US Open 2022 માં ભાગ લઇ શકશે રશિયા અને બેલારુસના ખેલાડીઓ, આ શરતે થશે ટુર્નામેન્ટમાં એન્ટ્રી

|

Jun 15, 2022 | 5:25 PM

United States Tennis Association એ રશિયા અને બેલારુસના ટેનિસ ખેલાડીઓને અમુક શરતના ધોરણે યુએસ ઓપન ટુર્નામેન્ટમાં રમવાની પરવાનગી આપી દીધી છે.

US Open 2022 માં ભાગ લઇ શકશે રશિયા અને બેલારુસના ખેલાડીઓ, આ શરતે થશે ટુર્નામેન્ટમાં એન્ટ્રી
US Open Tennis Tournament (File Photo)

Follow us on

રશિયા (Russia) અને બેલારુસ (Belarus) ના ટેનિસ ખેલાડીઓને આ વર્ષની યુએસ ઓપન (US Open) માં ભાગ લેવાની મંજૂરી આપવામાં આવી છે. જો કે આ ખેલાડીઓ આ ગ્રાન્ડ સ્લેમ (Grand Slam) ટુર્નામેન્ટમાં તેમના દેશના ધ્વજ હેઠળ ભાગ લઈ શકશે નહીં. તેઓ તટસ્થ ધ્વજની મદદથી ટુર્નામેન્ટમાં પ્રવેશ મેળવશે. મહત્વનું છે કે રશિયા અને બેલારુસના ખેલાડીઓને આ મહિનાના અંતમાં યોજાનારી વિમ્બલ્ડન (Wimbeldon Open 2022) માં ભાગ લેવાની મંજૂરી આપવામાં આવી નથી.

યુએસ ટેનિસ એસોસિએશન (USTA) એ એક નિવેદન જારી કરીને કહ્યું કે, ‘અન્ય ગ્રાન્ડ સ્લેમ, આઈટીએફ, એટીપી, ડબલ્યુટીએની જેમ, યુએસ ટેનિસ એસોસિએશન અગાઉ પણ રશિયા દ્વારા યુક્રેન પરના હુમલાની નિંદા કરી ચૂક્યું છે અને હજુ પણ આ બિનઉશ્કેરણીજનક અને અન્યાયી હુમલાની ટીકા કરે છે. યુએસટીએ આંતરરાષ્ટ્રીય ટેનિસ ફેડરેશન (ITF) અને આંતરરાષ્ટ્રીય ટીમ સ્પર્ધાઓમાંથી રશિયા અને બેલારુસના ટેનિસ ફેડરેશન પર પ્રતિબંધ મૂકવા અને આ દેશોના ખેલાડીઓને તટસ્થ ધ્વજ હેઠળ આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટમાં પ્રવેશવાની દિશાને પણ સમર્થન આપે છે.’

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

 

 

યુએસ ટેનિસ એસોસિએશન (USTA) એ નિવેદનમાં વધુમાં જણાવ્યું હતું કે, ‘અમે જાણીએ છીએ કે દરેક સંસ્થાએ અલગ-અલગ સંજોગોના આધારે નિર્ણય લેવાનો હોય છે. USTA તમામ પાત્ર ખેલાડીઓને, રાષ્ટ્રીયતાને અનુલક્ષીને, તેમના સંજોગોના આધારે 2022 યુએસ ઓપનમાં ભાગ લેવાની મંજૂરી આપે છે.’

રમતોમાં રશિયા અને બેલારુસનો બહિષ્કાર કરવાનું ચાલુ રાખ્યું છે

યુક્રેન પર હુમલા બાદથી રશિયા (Russia) અને બેલારુસ (Belarus) આંતરરાષ્ટ્રીય સ્તરે ગેમ્સનો બહિષ્કાર કરી રહ્યાં છે. જોકે ઘણા વિશ્વ કક્ષાના ખેલાડીઓ પણ આ હુમલાની નિંદા કરી રહ્યા છે. આ હુમલા પછી જ આંતરરાષ્ટ્રીય સ્તરે ઘણા વિવિધ સ્પોર્ટ્સ ફેડરેશનોએ રશિયા અને બેલારુસના સ્પોર્ટ્સ ફેડરેશનો પર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે. રશિયા અને બેલારુસના ખેલાડીઓને પણ ઘણી મોટી ટુર્નામેન્ટમાં ભાગ લેવાની મંજૂરી આપવામાં આવી ન હતી. જો કે ત્યાર બાદ કેટલીક રમતોમાં તેમને તટસ્થ ધ્વજ હેઠળ ટુર્નામેન્ટમાં પ્રવેશવાની તક આપવામાં આવી હતી. હાલમાં આંતરરાષ્ટ્રીય સ્તરની ટુર્નામેન્ટમાં રશિયા અને બેલારુસના ખેલાડીઓ પોતપોતાના દેશોના ધ્વજ વિના તટસ્થ ધ્વજની મદદથી ટુર્નામેન્ટમાં રમી રહ્યા છે.

Next Article