Paris Olympics 2024 : ઓલિમ્પિકના ઈતિહાસમાં વિનેશ ફોગાટના સપના ત્રણ વખત તૂટ્યા
વિનેશ ફોગાટનું સૌથી મોટું સપનું શું હતુ? ઓલિમ્પિકમાં શું સપનું હતુ. કઈ રીતે ઓલિમ્પિકની મેટમાં એક નહિ પરંતુ 3 વખત સપનું તૂટ્યું છે. વિનેશ ફોગાટ સાથે જોડાયેલા આ તમામ સવાલોના જવાબ જાણો.

વિનેશ ફોગાટ જ્યારે કુશ્તીમાં પોતાનું કરિયર બનાવવાનું સપનું જોયું હશે, ત્યારે તેને ખબર પણ નહિ હોય કે, એક દિવસ ઓલિમ્પિકની મેટ પર પોતાની રમતથી વર્લ્ડ ચેમ્પિયનને તો હરાવશે, વિનેશ ફોગાટ રિયોથી લઈ પેરિસ સુધી રમી ચૂકી છે પરંતુ અફસોસ એ વાતનો છે કે, દર વખતે તેને નિરાશા હાથ લાગી છે. રિયો,ટોક્યો અને પેરિસ 3 ઓલિમ્પિકમાં તેનું સૌથી મોટું સપનું જોયું હતુ તે તુટી ગયું છે.
ઓલિમ્પિક ચેમ્પિયન બનવાનું સપનું પેરિસમાં અધુરું રહ્યું
હવે સવાલ એ છે કે, વિનેશ ફોગાટનું સૌથી મોટું સપનું શું હતુ?તેનું સપનું દેશ માટે મેડલ જીતવાનું ન હતુ પરંતુ ઓલિમ્પિક ચેમ્પિયન બનવાનું હતુ. પેરિસમાં વિનેશે પોતાના આ સપનાની નજીક પહોંચી ગઈ અને ફાઈનલમાં પણ એન્ટ્રી કરી લીધી હતી. ઓલિમ્પિક ચેમ્પિયનનો ટેગ હવે માત્ર એક ડગલું દુર હતુ પરંતુ કિસ્મતને કાંઈ અલગ જ મંજુર હતુ.
એક વિવાદે ગોલ્ડ જીતવાનું સપનું તોડ્યું
ફાઈનલના દિવસે ઈવેન્ટ પહેલા વિનેશ ફોગાટ ઓવરવેટ સાથે ફસાય હતી અને તેનું ગોલ્ડ મેડલ જીતી ઓલિમ્પિક ચેમ્પિયન બનવાનું સપનું તુટી ગયું હતુ. વિનેશ ફોગાટે પેરિસમાં રમી ત્રીજી ઓલિમ્પિકમાં મહિલાઓના 50 કિલો વર્ગમાં ભાગ લીધો હતો.
ટોક્યોમાં ક્વાર્ટર ફાઈનલથી આગળ વધી શકી નહિ
રિયોમાં ઈજાનો શિકાર બનેલી વિનેશ મોટી આશા સાથે 2020માં જાપાનની રાજધાની ટોક્યોમાં આયોજિત ઓલિમ્પિકમાં પહોંચી પરંતુ તેનું સપનું તુટી ગયું હતુ. વિનેશનું સફર ક્વાર્ટર ફાઈનલ સુધી જ રહી હતી. તેમણે વેનેસા કલાદજિસ્કાયે હાર આપી હતી. ટોક્યો ઓલિમ્પિકમાં વિનેશ ફોગાટે મહિલાઓના 53 કિલો વર્ગમાં ભાગ લીધો હતો.
સિલ્વર મેડલ આપવાની માંગ કરી
રિયો, ટોક્યો અને પેરિસ 3 ઓલિમ્પિક રમનારી વિનેશ ફોગાટ પહેલી ભારતીય મહિલા રેસલર બની ગઈ છે પરંતુ ત્રણેય વખત ઓલિમ્પિકમાં ચેમ્પિયન બનવાનું સપનું તુટી ગયું છે.આજે એટલે કે 13મી ઓગસ્ટે આ નિર્ણય ભારતીય સમય અનુસાર રાત્રે 9.30 વાગ્યે અથવા તે પહેલાં આવશે. વિનેશે આ કેસમાં સિલ્વર મેડલ આપવાની માંગ કરી છે. વિનેશની આ માંગ તેના આધારે છે કે તેણીએ એક દિવસ અગાઉ સેમિફાઇનલ સહિત તેની ત્રણેય મેચો 50 કિલોની નિર્ધારિત વજન મર્યાદામાં રમી હતી.
