ટેબલ ટેનિસ પ્લેયરના મૃત્યુ બાદ પિતાએ મદદ માટે કરી વિનંતી, SAIએ કર્યો ઇનકાર

|

Jun 02, 2022 | 4:36 PM

ભારતના ઉભરતા ટેબલ ટેનિસ ખેલાડી વિશ્વ દીનદયાલન (Vishwa Deendayalan)નું 17 એપ્રિલના રોજ એક કાર અકસ્માતમાં અવસાન થયું હતું. તે સમયે તે ટુર્નામેન્ટ રમવા જઈ રહ્યો હતો

ટેબલ ટેનિસ પ્લેયરના મૃત્યુ બાદ પિતાએ મદદ માટે કરી વિનંતી, SAIએ કર્યો ઇનકાર
ટેબલ ટેનિસ પ્લેયરના મૃત્યુ બાદ પિતાએ મદદ માટે કરી વિનંતી, SAIએ કર્યો ઇનકાર

Follow us on

Vishwa Deendayalan : એક મહિના પહેલા, ભારતના પ્રતિભાશાળી ટેબલ ટેનિસ ખેલાડી વિશ્વ દીનદયાલન (Vishwa Deendayalan)નું અવસાન થયું. જો કે, હજુ સુધી તેનો પરિવાર પુત્રના મૃત્યુ પર વીમો મળે તેની રાહ જોઈ રહ્યો છે. વિશ્વાના પિતાનું કહેવું છે કે, તેણે સાઈ ને ત્રણ અઠવાડિયા માટે પત્ર લખીને વીમો માંગ્યો હતો જે તેને ખેલો ઈન્ડિયા (Khelo India) પહેલ હેઠળ મળવો જોઈતો હતો પરંતુ હજુ સુધી કોઈ જવાબ આવ્યો નથી. 17 એપ્રિલે વિશ્વા (Vishwa Deendayalan) તેના અન્ય ત્રણ ખેલાડીઓ સાથે ગુવાહાટીથી શિલોંગ જઈ રહ્યા હતા ત્યારે એક ટ્રકે તેમને ટક્કર મારી હતી. આ પછી વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને રમતગમત પ્રધાન અનુરાગ ઠાકુરે (Anurag Thakur) નિધન પર શોક વ્યક્ત કર્યો હતો.

વિશ્વાના પિતા વીમો મેળવવાની રાહ જોઈ રહ્યા છે

વિશ્વાના પિતા દીનદયાલન કહે છે કે, તેમણે અખબારોમાં અને ખેલો ઈન્ડિયાની વેબસાઈટ પર વીમા યોજના વિશે વાંચ્યું હતું અને ઈચ્છતા હતા કે, સરકાર તેમના પુત્રને તે વીમો આપે કારણ કે તે રાષ્ટ્રીય ફરજ પર હતો. ધ ઈન્ડિયન એક્સપ્રેસ સાથેની વાતચીતમાં સાઈએ આવા દાવાઓને નકારી કાઢ્યા હતા. તે કહે છે કે વિશ્વાસ SAI ના નિયમોના આધારે વીમા માટે હકદાર નથી કારણ કે તે છેલ્લા એક વર્ષથી (1 જૂન 2021-31 મે 2022) નેશનલ સેન્ટર ઑફ એક્સેલન્સ અથવા ખેલો ઇન્ડિયા માન્ય એકેડેમીના તાલીમાર્થી ન હતા.

સાંઈના નિયમો શું છે?

જોકે સાઈની વેબસાઈટ કંઈક બીજું જ કહે છે. વિશ્વાસ સબ-જુનિયર નેશનલ ચેમ્પિયન હતો અને સિનિયર ઈન્ડિયા ટીમ સેટ-અપનો ભાગ હતો. તે ચેન્નાઈની ક્રિષ્નાસ્વની ટીટી ક્લબમાં તાલીમ લેતો હતો જે માન્યતા પ્રાપ્ત નથી. જોકે, સાઈની વેબસાઈટ પરના એક દસ્તાવેજમાં કહેવામાં આવ્યું છે કે, એકેડેમીને માન્યતા છે કે નહીં, બંને વચ્ચે કોઈ તફાવત નથી. જ્યારે આ વિશે પૂછવામાં આવ્યું ત્યારે સાઈએ કહ્યું, ‘1 જૂન, 2021 થી 31 મે, 2022 સુધી, ખેલો ઈન્ડિયાના એથ્લેટ્સ જેઓ માન્યતા પ્રાપ્ત એકેડમીમાં તાલીમ લઈ રહ્યા હતા તેમનો વીમો લેવામાં આવ્યો હતો. બાકીના ખેલાડીઓ જેમણે પોતાનો વીમો કરાવ્યો હતો તેઓને પછીથી ચૂકવણી કરવાની સુવિધા પૂરી પાડવામાં આવી હતી.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

વિશ્વાના પિતાએ કહ્યું, ‘અમને અમારા પુત્ર પાસેથી ઘણી અપેક્ષાઓ હતી. તે કહેતો હતો કે આ વર્ષે તે વર્લ્ડ ચેમ્પિયનશિપ માટે ક્વોલિફાય થશે. હું હંમેશા ભગવાનને પ્રાર્થના કરતો હતો કે, હું જીવતો રહું જેથી કરીને હું તેને ઓલિમ્પિકમાં રમતા જોઈ શકું પરંતુ હવે અમે બધું ગુમાવ્યું.’ દીનદયાલને વર્ષ 2020માં ચેન્નાઈમાં MNC કંપનીમાં HRની નોકરી ગુમાવી દીધી. ત્યારથી પરિવાર તેમની બચેલી રકમ પર ઘર ચલાવી રહ્યો છે.

Next Article