Olympic: ભારતીય પુરુષ હોકી ટીમનો ઓલિમ્પિકમાં રહ્યો છે દબદબો, 8 ગોલ્ડ સહિત 10 મેડલ ધરાવે છે હોકી ટીમ

ભારતીય હોકી (Indian Hockey )નો ઇતિહાસ જબરદસ્ત રહ્યો છે. ઓલિમ્પિકમાં ભારતીય ટીમની ધાક છવાયેલી જોવા મળતી હતી. ફરી એકવાર ભારતીય ટીમે ધાક પરત મેળવવા રુપ પ્રદર્શનની શરુઆત કરી મેડલ મેળવ્યો છે.

Olympic: ભારતીય પુરુષ હોકી ટીમનો ઓલિમ્પિકમાં રહ્યો છે દબદબો, 8 ગોલ્ડ સહિત 10 મેડલ ધરાવે છે હોકી ટીમ
Indian men's hockey team
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 05, 2021 | 9:43 AM

ભારતીય પુરુષ હોકી ટીમે (India Men Hockey Team) ફરી એકવાર દબદબો પરત મેળવ્યો છે. છેલ્લા ચાર દાયકા થી ભારતીય હોકી ટીમે મેડલ વિના ખાલી હાથ ઓલિમ્પિક થી ફરી રહી હતી. આ વખતે ટોક્યો ઓલિમ્પિકમાં (Tokyo Olympics 2020) ભારતીય ટીમે દેશ ભરના હોકી ચાહકોની અપેક્ષાઓને પૂર્ણ કરી દીધી છે. છેલ્લા ચાર દાયકાની તરસને છીપાવી દીધી છે. ભારતે બ્રોન્ઝ મેડલ માટેની રમાયેલી ઓલિમ્પિક મેચમાં જર્મનીને હરાવી શાનદાર જીત મેળવી હતી. આ પળ ભારતીય હોકી પ્રેમીઓ અને દેશવાસીઓ માટે ઐતિહાસીક રહી હતી.

ભારતીય પુરુષ હોકી ટીમે ગ્રેટ બ્રિટનને 1 ઓગષ્ટે 2-1 થી હરાવી દીધુ હતુ. 1972 બાદ ઓલિમ્પિકે અંતિમ ચારમાં પ્રથમ વખત સ્થાન બનાવ્યુ હતુ. 1980માં ભારતે ગોલ્ડ મેડલ જીત્યો હતો. હોકીની રમતમાં ભારતીય ટીમ ઓલિમ્પિકમાં અત્યાર સુધી 10 મેડલ મેળવી ચુકી છે. આમ છતાં ભારતીય ટીમ છેલ્લા ચાર દાયકા થી મેડલ તો ઠીક સેમિફાઇનલ પણ પહોંચી શકતી નહોતી. આમ 1980 બાદ ભારત મેડલ નજીક ટોક્યો ઓલિમ્પિક દરમ્યાન પહોંચી હતી.

49 વર્ષ બાદ ભારત ફરી એકવાર સેમિફાઇનલ મેચ રમ્યુ હતુ. જોકે તેમાં બેલ્જીયમ સામે હાર મળી હતી. 1980માં ભારત રાઉન્ડ રોબિન આધારે ફાઇનલ મેચ રમ્યુ હતુ. ઓલિમ્પિક રમતોમાં ભારત તરફથી સૌથી વધારે વર્ચસ્વ રહ્યુ હોય તે રમત હોકી રહી છે. ભારતે 8 ઓલિમ્પિક ગોલ્ડ મેડલ મેળવ્યા છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

ભારતીય હોકી ટીમ ઓલિમ્પિક ઇતિહાસમાં પોતાનો પ્રથમ ગોલ્ડ મેડલ વર્ષ 1928માં મેળવ્યો હતો. એમસ્ટર્ડમ ઓલિમ્પિકમાં ભારતે પ્રથમ ઓલિમ્પિક ગોલ્ડ મેડલ મેળવવામાં સફળતા મેળવી હતી. ભારતે અંતિમ ગોલ્ડ મેડલ 1980માં મેળવ્યો હતો. ભારતીય પુરુષ હોકી ટીમે 8 ગોલ્ડ મેડલ પૈકી 6 મેડલ સતત જીત્યા હતા. આમ 1928 થી 1956 સુધી ભારતનો હોકીની રમતમાં ઓલિમ્પિકમાં દબદબો રહ્યો હતો. ત્યાર બાદ 1964 માં ટોક્યો ઓલિમ્પિક અને 1980માં મોસ્કો ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.

બિજીંગ ઓલિમ્પિકમાં તોડ્યુ હતુ દિલ

1980 બાદ થી ભારતીય હોકી ટીમ ઓલિમ્પિક રમતોથી સતત ખાલી હાથ પરત ફરી રહી હતી. ત્યારથી મેડલ માટે ભારત આશાઓ રાખી રહ્યુ હતુ. જે આજે પુરી થઇ છે. બીજીંગ વખતે તો ભારતીય હોકી ફેન્સનુ દીલ જ જાણે તુટી ગયુ હતુ. આઠ વાર ગોલ્ડ મેડલ જીતનારી હોકી ટીમ બિજીંગ ઓલિમ્પિક માટે ક્વોલિફાઇ જ થઇ શકી નહોતી. આવુ પ્રથમ વખત થયુ હતુ કે, ભારતીય ટીમ ઓલિમ્પિકમાં હિસ્સો લેવાની તક નહોતુ મેળવી શક્યુ

ચાર દશક બાદ મેડલની ઝોળી ભરાઇ

ઓલિમ્પિક રમતોમાં 2016 માં રિયો ઓલિમ્પિકમાં ભારતીય હોકી ટીમ ક્વોલિફાઇ તો થઇ શકી હતી, પરંતુ અંતિમ સ્થાન પર રહી હતી. આમ એમ લાગી રહ્યુ હતુ કે, હવે દેશમાં હોકીનુ કોઇ ભવિષ્ય નથી રહ્યુ. જોકે ત્યાર બાદ ટીમમાં ખૂબ સુધારો સર્જાયો હતો અને તે સારુ રમવા લાગી હતી. જેના પરીણામં સ્વરુપ ટીમ સેમિફાઇનલ સુધી પહોંચી શકી હતી. અને આખરે હવે સેમીફાઇનલ હાર્યા બાદ પણ બ્રોન્ઝ મેડલ જીતી લેવામાં સફળતા મળી છે. આમ હોકી ટીમ ચાર દશકની માફક ખાલી હાથ નહી પરંતુ, મેડલ ભરેલી ઝોળી સાથે પરત ફરશે.

1980 બાદ થી ભારતની આમ રહી છે, ઓલિમ્પિકમાં ભારતીય હોકી ટીમની સફર

  • 1984 લોસ એન્જલસ ઓલિમ્પિક, અમેરીકામાં આયોજીત રમતોમાં ટીમ પાંચમાં સ્થાને રહીને ખાલી હાથે પરત ફરી હતી. બસ અહી થી જાણે ખરાબ કાળ ની શરુઆત થઇ હતી.
  • 1988 સિયોલ ઓલિમ્પિક, સાઉથ કોરિયા, છઠ્ઠુ સ્થાન
  • 1992 બાર્સિલોના ઓલિમ્પિક, સ્પેન, સાતમુ સ્થાન
  • 1996 એટલાંટા ઓલિમ્પિક, અમેરિકા, આઠમુ સ્થાન
  • 2000 સિડની ઓલિમ્પિક, ઓસ્ટ્રેલિયા, સાતમુ સ્થાન
  • 2004 એથેન્સ ઓલિમ્પિક ગ્રીસ, સાતમુ સ્થાન
  • 2008 બિજીંગ ઓલિમ્પિક, ચીન, ક્વોલિફાઇ કરવામાં નિષ્ફળ
  • 2012 લંડન ઓલિમ્પિક, યૂનાઇટેડ કિંગ્ડમ, 12 મુ સ્થાન
  • 2016 રિયો ડી જેનેરિયો ઓલિમ્પિક, બ્રાઝીલ, આઠમુ સ્થાન

Indian Hockey Team, Hockey, Tokyo Olympic, Manpreet Singh Indian Hockey History

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">