Roger Federer: હજારો-કરોડોની કમાણી, મોંઘીદાટ કારો અને આલીશન ઘર, જાણો ફેડરર વિશે બધુજ

રોજર ફેડરરે (Roger Federer) 2003માં વિમ્બલ્ડનમાં તેનું પ્રથમ ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ જીત્યું હતું, જ્યારે 2018માં તેણે ઓસ્ટ્રેલિયન ઓપનમાં 20મી વખત ગ્રાન્ડ સ્લેમ ચેમ્પિયનશિપ જીતી હતી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 15, 2022 | 11:20 PM
ટેનિસ ઈતિહાસના મહાન ખેલાડી ગણાતા સ્વિત્ઝરલેન્ડના લિજેન્ડ રોજર ફેડરરે નિવૃત્તિની જાહેરાત કરી છે. સમગ્ર પેઢીને ટેનિસ તરફ આકર્ષિત કરનાર ફેડરરે 41 વર્ષની ઉંમરે લગભગ 24 વર્ષની કારકિર્દીનો અંત આણ્યો હતો. ફેડરર માત્ર વિશ્વના સૌથી સફળ ટેનિસ ખેલાડીઓમાંનો એક નથી, પણ સૌથી વધુ કમાણી કરનાર ખેલાડી પણ છે.

1 / 5
ફેડરરે તેની લાંબી કારકિર્દીમાં કુલ 20 ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ જીતીને રેકોર્ડ બનાવ્યો હતો, જેને પાછળથી રાફેલ નડાલ અને નોવાક જોકોવિચે વટાવી દીધો હતો. ફેડરરે 8 વખત વિમ્બલ્ડન, 6 વખત ઓસ્ટ્રેલિયન ઓપન, 5 વખત યુએસ ઓપન અને 1 વખત ફ્રેન્ચ ઓપન જીત્યો હતો.

2 / 5
ફેડરરની ગણતરી વિશ્વના સૌથી વધુ કમાણી કરનારા ખેલાડીઓમાં થાય છે. ફોર્બ્સ દ્વારા 2021માં જાહેર કરવામાં આવેલી યાદીમાં ફેડરર સૌથી વધુ કમાણી કરનારા ખેલાડીઓની યાદીમાં સાતમા નંબરે હતો. ફેડરરની કુલ કમાણી લગભગ $550 મિલિયન અથવા લગભગ 4372 કરોડ રૂપિયા છે. તેમાંથી, તેણે વિવિધ ગ્રાન્ડ સ્લેમ અને ટુર્નામેન્ટમાં જીતીને લગભગ રૂ. 1037 કરોડની કમાણી કરી હતી, જ્યારે બાકીની, વિવિધ એન્ડોર્સમેન્ટ ડીલ્સમાંથી કમાણી કરી હતી.

3 / 5
વિશ્વના સૌથી વધુ કમાણી કરનાર એથ્લેટ અને સૌથી સુંદર દેશોમાંના એક સ્વિટ્ઝર્લૅન્ડના હોવાથી, ફેડરર પાસે કેટલાક ખૂબ જ વૈભવી અને સુંદર મકાનો છે. તેની પાસે દુબઈમાં ઘર છે, જ્યારે સ્વિત્ઝરલેન્ડમાં પણ તેના કેટલાક ઘર છે. આમાંથી શ્રેષ્ઠ ગ્લાસ પેન્ટહાઉસ છે, જે ઝુરિચ તળાવ પાસે છે. લગભગ દોઢ એકરમાં બનેલા આ ઘરને બનાવવામાં 65 લાખ પાઉન્ડનો ખર્ચ થયો છે.

4 / 5
ફેડરર, મોટાભાગના એથ્લેટ્સની જેમ, મોંઘા વાહનોનો શોખીન છે અને તેના ગેરેજમાં આવી મહાન લક્ઝરી કાર છે. ઓટોબિઝના રિપોર્ટ અનુસાર ફેડરર પાસે 6 કાર છે. તેમાંથી 5 કાર મર્સિડીઝની છે, જેમાં સ્પોર્ટ્સ કારથી લઈને એસયુવીનો સમાવેશ થાય છે. આ સિવાય તેની પાસે રેન્જ રોવર SVR પણ છે.

5 / 5

Latest News Updates

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">