PV Sindhu ગરબે ઘુમી, ડાયમંડ નગરીમાં હીરા ઘસ્યા અને ગુજરાતી થાળી જમી કહ્યું- બહુ મજા આવી, જુઓ વીડિયો

|

Oct 02, 2022 | 4:48 PM

પીવી સિંધુ સુરતમાં ગરબા ડાન્સ પછી હીરા ધસવાનું પણ શીખતા જોવા મળી છે. સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ તેનો વીડિયો શેર કર્યો છે.

PV Sindhu ગરબે ઘુમી, ડાયમંડ નગરીમાં હીરા ઘસ્યા અને ગુજરાતી થાળી જમી કહ્યું- બહુ મજા આવી, જુઓ વીડિયો
PV Sindhu ગુજરાતી થાળી જમી કહ્યું બહુ મજા આવી
Image Credit source: Twitter

Follow us on

PV Sindhu: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતના સૌથી મોટા ખેલ મહોત્સવ, 36મી નેશનલ ગેમ્સ (36th National Games)નું ઉદ્દઘાટન કર્યું હતું. જેમાં નીરજ ચોપરાથી લઇને પીવી સિંધુ જેવા રમતવીરોએ હાજરી આપી હતી.બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુએ પણ ગરબાની મજા માણી હતી. ભારતીય બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં સિંધુ એક લેબમાં જોવા મળે છે અને તેની આસપાસ ઘણા લોકો જોવા મળે છે. સિંધુ માઇક્રોસ્કોપ હેઠળ કંઈક જુએ છે અને ખૂબ જ ઉત્સાહિત દેખાય છે. પીવી સિંધુનો આ વીડિયો સુરત (Surat) નો છે. અહીં તે હીરા ધસતી હોય તેવો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. સુરતની મુલાકાત દરમિયાન પીવી સિંધુ (PV Sindhu)એ પરંપરાગત ગુજરાતી થાળી પણ જમી હતી.

 

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

 

આ વીડિયો સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા શેર કરવામાં આવ્યો છે. આ સાથે લખ્યું હતું કે “હીરાનું શહેર સુરત રમતગમતની દુનિયાના હીરા પીવી સિંધુનું સ્વાગત કરે છે. આ કાર્યક્રમની કેટલીક ઝલક.” આ વીડિયોમાં બેડમિન્ટન પ્લેયર ચિરાગ શેટ્ટીએ મજાકમાં લખ્યું છે કે મને આશા છે કે તમને હીરા પણ ભેટમાં આપ્યા હશે.

સિંધુ અંજુ બોબી સાથે ગરબા રમી

 

પીવી સિંધુએ અગાઉ ગુજરાતમાં જ ગરબા ડાન્સમાં ભાગ લીધો હતો. અહીં તેણે સ્ટેજ પર જઈને એથ્લેટ અંજુ બોબી જ્યોર્જ સાથે ગરબા રમ્યા હતા આ ગરબાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થયો હતો.

 

ગુજરાતમાં 36મા નેશનલ ગેમ્સનું આયોજન થઇ રહ્યું છે. દેશભરમાંથી એથ્લિટ્સ અને સ્પોર્ટ્સ જગતનાં ધુરંધરો ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે ત્યારે ઓલિમ્પિક ગોલ્ડ મેડાલીસ્ટ ખેલાડી નીરજ ચોપરા વડોદરાની મુલાકાતે પહોંચ્યા હતા જ્યાં તેમણે ગરબાનો આનંદ માન્યો હતો. સાથે તેમણે માતાજીની આરતી પણ કરી હતી.

Next Article