Paris Olympic 2024 : પેરિસ ઓલિમ્પિકમાં ભારતનો પ્રવાસ આ દિવસથી શરૂ થશે, પહેલી વખત ઉદ્ઘાટન સમારોહ ખાસ હશે

ઓલિમ્પિકમાં ભારતની સફરની શરુઆત 25 જુલાઈથી થશે. સૌથી પહેલા ભારતીય તીરંદાજની ઈવેન્ટ જોવા મળશે. ભારતની પહેલી મેડલ ઈવેન્ટ 27 જુલાઈના રોજ હશે.

Paris Olympic 2024 : પેરિસ ઓલિમ્પિકમાં ભારતનો પ્રવાસ આ દિવસથી શરૂ થશે, પહેલી વખત ઉદ્ઘાટન સમારોહ ખાસ હશે
Follow Us:
| Updated on: Jul 12, 2024 | 12:12 PM

રમતના મોટા મહાકુંભને શરુ થવાને હવે માત્ર ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. જેની તૈયારીમાં માત્ર ભારત જ નહિ પરંતુ દુનિયાભરના ખેલાડીઓ લાગી ચુક્યા છે.પેરિસ ઓલિમ્પિકની શરુઆત 26 જુલાઈના રોજ ઓપનિંગ સેરેમની સાથે થશે પરંતુ આ ઈવેન્ટની શરુઆત 24 જુલાઈથી થશે.

ભારત આ વખતે 112માંથી 16 રમતમાં ખેલાડીઓને મોકલશે. જેમાં 47 મહિલા અને 65 પુરુષ ખેલાડી સામેલ છે. ભારતે ટોક્યો ઓલિમ્પિકમાં પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન આપ્યું હતુ અને સાત મેડલ જીત્યા હતા. આ વખતે મેડલની સંખ્યા વધે તેવી આશા છે.

ભારતની સફરની શરુઆત 25 જુલાઈથી થશે

ઓલિમ્પિકમાં ભારતની સફરની શરુઆત 25 જુલાઈથી થશે. સૌથી પહેલા ભારતીય તીરંદાજની ઈવેન્ટ જોવા મળશે. ભારતની પહેલી મેડલ ઈવેન્ટ 27 જુલાઈના રોજ હશે. ભારતને પહેલો મેડલ શૂટિંગમાં આવી શકે છે.પેરિસ ઓલિમ્પિક 2024 26 જુલાઈથી શરુ થઈ 11 ઓગસ્ટ સુધી રમાશે. આ દરમિયાન 329 ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 184 દેશના 10,500 ખેલાડીઓ ભાગ લેશે. આ વર્ષ રમતમાં બ્રેકડાન્સિંગ પણ પહેલી વખત જોવા મળશે. પહેલી વખત ઉદ્ધાટન સમારોહ સ્ટેડિયમમાં આયોજિત કરવામાં આવશે નહિ.

આજનું રાશિફળ તારીખ : 06-10-2024
IPL 2025માં MS ધોનીના રમવા પર સસ્પેન્સ યથાવત
માંસ કેમ ન ખાવું જોઈએ ? દેવરાહા બાબાએ જણાવ્યું મોટું કારણ, જુઓ Video
Indian Oil ભારતમાં, તો પછી વિશ્વની સૌથી મોટી Oil Company કઈ છે?
ઘરે તુલસી છે ! જાણી લો મંજરી કયા દિવસે ન તોડવી જોઈએ?
સ્વાતંત્ર્ય સંગ્રામ દરમિયાન આવી મોટી ગાડીઓમાં ફરતા હતા મહાત્મા ગાંધી, જુઓ Photos

ઓલિમ્પિકમાં 26મી વખત ભારત મેદાનમાં ઉતરશે

ભારત 26મી વખત ઓલિમ્પિકમાં ભાગ લેશે. ઓલિમ્પિકના ઈતિહાસની વાત કરીએ તો ભારતે અત્યારસુધી કુલ 35 મેડલ પોતાને નામ કર્યા છે. જેમાં 10 ગોલ્ડ મેડલ, 9 સિલ્વર મેડલ અને 16 બ્રોન્ઝ મેડલ સામેલ છે. સૌથી વધારે 8 ગોલ્ડ મેડલ ભારતે હોકી ટીમમાં જીત્યા છે. દેશના નામે વ્યક્તિગત સ્પર્ધામાં 2 ગોલ્ડ મેડલ છે. જે અભિનવ બિન્દ્રાએ 2008માં બીજિંગ ઓલિમ્પિક દરમિયાન નિશાનેબાજી અને ટોક્યોમાં 2020માં નીરજ ચોપરાએ ભાલાફેંકમાં જીત્યો હતો. સૌથી શાનદાર ઓલિમ્પિકની વાત કરીએ તો ભારતે 2012માં લંડન ઓલિમ્પિકને પાછળ રાખી ટોક્યો ઓલિમ્પિકમાં 7 મેડલ પોતાને નામ કર્યા હતા. જેમાં તેનું શાનદાર પ્રદર્શન રહ્યું હતુ.

છ ઓલિમ્પિકમાં ખાતું પણ ખોલાવી શક્યા નથી

ભારતે અત્યાર સુધીમાં 25 ઓલિમ્પિકમાં ભાગ લીધો છે. તેમાંથી છ ઓલિમ્પિકમાં તે એક પણ મેડલ જીતી શક્યો નહોતો. ભારત 1920, 1924, 1976, 1984, 1988 અને 1992 ઓલિમ્પિક ગેમ્સમાં એક પણ મેડલ જીતી શક્યું નથી. મોર્ડન ઓલિમ્પિક ગેમ્સ 1896 થી યોજાઈ રહી છે.ભારત પેરિસ ઓલિમ્પિકમાં લગભગ 120 ખેલાડીઓની ટીમ મોકલી રહ્યું છે. આ વખતે ભારતની નજર શક્ય તેટલા મેડલ જીતવા પર છે. ગુરુવારે પીએમ મોદી ઓલિમ્પિકમાં ભાગ લઈ રહેલા ખેલાડીઓને મળ્યા હતા. આ દરમિયાન તેની ખેલાડીઓ સાથેની વાતચીત પણ કરી હતી.

પાંડેસરામાં BRTS ચાલકે રોડક્રોસ કરતા યુવકને લીધો અડફેટે
પાંડેસરામાં BRTS ચાલકે રોડક્રોસ કરતા યુવકને લીધો અડફેટે
આશ્રમ શાળામાં બાળકી સાથે આચાર્યએ કર્યા અડપલા
આશ્રમ શાળામાં બાળકી સાથે આચાર્યએ કર્યા અડપલા
અરબસાગરમાં સિસ્ટમ સક્રિય થતા ગુજરાતમાં ફરી મેઘરાજા બોલાવશે ધડબટાડી
અરબસાગરમાં સિસ્ટમ સક્રિય થતા ગુજરાતમાં ફરી મેઘરાજા બોલાવશે ધડબટાડી
આ 5 રાશિના જાતકોને આજે પૈસાની લેવડ-દેવડમાં સાવધાની રાખે
આ 5 રાશિના જાતકોને આજે પૈસાની લેવડ-દેવડમાં સાવધાની રાખે
કોલેજ કેમ્પસમાં દારૂની મહેફિલ, પોલીસે 5 સિક્યુરિટી ગાર્ડની કરી ધરપકડ
કોલેજ કેમ્પસમાં દારૂની મહેફિલ, પોલીસે 5 સિક્યુરિટી ગાર્ડની કરી ધરપકડ
સ્વામીના નવરાત્રી અંગેના બફાટથી સનાતમ ધર્મના અગ્રણીઓ થયા લાલઘુમ- Video
સ્વામીના નવરાત્રી અંગેના બફાટથી સનાતમ ધર્મના અગ્રણીઓ થયા લાલઘુમ- Video
વરસાદને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી, આ તારીખથી શરૂ થશે વરસાદી રાઉન્ડ
વરસાદને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી, આ તારીખથી શરૂ થશે વરસાદી રાઉન્ડ
ઘોડા, કાર પર ક્ષત્રાણિયોએ તલવાર સાથે કરતબ કરી ગરબે ઘૂમ્યા
ઘોડા, કાર પર ક્ષત્રાણિયોએ તલવાર સાથે કરતબ કરી ગરબે ઘૂમ્યા
સ્વામીનારાયણના વધુ એક સ્વામીએ નવરાત્રીને લઈને કર્યો વાણીવિલાસ- Video
સ્વામીનારાયણના વધુ એક સ્વામીએ નવરાત્રીને લઈને કર્યો વાણીવિલાસ- Video
ધ્રોલ તાલુકાનો મુખ્ય રોડ બન્યો બિસ્માર, સ્થાનિકોમાં રોષ
ધ્રોલ તાલુકાનો મુખ્ય રોડ બન્યો બિસ્માર, સ્થાનિકોમાં રોષ
g clip-path="url(#clip0_868_265)">