PV Sindhu એ એશિયન ચેમ્પિયનને હરાવીને Singapore Open 2022 માં ચેમ્પિયન બની, ભારતનું નામ રોશન કર્યું

પીવી સિંધુ (PV Sindhu) એ પહેલીવા સિંગાપોર ઓપન (Singapore Open 2022) 2022 નો ખિતાબ જીત્યો છે. આ સિઝનનું આ તેનું ત્રીજું ટાઈટલ છે. પીવી સિંધુએ રવિવારે ફાઇનલમાં વર્લ્ડ નંબર 8 જી યી વાંગને હરાવી હતી. 2 વખતની ઓલિમ્પિક મેડલ વિજેતા પીવી સિંધુ લગભગ 4 મહિના પછી કોઈ ટૂર્નામેન્ટની ફાઇનલમાં પહોંચી હતી. આ પહેલા તેણે આ વર્ષે માર્ચમાં સ્વિસ ઓપનનો ખિતાબ જીત્યો હતો. ભારતીય સ્ટારે પીવી સિંધુએ સિંગાપોર ઓપનની ફાઇનલમાં ચીનના ચેલેન્જરને 21-9, 11-21, 21-15થી માત આપી હતી. અગાઉ, તેણે સેમિ ફાઇનલમાં 32 મિનિટમાં જાપાનની નીચલા ક્રમાંકિત સાઇના કાવાકામી સામે 21-15, 21-7થી જીત નોંધાવી હતી.

PV Sindhu એ એશિયન ચેમ્પિયનને હરાવીને Singapore Open 2022 માં ચેમ્પિયન બની, ભારતનું નામ રોશન કર્યું
PV Sindhu (File Photo)
Follow Us:
| Updated on: Jul 17, 2022 | 12:33 PM

ભારતની મહિલા બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ (PV Sindhu) એ પ્રથમ વખત સિંગાપોર ઓપન (Singapore Open 2022) નો ખિતાબ જીત્યો છે. આ સિઝનનું આ તેનું ત્રીજું ટાઈટલ છે. પીવી સિંધુએ રવિવારે ફાઇનલમાં વર્લ્ડ નંબર 8 જી યી વાંગને હરાવી હતી. 2 વખતની ઓલિમ્પિક મેડલ વિજેતા પીવી સિંધુ લગભગ 4 મહિના પછી કોઈ ટુર્નામેન્ટની ફાઇનલમાં પહોંચી હતી. આ પહેલા તેણે આ વર્ષે માર્ચમાં સ્વિસ ઓપનનો ખિતાબ જીત્યો હતો. આ પહેલા તેણે સેમિ ફાઇનલમાં 32 મિનિટની મેચમાં જાપાનની નીચલા ક્રમાંકિત સાઇના કાવાકામી સામે 21-15, 21-7 થી જીત નોંધાવી હતી. 2022ની સિઝનમાં આ તેનું પહેલું સુપર 500 ટાઇટલ છે. ફાઈનલ મેચની વાત કરીએ તો બંને વચ્ચે જોરદાર મેચ રમાઈ હતી. પીવી સિંધુએ પહેલી ગેમ જેટલી સરળતાથી જીતી હતી એટલી જ સરળતાથી બીજી ગેમ હારી ગઈ હતી. પરંતુ ત્રીજી ગેમમાં એવું જોવા મળ્યું હતું કે બંને ટાઇટલ માટે આમને-સામને છે.

પહેલો સેટઃ પીવી સિંધુએ ફાઇનલ મેચમાં પહેલા સેટમાં શાનદાર પ્રદર્શન કરતા  21-9 થી સરળતાથી જીત મેળવી હતી. પહેલા સેટમાં ચીની ખેલાડી વાંગે પહેલા 2 પોઈન્ટ સાથે લીડ મેળવી લીધી હતી. પરંતુ તે પછી પીવી સિંધુએ સતત 11 પોઈન્ટ મેળવીને ચીનની ખેલાડી પર દબાણ બનાવ્યું હતું. જો કે આ પછી ચીની ખેલાડી વાંગે પુનરાગમન કરવાનો પૂરો પ્રયાસ કર્યો હતો. પરંતુ મોટા ગેપને કારણે ચીનની ખેલાડી પીવી સિંધુ પર દબાણ બનાવી શકી નહીં.

Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા
સવારે ઉઠતાની સાથે દેખાય આ 6 વસ્તુઓ, તો સમજો કિસ્મત ચમકવાની છે !
Darshan Raval: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo

બીજો સેટઃ પહેલો સેટ હાર્યા બાદ ચીનના ખેલાડીએ બીજા સેટમાં જોરદાર વાપસી કરી અને પીવી સિંધુને હરાવીને મેચને રોમાંચક બનાવી દીધી. ચીની ખેલાડી વાંગે બીજા સેટની શરૂઆતમાં જ સતત 5 પોઈન્ટ લઈને પોતાનો ઈરાદો સ્પષ્ટ કરી દીધો હતો. 0-5થી નીચે રહ્યા બાદ પીવી સિંધુએ શાનદાર કમબેક કરવાનો પ્રયાસ કર્યો હતો. પણ તે બીજી ગેમમાં પાછળ રહી ગઈ હતી અને બીજો સેટ 11-21થી હારી ગઈ હતી.

ત્રીજો સેટઃ બંનેએ ત્રીજા સેટની શરૂઆત આક્રમક રીતે કરી હતી અને બંને વચ્ચેની શરૂઆતમાં જબરદસ્ત મેચ જોવા મળી હતી. 2-3 થી પાછળ રહ્યા બાદ ભારતીય સ્ટાર પીવી સિંધુએ બાઉન્સ બેક કરીને 4-3ની લીડ મેળવી હતી. આ પછી પીવી સિંધુએ તેને 11-6 કરતા જોઈને 9-6 ની સરસાઈ મેળવી અને 5 પોઈન્ટની મજબૂત લીડ લીધી. જોકે આ પછી ચીની ખેલાડી વાંગે સતત 2 પોઈન્ટ મેળવીને આ અંતર ઘટાડ્યું હતું અને એક તબક્કે પીવી સિંધુની લીડ ઘટીને 12-10 થઈ ગઈ હતી. લીડ ગુમાવતા જોઈને ભારતીય ખેલાડી પીવી સિંધુએ વધુ આક્રમક અભિગમ અપનાવ્યો હતો અને જોરદાર સ્મેશ ફટકારીને 4 પોઈન્ટની લીડ મેળવી હતી. પીવી સિંધુએ દબાણ બનાવીને ચીનની ખેલાડીને ભૂલ કરવા મજબૂર કરી અને ત્રીજી ગેમ 21-15થી જીતી લીધી અને સાથે સાથે ટાઇટલ પણ જીતીને ઇતિહાસ રચ્યો હતો.

g clip-path="url(#clip0_868_265)">