PM નરેન્દ્ર મોદીએ પીવી સિંધુને ઐતિહાસિક જીત માટે અભિનંદન આપ્યા, કહ્યું દેશ માટે ગર્વની ક્ષણ છે
પીવી સિંધુ(PV Sindhu) એ રવિવારે પહેલીવાર સિંગાપોર ઓપન ટાઈટલ જીતીને ઈતિહાસ રચ્યો હતો.
PV Sindhu : વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi )એ ભારતીય બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુને ઐતિહાસિક જીતની શુભકામના પાઠવી છે, સિંધુએ રવિવારના રોજ પ્રથમ વખત સિંગાપોર ઓપનનો ખિતાબ જીત્યો હતો. પીએમ મોદીએ ટ્વિટ કરી સિંધુને પ્રથમ વખત સિંગાપોર ઓપન ચેમ્પિયન બનવાની શુભકામના પાઠવી છે, તેમણે ફરી એક વખત પોતાની શાનદાર પ્રતિભાનું પ્રદર્શન કરી અને સફળતા મેળવી છે. આ આખા દેશ માટે ખુશીનો દિવસ છે. તેના જીતથી આવનારા નવા ખેલાડીઓને પ્રેરણા મળશે. સિંધુએ સિંગાપોર ઓપન (Singapore Open)ની ફાઈનલમાં ચીનની જીયી વાંગને 21-9, 11-21, 21-15થી હાર આપી હતી. આ તેનું સીઝનનું ત્રીજી ટાઈટલ છે. આ પહેલા તેણે સૈયદ મોદી અને સિવ્સ ઓપન 2 સુપર 300 ટૂર્નામેનટ જીતી છે
ત્રીજા સેટમાં મુકાબલો રોમાંચક હતો
I congratulate @Pvsindhu1 on winning her first ever Singapore Open title. She has yet again demonstrated her exceptional sporting talent and achieved success. It is a proud moment for the country and will also give inspiration to upcoming players. https://t.co/VS8sSU7xdn
— Narendra Modi (@narendramodi) July 17, 2022
સિંગાપોર ઓપનના ખિતાબી મુકાબલામાં સિધું અને વાંગ વચ્ચે શાનદાર ટ્ક્કર જોવા મળી હતી. સિંધુએ આસાનીથી 21-9થી પહેલો સેટ જીત્યો હતો પરંતુ બીજા સેટમાં ચીની ખેલાડીએ ટક્કર આપી હતી અને 11-21થી ગેમ પોતાના નામે કરી આ મુકાબલો બરાબર કર્યો હતો. ત્રીજા અને ફાઈનલ સેટમાં સિંધુ અને વાંગ વચ્ચે ટક્કર જામી હતી. પૂર્વ વર્લ્ડ ચેમ્પિયન સિંધુએ શાનદાર રમત દેખાડી હતી. અંતે આ મુકાબલો પોતાને નામ કર્યો હતો
What a great pic. That’s not just her facial expression, but the expression of her soul. A fighter to the core. Never giving up, never getting demoralised by a slump. Teaching us how to Rise again… #PVSindhu https://t.co/bWwwW5rpgY
— anand mahindra (@anandmahindra) July 17, 2022
ટૉસની ભુમિ્કા મહત્વની રહી
આ મુકાબલામાં ટોસની ભુમિકા મહત્વની રહી હતી કારણ કે, હોલમાં ડ્રિફ્ટને કારણે ખેલાડીઓ મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા, તેણે આ વર્ષે ઓલ ઈંગ્લેન્ડ ચેમ્પિયનશિપમાં ચીનના ખેલાડીને હાર આપી હતી. કોમનવેલ્થ ગેમ્સ પહેલા આ મોટી જીત સાથે સિંધુનો આત્મવિશ્વાસ પણ વધ્યો છે.