Australian Open 2021: નોવાક જોકોવિચને જોરદાર ફટકો, વિશ્વનો નંબર 1 ખેલાડી કેસ હારી ગયો
નોવાક જોકોવિચ (Novak DJokovic)ને રસી વિના ઓસ્ટ્રેલિયા આવવાની મંજૂરી આપવામાં આવી હતી, જેના કારણે ભારે હોબાળો થયો હતો અને વિવાદ શરૂ થયો હતો.
Australian Open 2021: વિશ્વનો નંબર વન પુરુષ ટેનિસ ખેલાડી (Tennis player) સર્બિયાનો નોવાક જોકોવિચ આ વર્ષે ઓસ્ટ્રેલિયન ઓપનમાં ભાગ લેશે નહીં. ઓસ્ટ્રેલિયન કોર્ટે વિઝા રદ કરવા સામે તેની અપીલ ફગાવી દીધી છે અને હવે સર્બિયન સ્ટારને ઓસ્ટ્રેલિયાથી પરત મોકલવામાં આવશે. ઓસ્ટ્રેલિયન ઓપન 2022ના એક દિવસ પહેલા, સોમવાર 17 જાન્યુઆરીથી શરૂ થઈ રહી છે, મેલબોર્નની ફેડરલ કોર્ટે જોકોવિચના વિઝાને રદ કરવાના ઓસ્ટ્રેલિયન સરકારના મંત્રીના નિર્ણયને માન્ય રાખ્યો છે. આવી સ્થિતિમાં હવે જોકોવિચ ટૂંક સમયમાં ઓસ્ટ્રેલિયા (Australia)થી પરત ફરશે.
શુક્રવારે, 14 જાન્યુઆરીના રોજ, ઓસ્ટ્રેલિયાના ઇમિગ્રેશન મંત્રીએ જોકોવિચના વિઝાને રદ કરવાનો નિર્ણય કર્યો. રેકોર્ડ નવ વખતની ઓસ્ટ્રેલિયન ઓપન ચેમ્પિયન સર્બિયન સ્ટારે દેશમાંથી હાંકી કાઢવાના નિર્ણય સામે અપીલ કરી હતી. રવિવાર 16 જાન્યુઆરીના રોજ, ફેડરલ કોર્ટ (Federal Court) ના ત્રણ ન્યાયાધીશોએ અનુભવી ખેલાડી વિરુદ્ધ ચુકાદો આપ્યો અને જાહેર હિતના આધારે વિઝા રદ કરવાના ઇમિગ્રેશન પ્રધાનના નિર્ણયને સમર્થન આપ્યું.
ઓસ્ટ્રેલિયન સરકારનું શું કહેવું છે
ઓસ્ટ્રેલિયન સરકારે નોવાક જોકોવિચ (Novak DJokovic) ને જાહેર ખતરો ગણાવ્યો છે. ઓસ્ટ્રેલિયા ઓપન ટૂર્નામેન્ટમાં આવતા પહેલા જોકોવિચને કોરોના સંક્રમિત થયો હતો, તેમ છતાં ગયા મહિને તેણે પોતાના દેશ સર્બિયામાં અનેક ઈવેન્ટ્સમાં ભાગ લીધો હતો. જોકોવિચે પોતે કબૂલ્યું હતું કે તે પોઝિટિવ હોવા છતાં પત્રકારને મળ્યો હતો. ઓસ્ટ્રેલિયામાં પ્રવેશવા માટે તેણે ઈમિગ્રેશન ફોર્મમાં પણ ભૂલો કરી હતી. આ કારણે ઓસ્ટ્રેલિયા પહોંચતા જ તેના વિઝા રદ કરી દેવામાં આવ્યા હતા.
પહેલો કેસ જીત્યો, બીજી વાર હારી ગયો
જોકોવિચનો વિઝા બીજી વખત રદ્દ કરવામાં આવ્યો હતો. નોવાકે પહેલા વિઝા કેસમાં ઓસ્ટ્રેલિયન સરકાર સામેનો કેસ જીત્યો હતો. ઓસ્ટ્રેલિયન સરકાર દ્વારા મેલબોર્નની કોર્ટ દ્વારા જોકોવિચના વિઝાને નકારી કાઢવામાં આવ્યો હતો.
કોર્ટે આદેશ આપ્યો હતો કે, તેમનો પાસપોર્ટ અને સરકાર દ્વારા જપ્ત કરવામાં આવેલી અન્ય કોઈપણ ચીજવસ્તુઓ તાત્કાલિક પરત કરવામાં આવે. આ પછી તેણે પ્રેક્ટિસ પણ શરૂ કરી દીધી હતી, પરંતુ બીજી વખત કોર્ટે ઓસ્ટ્રેલિયા સરકારની સલાહ માની લીધી છે.