Pro Kabaddi : આજે બંગાળ વોરિયર્સ અને તેલુગુ ટાઇટન્સ વચ્ચે જંગ, હારનાર ટીમ માટે પ્લેઓફનો રસ્તો મુશ્કેલ

|

Feb 07, 2022 | 6:08 PM

આ સિઝનમાં શાનદાર શરૂઆત છતાં બંગાળ વોરિયર્સ પોઇન્ટ ટેબલમાં 11માં સ્થાને જતી રહી, ટીમ છેલ્લી 5 મેચમાં ચાર મેચ હારી ગઇ.

Pro Kabaddi : આજે બંગાળ વોરિયર્સ અને તેલુગુ ટાઇટન્સ વચ્ચે જંગ, હારનાર ટીમ માટે પ્લેઓફનો રસ્તો મુશ્કેલ
Bengal Warriors and Telugu Titans New

Follow us on

સોમવારે બેંગલુરુ શેરેટોન ગ્રાન્ડ વ્હાઇટફીલ્ડ સ્ટેડિયમમાં પ્રો કબડ્ડીની (Pro Kabaddi League) 101મી મેચ રમાશે. જ્યા ડિફેન્ડિંગ ચેમ્પિયન બંગાળ વોરિયર્સ (Bengal Warriors) નો સામનો તેલુગુ ટાઇટન્સ (Telugu Titans) વચ્ચે થશે. સિઝનમાં શાનદાર શરૂઆત કરવા છતાં બંગાળ વોરિયર્સ ટીમ પોઇન્ટ ટેબલમાં 11માં સ્થાને પહોંચી ગઇ છે. બંગાળની ટીમને છેલ્લી 5માંથી 4 મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો.

બંગાળ વોરિયર્સની ટીમ 41 પોઇન્ટ મેળવી ચુકી છે. તો બીજી તરફ અંતિમ સ્થાન પર હાજર તેલુગુ ટાઇટન્સ ટીમે માત્ર એક મેચમાં જીત મેળવી છે અને માત્ર 23 પોઇન્ટ ધરાવે છે. તેલુગુ ટાઇટન્સ ટીમને હજુ આ સિઝનમાં 6 મેચ રમવાની બાકી છે અને પ્લેઓફનો રસ્તો લગભગ મુશ્કેલ જણાઇ રહ્યો છે. આજની મેચ રાત્ર 8:30 વાગે શરૂ થશે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

બંગાળ વોરિયર્સ જીતની શોધમાં
સિઝનની શરૂઆતમાં શાનદાર પ્રદર્શન કરનાર ડિફેન્ડિંગ ચેમ્પિયન સતત 3 મેચ હારી ચુકી છે. હાલ પોઇન્ટ ટેબલમાં 11માં સ્થાને છે. ચિંતાની વાત એ છે કે હરિયાણા સ્ટીલર્સ અને પટના પાયરેસ્ટ સામે બંગાળ ટીમે મોટી હારનો સામનો કરવો પડ્યો હતો. મનિંદર સિંહની ઇજાના કારણે બંગાળ ટીમની ચિંતામાં વધારો થયો છે. આ સાતે જ રણ સિંહ અને અમિત નરવાલનું નબળું પ્રદર્શન પણ ટીમ માટે ચિંતાનો વિષય બન્યો છે.

એક હાર અને પ્લેઓફનો રસ્તો બંધ
સિદ્ધાર્થ દેશાઈ અને રોહિત કુમાર ઇજાગ્રસ્ત થયા બાદ સંદીપ કંડોલા ટીમનું સુકાની પદ સંભાળશે. ટીમને જીત નથી મળી રહી પણ હરીફ ટીમને મજબુત ટક્કર આપી રહી છે. રજનીશ પોતાના ફોર્મમાં પરત આવી ગયો છે અને વિકાસની ડિફેન્સ સતત હરીફને ચિંતામાં નાખી રહી છે. જો અંકિત બેનિવાલ પોતાનું ફોર્મ જાળવી રાખે તો તેલુગુ ટાઇટન્સ બીજી જીત મેળવવામાં સફળ રહી શકે છે.

આંકડા શું કહે છે
પ્રો કબડ્ડી લીગના ઇતિહાસમાં તેલુગુ ટાઇટન્સ અને બંગાળ વોરિયર્સ વચ્ચે અત્યાર સુધી 17 મેચ રમાઇ છે. જેમાં ડિફેન્ડિંગ ચેમ્પિચયન 10 વાર જીત મેલવી છે તો તેલુગુ ટાઇટન્સ માત્ર 3 વાર જ જીત મેલવવામાં સફળ રહી છે.

આ પણ વાંચો : Sports: આ ભારતીય મહિલા ખેલાડીઓએ પહેરી છે વર્ધી, કોઇ SP તો કોઇ ASP, જાણો કોણ કોણ છે સામેલ આ લીસ્ટમાં

આ પણ વાંચો : Sports: કપિલ દેવ થી લઇને ધોની અને મિલ્ખા સિંહ થી જીતુ રાય સુધી આ ભારતીય ખેલાડીઓએ પહેર્યા હતા યુનિફોર્મ, જુઓ

Next Article