PKL Auction 2021: પ્રદિપ નરવાલે કરોડો માં દાવ સાથે તોડ્યો રેકોર્ડ, પ્રો કબડ્ડી લીગમાં સૌથી મોંઘા ખેલાડી તરીકે ખરીદાયો
પ્રદીપ નરવાલ (Pardeep Narwal) પ્રો કબડ્ડી લીગ (Pro Kabaddi League) નો સૌથી સફળ ખેલાડીઓમાંથી એક છે. તેણે પટનાને આ લીગમાં ચેમ્પિયન બનાવી હતી. તે એક રેડર તરીકે રમે છે.
પ્રદીપ નરવાલ (Pardeep Narwal) પ્રો કબડ્ડી લીગ (Pro Kabaddi League) નો સૌથી મોંઘો ખેલાડી બની ગયો છે. પીકેએલ 2021 (PKL 2021) ની હરાજીમાં, યુપી યોદ્ધા (UP Yoddha) એ આ ખેલાડીને 1.65 કરોડ રૂપિયાની રેકોર્ડ રકમ માટે ખરીદ્યો હતો. પ્રદીપ નરવાલ યુપી યોદ્ધા ટીમ તરફથી પ્રથમ વખત રમશે. અત્યાર સુધી તે પટના પાઇરેટ્સ તરફથી રમી રહ્યો હતો. પ્રદીપે મોનુ ગોયતનો રેકોર્ડ તોડ્યો છે. મોનુ ને હરિયાણા સ્ટીલર્સે છ સિઝન પહેલા 1.51 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.
1.5 કરોડથી વધુની બિડ મેળવનાર તે પ્રથમ ખેલાડી હતો. PKL ની હરાજીનો આજે બીજો દિવસ હતો. આમાં માત્ર બે ખેલાડીઓને એક કરોડથી ઉપરની બિડ મળી હતી. પ્રદીપ નરવાલ સિવાય સિદ્ધાર્થ દેસાઈનું નામ આમાં સામેલ હતું.
પ્રદીપ નરવાલ પ્રો કબડ્ડી લીગના સૌથી સફળ ખેલાડીઓમાંથી એક છે. તેણે પટનાની ટીમને આ લીગના ચેમ્પિયન પણ બનાવી છે. તે રેડર તરીકે રમે છે. બિડ બાદ પ્રદીપ નરવાલે કહ્યું કે તેને અપેક્ષા હતી કે તેના માટે દોઢેક કરોડ રૂપિયાની બોલી લાગશે. તેણે કહ્યું, હું ખૂબ જ ખુશ છું કે યુપી યોદ્ધાએ મને સાઇન કર્યો છે. હું પહેલી વખત આ ટીમમાં આવ્યો છું અને એ સારી વાત છે કે નવી ટીમે મને સાઇન કર્યો છે. મને અપેક્ષા હતી કે બિડ 1.5 કરોડથી ઉપર જશે અને હું ખૂબ ખુશ છું.
સિદ્ધાર્થ દેસાઈ પર મોટી બોલી
PKL 2021 ની હરાજીમાં પ્રદીપ પછી સિદ્ધાર્થ દેસાઈ બીજો સૌથી મોંઘો ખેલાડી હતો. તેને તેલુગુ ટાઇટન્સે 1.30 કરોડ રૂપિયામાં લીધો હતો. તે પ્રો કબડ્ડી લીગમાં 200 રેઈડિંગ પોઈન્ટ ઉમેરવા માટે સૌથી ઝડપી છે. સિદ્ધાર્થ પછી, મનજીત (તમિલ થલાઇવાસ) 92 લાખ, સચિન (પટના પાઇરેટ્સ) 84 લાખ, રોહિત ગુલિયા (હરિયાણા સ્ટીલર્સ) 83 લાખ, સુરજીત સિંહ (તમિલ થલાઇવાઝ) અને રવિન્દર પહલ (ગુજરાત જાયન્ટ્સ) 74 લાખ સૌથી મોંઘા ખેલાડીઓમાં હતા. કબડ્ડીની રમતના ચાહકો આ મોંઘાદાટ ખેલાડીઓ થી ભરેલી લીગની શરુઆત થવાની રાહ જોઇ રહ્યા છે.