બપોરે 5 કલાકે શરુ થશે. ફેડરરનો મુકાબલો ત્રણ સિંગલ્સ મેચો પછી યોજાશે.

તમે રોજર ફેડરરની છેલ્લી મેચ ક્યાં જોઈ શકશો

રોજર ફેડરરની છેલ્લી મેચનું લાઈવ સ્ટ્રીમિંગ SONY LIV પર જોઈ શકો છે. તમામ મેચની અપડેટ tv9gujarati.com પર વાંચી શકો છે

રોજર ફેડરરની છેલ્લી મેચનું લાઈવ ટેલિકાસ્ટ ક્યાં થશે?

રોજર ફેડરરની છેલ્લી મેચનું લાઈવ ટેલિકાસ્ટ સોની સ્પોર્ટસ નેટવર્કની ચેનલ પર થશે.

Next Article