AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

JAMNAGAR : ત્રણ દિવસીય ઓપન ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ યોજાઈ, 250 ખેલાડીઓએ ભાગ લીધો

જામનગર ડ્રીસ્ટીક ટેબલ ટેનીસ એસોશિયેશન અને ગુજરાત સ્ટેટ ટેબલ ટેનીસ એસોશિયેશનના સંયુકત ઉપક્રમે ઓપન ગુજરાત મેજર રેકીંગ ટેબલ ટેનીસ ટુર્નામેન્ટ યોજાઈ જામનગરમાં યોજાઈ. રાજયના અમદાવાદ, બરોડા, સુરત, રાજકોટ સહીતના શહેરોમાં કુલ 250 જેટલા ખેલાડીઓ આ ટુર્નામેન્ટમાં ભાગ લીધો.

JAMNAGAR : ત્રણ દિવસીય ઓપન ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ યોજાઈ, 250 ખેલાડીઓએ ભાગ લીધો
JAMNAGAR: Three Day Open Gujarat State Ranking Table Tennis Tournament Held, 250 Players Participated
Divyesh Vayeda
| Edited By: | Updated on: Sep 27, 2021 | 12:53 PM
Share

જામનગરમાં ઓપન ગુજરાત મેજર રેકીંગ ટેબલ ટેનીસ ટુર્નામેન્ટ યોજાઈ. ત્રણ દિવસીય ચાલનારી આ ટુર્નામેન્ટમાં રાજયભરના 250 ખેલાડીઓ જોર અજમાવ્યુ. કોરોના કાળ બાદ લાંબા સમય બાદ આવી ટુર્નામેન્ટનુ આયોજન થતા ખેલાડીઓમાં બમણો ઉત્સાહ જોવા મળ્યો.

જામનગર ડ્રીસ્ટીક ટેબલ ટેનીસ એસોશિયેશન અને ગુજરાત સ્ટેટ ટેબલ ટેનીસ એસોશિયેશનના સંયુકત ઉપક્રમે ઓપન ગુજરાત મેજર રેકીંગ ટેબલ ટેનીસ ટુર્નામેન્ટ યોજાઈ જામનગરમાં યોજાઈ. રાજયના અમદાવાદ, બરોડા, સુરત, રાજકોટ સહીતના શહેરોમાં કુલ 250 જેટલા ખેલાડીઓ આ ટુર્નામેન્ટમાં ભાગ લીધો. કોરોનાના કારણે લાંબા સમયે આવી ટુર્નામેન્ટનુ આયોજન થતા ખેલાડીઓ ઉત્સાહભૈર ભાગ લીધો. જેમાં ટેબલ ટેનીસના નવા ખેલાડી તેમજ સ્ટેટ અને નેશનલ લેવલની ટુર્નામેન્ટમાં ભાગ લેનાર ખેલાડીઓ જામનગરની આ ટુર્નામેન્ટમાં ભાગ લીધો. આ પ્રકારની ટુર્નામેન્ટ યોજાય તો નવા ખેલાડીઓને અનુભવ અને રમત ક્ષેત્રે આગળ વધવા માટેની તક મળે તેથી આવા આયોજન સમયાંતરે તેવી ઈચ્છા વ્યકત કરી હતી.

પ્રથમ ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ 2021 (બીજા તબક્કા)માં માનુષ શાહ અને ફ્રેનાઝ ચિપિયાએ મેન્સ એન્ડ વિમેન્સ ટાઈટલ જીત્યા

ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિએશન (જીએસટીટીએ)ના નેજા હેઠળ જામનગર ડિસ્ટ્રિક્ટ ટેબલ ટેનિસ એસોસિએશન દ્વારા આયોજિત પ્રથમ ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ 2021 (બીજા તબક્કા)માં માનુષ શાહ અને ફ્રેનાઝ ચિપિયાએ અનુક્રમે મેન્સ એન્ડ વિમેન્સ ટાઈટલ જીતીને શાનદાર સફળતા હાંસલ કરી છે.

જામનગરમાં જેએમસી કોમ્પ્લેક્સ ઇનડોર સ્ટેડિયમ ખાતે ટુર્નામેન્ટનો અંતિમ દિવસ અપેક્ષાઓ અનુસાર સમાપ્ત થયો હતો. આ સીઝનની પોતાની પ્રથમ સ્ટેટ ટુર્નામેન્ટ રમી રહેલા ટોચના ક્રમાંકે રહેલા બરોડાના માનુષે મેન્સ ફાઇનલમાં ત્રીજું સ્થાન ધરાવતા કચ્છના ઇશાન હિંગોરાનીને 11-7, 11-5, 11-6, 9-11, 11-7થી હરાવ્યો હતો.

વિમેન્સમાં વિનરના તાજ માટે ફ્રેનાઝ જબરજસ્ત ફેવરિટ રહી હતી અને ટોચના ક્રમાંકે રહેનારી સુરતની આ ખેલાડીએ નિરાશ નહોતા કર્યા, તેણે સાતમું સ્થાન ધરાવતી ભાવનગરની પ્રાથના પરમારની પ્રેરિત જીતના સીલસીલાનો અંત આણીને ફાઇનલમાં 11-8, 9-11, 11-6, 11-6, 11-3થી વિજય મેળવ્યો હતો.

જુનિયર બોય્ઝ (અન્ડર-17)ની ફાઇનલ પણ અપેક્ષાઓ અનુસાર સમાપ્ત થઈ હતી, કારણ કે ટોચનું સ્થાન ધરાવતા સુરતના બુરહાનુદ્દીન માલુભાઈએ ટીમના સાથી ખેલાડી અને બીજા ક્રમાંકિત શ્લોક બજાજને ટાઈટલ માટે 11-4, 11-9, 15-13, 11-5થી હરાવ્યો હતો.

જોકે, આ ટુર્નામેન્ટમાં સૌથી મોટું આશ્ચર્ય જુનિયર ગર્લ્સ (અંડર-17)ની કેટેગરી જ રહી કે જેમાં સાતનું સ્થાન ધરાવતી અમદાવાદની પ્રથા પવારે ફાઇનલમાં આઠમું સ્થાન ધરાવતી બરોડાના શેલી પટેલને 11-7, 11-8, 7-11, 11-8, 12-10થી હરાવીને ટાઈટલ જીત્યું હતું.

દરમિયાનમાં, મેન્સમાં, બીજું સ્થાન ધરાવતો અને જુનિયર બોય્ઝ (અંડર-19)નો ચેમ્પિયન અમદાવાદનો ચિત્રાક્સ ભટ્ટ ટીમના સાથી ખેલાડી અને પાંચમું સ્થાન ધરાવતા ધૈર્ય પરમાર વિરુદ્ધ 11-3, 5-11, 11-4, 7-11, 11-7થી વિજય મેળવીને ત્રીજા સ્થાને રહ્યો હતો.

સેમિમાં માનુષે ધૈર્યને 11-9, 11-1, 12-10, 11-3થી હરાવ્યો હતો જ્યારે ઇશાને 11-3, 6-11, 11-8, 11-9, 10-12, 11-13, 12-10થી જીત મેળવીને આ ટુર્નામેન્ટમાં વધુ એક ટાઈટલ જીતવાની ચિત્રાક્સની આશાને સમાપ્ત કરી હતી.

ક્વાર્ટર્સમાં ચિત્રાક્સે ભાવનગરના હર્ષિલ કોઠારીને 11-6, 11-7, 7-11, 7-11, 11-6, 11-8થી હરાવ્યો હતો જ્યારે ઈશાને રાજકોટના જયનિલ મહેતાને 11-5, 13-11, 11-6, 7-11, 11-9થી હરાવ્યો હતો.

ધૈર્યએ ચોથું સ્થાન ધરાવતા ભાવનગરના કૌશલ ભટ્ટને 7-11, 11-5, 11-5, 6-11, 11-5, 11-7થી આંચકો આપ્યો હતો જ્યારે માનુષે આઠમું સ્થાન ધરાવતા જીજ્ઞેશ જયસ્વાલને હરાવ્યો હતો, વાસ્તવમાં ભાવનગરના સીઝન્ડ કેમ્પેઇનરે 3-11, 6-11થી પાછળ રહીને તબીબી કારણોસર ટાઈ સ્વીકારી હતી.

મહિલાઓમાં ચોથું સ્થાન ધરાવતી અમદાવાદની કૌશા ભૈરાપુરેએ છઢ્ઢું સ્થાન ધરાવતી સુરતની આફરીન મુરાદ સામે 9-11, 13-11, 11-5, 12-10થી વિજય મેળવીને ત્રીજું સ્થાન મેળવ્યું હતું.

અગાઉ સેમીઝમાં ફ્રેનાઝે 11-5, 11-4, 11-4, 11-1થી જીત મેળવીને કૌશાને પાછળ છોડી દીધી હતી જ્યારે પ્રાથનાએ આફરિનને 11-8, 11-5, 11-7, 11-4થી આંચકો આપ્યો હતો.

ક્વાર્ટર્સમાં ફ્રેનાઝે ટીમની સાથી ખેલાડી મિલી તન્નાને 11-4, 9-11, 11-9, 12-10, 11-4થી હરાવી હતી જ્યારે કૌશાએ બે ગેમથી પછડાટ બાદ પાંચમું સ્થાન ધરાવતી ભાવનગરની નમના જયસ્વાલને 7-11, 8-11, 11-8, 11-7, 15-13, 11-4થી હરાવી હતી.

આફરીને ટીમની સાથી ખેલાડી અને ત્રીજી ક્રમાંકિત ભવ્યા જયસ્વાલને 11-8, 11-7, 9-11, 11-9, 11-9થી આંચકો આપ્યો હતો જ્યારે પ્રાથનાએ બીજી ક્રમાંકિત અને જુનિયર ગર્લ્સ (યુ-19) ચેમ્પિયન સુરતની ફિલ્ઝા ફાતેમા કાદરી સામે 12-14, 11-7, 11-6, 11-5, 11-4થી વિજય મેળવ્યો હતો.

દરમિયાનમાં, જુનિયર બોય્ઝ (યુ-17) કેટેગરીમાં ચોથો ક્રમાંક ધરાવતા સુરતના શ્લોક માલપાણીએ ત્રીજા ક્રમાંકિત અરવલ્લીના અરમાન શેખ સામે 11-8, 12-10, 11-8થી વિજય મેળવીને ત્રીજું સ્થાન મેળવ્યું હતું.

સેમિમાં, શ્લોકે ગેમની વચ્ચોવચ્ચ મુશ્કેલ સ્થિતિનો સામનો કરીને અરમાનને 11-5, 11-7, 8-11, 6-11, 11-6, 11-2થી હરાવ્યો હતો જ્યારે બુરહાનુદ્દીને શ્લોકને 11-6, 11-9, 12-10, 11-9થી હરાવ્યો હતો.

ક્વાર્ટર્સમાં શ્લોકે અરવલ્લીના હર્ષવર્ધન પટેલને 11-4, 11-9, 11-8, 11-5થી હરાવ્યો હતો જ્યારે અરમાને અમદાવાદના હિમાંશ દહિયાને 11-7, 2-11, 11-8, 11-5, 11-4થી હરાવ્યો હતો. શ્લોકે પાંચમું સ્થાન ધરાવતા અરવલ્લીના જન્મેજય પટેલને 8-11, 11-9, 11-4, 11-9, 6-11, 12-10થી હરાવ્યો હતો જ્યારે બુરહાનુદ્દીને આઠમું સ્થાન ધરાવતા સુરતના આયુષ તન્નાને 17-15, 11-6, 11-5, 11-9થી હરાવ્યો હતો.

બીજી તરફ, જુનિયર ગર્લ્સ (અન્ડર-17) કેટેગરીમાં, ચોથા સ્થાને રહેલી ભાવનગરની રિયા જયસ્વાલે ત્રીજા સ્થાને આવવા માટે સુરતની ત્રીજી ક્રમાંકિત અરની પરમાર સામે 11-8, 11-5, 6-11, 13-11થી જીત મેળવીને અપસેટ રેકોર્ડ કર્યો હતો. સેમીમાં, શેલીએ રિયાને 11-3, 11-9, 4-11, 11-6, 13-11થી આંચકો આપ્યો હતો જ્યારે પ્રથાએ 11-6, 6-11, 11-9, 11-8, 11-9થી જીત મેળવીને અરની સામેની જીતમાં અપસેટ સર્જ્યો હતો.

ક્વાર્ટર્સમાં, શેલીએ ટોચની ક્રમાંકિત મિલી સામે 11-13, 11-9, 11-9, 7-11, 11-9, 2-11, 11-7થી જીત મેળવીને મોટો અપસેટ રેકોર્ડ કર્યો હતો જ્યારે પ્રથાએ તેની ટીમની સાથી ખેલાડી અને બીજી ક્રમાંકિત નિધિ પ્રજાપતિને 4-11, 11-7, 11-7, 11-5, 14-12થી હરાવી હતી.

રિયાએ ભાવનગરની પાંચમી ક્રમાંકિત રુત્વા કોઠારીને 12-10, 11-7, 10-12, 11-6, 3-11, 11-8થી હરાવી હતી જ્યારે અરનીએ છઠ્ઠી ક્રમાંકિત ભાવનગરની ખુશી જાદવને 11-7, 11-6, 6-11, 11-8, 11-1થી હરાવી હતી.

નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
g clip-path="url(#clip0_868_265)">