AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Paris Olympics 2024: મનુ ભાકરના ટેટૂનું શું છે રહસ્ય? જેણે તેને પેરિસ ઓલિમ્પિકમાં મેડલ જીતવાની પ્રેરણા આપી

મનુ ભાકરે પેરિસ ઓલિમ્પિક 2024માં રવિવારે ઈતિહાસ રચ્યો હતો. ઓલિમ્પિકમાં શૂટિંગમાં મેડલ જીતનારી તે દેશની પ્રથમ મહિલા બની હતી. તેણે બ્રોન્ઝ મેડલ કબજે કર્યો હતો. મનુએ આ જીતમાં ભગવદ ગીતાની ભૂમિકા વિશે વાત કરી, પરંતુ આ સિવાય તેની ગરદનના પાછળના ભાગે બનાવેલા ટેટૂએ પણ તેની જીતમાં મહત્વનો ફાળો આપ્યો હતો.

Paris Olympics 2024: મનુ ભાકરના ટેટૂનું શું છે રહસ્ય? જેણે તેને પેરિસ ઓલિમ્પિકમાં મેડલ જીતવાની પ્રેરણા આપી
Manu Bhakar
| Updated on: Jul 30, 2024 | 9:40 PM
Share

પેરિસ ઓલિમ્પિકમાં ભારત માટે પહેલો મેડલ જીતનાર મનુ ભાકરની ચર્ચા દરેક જગ્યાએ થઈ રહી છે. 28 જુલાઈએ તેણે 10 મીટર એર પિસ્તોલ શૂટિંગમાં બ્રોન્ઝ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો હતો. ઓલિમ્પિકમાં શૂટિંગમાં મેડલ જીતનારી તે દેશની પ્રથમ મહિલા બની હતી. જીત બાદ મનુ ભાકરે પોતે કહ્યું હતું કે તે ભગવદ ગીતાથી ખૂબ જ પ્રેરિત હતી અને તેની મદદથી તે ભારત માટે પહેલો મેડલ જીતવામાં સફળ રહી હતી, પરંતુ શું તમે જાણો છો કે આ ઐતિહાસિક સફળતામાં એક ટેટૂએ પણ મહત્વની ભૂમિકા ભજવી હતી. મનુ ભાકરે પોતાના શરીર પર એક ટેટૂ કરાવ્યું છે, જેનાથી તેને ઓલિમ્પિકમાં મેડલ જીતવાની પ્રેરણા મળી છે.

આ ટેટૂ શા માટે કરવામાં આવ્યું હતું?

વાસ્તવમાં, મનુ ભાકરે તેની ગરદનની પાછળ એક ટેટૂ કરાવ્યું છે. આ ટેટૂ ‘સ્ટિલ આઈ રાઈઝ’નું છે, જે મનુ ભાકરે પોતાને પ્રોત્સાહિત કરવા માટે કરાવ્યું હતું. વર્ષ 2020માં યોજાયેલી ટોક્યો ઓલિમ્પિકમાં તેનું પ્રદર્શન ખૂબ જ નિરાશાજનક હતું અને તેથી તે કોઈ મેડલ જીતી શકી ન હતી. જે પછી જ તેણે આ ટેટૂ કરાવ્યું, જેથી તેને જીવનમાં આગળ વધવાની પ્રેરણા હંમેશા મળતી રહે.

અમેરિકન કવયિત્રી પાસેથી પ્રેરણા મળી

તેણે ‘સ્ટિલ આઈ રાઈઝ’નું આ ટેટૂ એક પ્રખ્યાત કવિયત્રીની કવિતાથી પ્રેરિત થઈ કરાવ્યું હતું. આ કવયિત્રીનું નામ માયા એન્જેલો છે, જે એક પ્રખ્યાત અમેરિકન લેખિકા, ગાયક અને સામાજિક કાર્યકર હતી. તેમણે ‘સ્ટિલ આઈ રાઈઝ’ નામની કવિતા લખી હતી, જે વર્ષ 1978માં પ્રકાશિત થઈ હતી. જે લોકો મુશ્કેલીઓથી ઘેરાયેલા છે અને જેમના મનમાં નિરાશા સિવાય બીજું કંઈ નથી, આ કવિતા તેમને મુશ્કેલીઓને દૂર કરીને ફરીથી ઉભા થવાની પ્રેરણા આપે છે. આ કવિતાએ મનુ ભાકરને ટોક્યો ઓલિમ્પિકમાં તેની હાર બાદ ફરી જીત માટે પ્રેરણા આપી હતી.

આ પણ વાંચો: પેરિસ ઓલિમ્પિકમાં પ્રથમ મેડલ જીતાડનાર મનુ ભાકરે ક્રિકેટના બેટને બદલે બંદૂકની ગોળી પસંદ કરી,આવો છે પરિવાર

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
g clip-path="url(#clip0_868_265)">