Roger Federer Retirement: રોજર ફેડરરની નિવૃત્તિએ નડાલનુ દિલ તોડ્યુ, સેરેના વિલિયમ્સે લખી ભાવુક પોષ્ટ

|

Sep 16, 2022 | 9:37 AM

20 ગ્રાન્ડ સ્લેમ જીતી ચૂકેલા રોજર ફેડરરે (Roger Federer) ગુરુવારે નિવૃત્તિની જાહેરાત કરી હતી. તેની નિવૃત્તિએ માત્ર ચાહકોનું જ નહીં પરંતુ અનુભવી ખેલાડીઓનું પણ દિલ તોડ્યું.

Roger Federer Retirement: રોજર ફેડરરની નિવૃત્તિએ નડાલનુ દિલ તોડ્યુ, સેરેના વિલિયમ્સે લખી ભાવુક પોષ્ટ
Roger Federer એ નિવૃત્તિ જાહેર કરી દીધી

Follow us on

20 ગ્રાન્ડ સ્લેમ જીતનાર ટેનિસ સ્ટાર રોજર ફેડરરે (Roger Federer) ગુરુવારે પોતાની શાનદાર કારકિર્દીને અલવિદા કહ્યું. ફેડરરે લાંબા સમય સુધી ટેનિસ જગત પર રાજ કર્યું. તે સમગ્ર વિશ્વમાં ચાહકોનો પ્રેમ મેળવવામાં સફળ રહ્યો. આવી સ્થિતિમાં તેની નિવૃત્તિએ ચાહકોને નિરાશ કર્યા છે. માત્ર ચાહકો જ નહીં, રોજર ફેડરરના સાથી ખેલાડીઓ અને અન્ય રમતના દિગ્ગજોએ પણ આ સ્ટાર ટેનિસ ખેલાડીને શાનદાર કારકિર્દી માટે અભિનંદન પાઠવ્યા હતા. ફેડરરના સૌથી મોટા હરીફ ગણાતા રાફેલ નડાલે (Rafael Nadal) એક ઈમોશનલ પોસ્ટ લખી હતી. તે જ સમયે, સેરેના વિલિયમ્સે (Serena Williams) ફેડરરનું રિટાયરમેન્ટ ક્લબમાં સ્વાગત કર્યું.

નડાલે ઈમોશનલ પોસ્ટ લખી હતી

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

રોજર ફેડરરના કટ્ટર હરીફ રાફેલ નડાલે પણ તેના મિત્ર માટે ઈમોશનલ પોસ્ટ લખી હતી. તેણે ટ્વિટ કર્યું, ‘રોજર મારા મિત્ર મારા હરીફ, હું ઈચ્છું છું કે આ દિવસ ક્યારેય ન આવે. આ દિવસ મારા અને રમતના ચાહકો માટે દુઃખદ દિવસ સાબિત થયો છે. આ મારું સૌભાગ્ય હતું કે આટલા વર્ષોમાં હું તમારી સાથે કોર્ટની અંદર અને બહાર ઘણી અદ્ભુત ક્ષણો જીવી શક્યો.

 

 

સેરેના વિલિયમ્સે રિટાયરમેન્ટ ક્લબમાં આવકાર્યો

નિવૃત્તિ લઈ ચૂકેલી સેરેના વિલિયમ્સે ફેડરરનું તેના ક્લબમાં સ્વાગત કર્યું હતું. તેણે ફેડરર સાથેની એક તસવીર શેર કરી અને લખ્યું, ‘હું આ વસ્તુઓને પરફેક્ટ રીતે લખવા માંગતી હતી, જેમ તમે તમારી કારકિર્દીને અલવિદા કહ્યું હતું. આપણાં રસ્તા એક જ હતા. તમે લાખો લોકોને પ્રેરણા આપી. હું તમને અભિનંદન આપું છું અને તમે આગળ શું કરવા જઈ રહ્યા છો તે જાણવા માટે આતુર છું. રોજર ફેડરર ‘રિટાયરમેન્ટ ક્લબમાં આપનું સ્વાગત છે’

 

સચિને નિવૃત્તિ પર આમ કહ્યુ

ભારતમાં ફેડરરને પસંદ કરનારા લોકોની કોઈ કમી નથી. અહીં પણ ફેડરર ગુરુવારથી ટ્રેન્ડ કરી રહ્યો છે. દિગ્ગજ ખેલાડી સચિન તેંડુલકરે ટ્વીટ કરીને લખ્યું, ‘તમારી રોજર ફેડરર કેટલી શાનદાર કારકિર્દી છે. તમારી ટેનિસ અને ટેનિસ રમવાના અંદાજથી મહોબ્બત થઈ ગઈ અને ટેનિસ એક આદત બની ગઈ. આદતો નિવૃત્ત થતી નથી, તે આપણો એક ભાગ બની જાય છે. અદ્ભુત યાદો માટે આભાર’

 

 

 

 

 

Published On - 9:30 am, Fri, 16 September 22

Next Article