ટેનિસ સ્ટાર નોવાક જોકોવિચે તેના 15 વર્ષ જુના કોચનો સાથ છોડ્યો

ટેનિસ સ્ટાર નોવાક જોકોવિચે તેના 15 વર્ષ જુના કોચનો સાથ છોડ્યો
Novak Djokovic and Coach Marian Vajda (File Photo)

નોવાક જોકોવિચ છેલ્લા ઘણા સમયથી ખરાબ ફોર્મમાંથી પસાર થઇ રહ્યો છે. હાલમાં જ દુબઈ ટેનિસ ચેમ્પિયનશિપમાં 123 ક્રમના ખેલાડી સામે જોકોવિચ હારી ગયો હતો.

TV9 GUJARATI

| Edited By: Adhirajsinh jadeja

Mar 02, 2022 | 10:22 PM

સર્બિયાના સ્ટાર ટેનિસ ખેલાડી અને વિશ્વના બીજા ક્રમના ખેલાડી નોવાક જોકોવિચ (Novak Djokovic)ને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. નોવાક જોકોવિચે એવું નિવેદન આપ્યું છે કે તેણે પોતાના 15 વર્ષ જુના કોચ મરિયન વાજદ (Marian Vajda)નો સાથ છોડી દીધો છે. 34 વર્ષીય જોકોવિચે વેબસાઈટ પર મંગળવારે કહ્યું કે, “15 વર્ષ સુધી મારી સાથે કામ કર્યા બાદ હું પુષ્ટી કરી રહ્યો છું કે કોચ મરિયાન વાજદા અને નોવાક જોકોવિચ વચ્ચેની ભાગીદારી પુરી કરી દીધી છે.

20 ગ્રાન્ડ સ્લેમ ટાઈટલ જીતનાર નોવાક જોકોવિચ હાલ એક ખરાબ ફોર્મમાંથી પસાર થઈ રહ્યો છે. ખાસ કરીને તેના કોવિડ-19ની રસી નહીં લેવાના કારણે વિવાદમાં ચાલી રહ્યો છે. જોકોવિચે હજુ સુધી કોરોનાની રસી નથી લીધી. આ કારણથી આ વર્ષે પહેલા ગ્રાન્ડ સ્લેમ ઓસ્ટ્રેલિયન ઓપન પહેલા ઓસ્ટ્રેલિયામાંથી જ બહાર કરી દેવામાં આવ્યો હતો તો બીજી તરફ નોવાક જોકોવિચ ટેનિસ રેન્કિંગમાં પહેલુ સ્થાન પણ ગુમાવી ચુક્યો છે. રશિયાના યુવા ખેલાડી ડેનિયલ મેડવેડેવે ટેનિસ રેન્કિંગમાં પહેલુ સ્થાન મેળવી લીધું છે અને નોવાક જોકોવિચ બીજા સ્થાને સરકી ગયો છે.

જોકે ચાલુ વર્ષે જોકોવિચ ફરીથી મેદાન પર જોવા મળ્યો હતો પણ આ શરૂઆત પણ તેના માટે ઘણી ખરાબ રહી હતી. ઓસ્ટ્રેલિયા ઓપનમાં નહીં રમી શક્યા બાદ વર્ષની પહેલી ટુર્નામેન્ટ દુબઈ ટેનિસ ચેમ્પિયનશિપમાં રમવા મેદાન પર આવી ચડ્યો હતો. આ ટુર્નામેન્ટમાં તે ક્વાર્ટર ફાઈનલમાં ચેક ગણરાજ્યના 123 ક્રમના ખેલાડી જિરી વેસ્લી સામે હારી ગયો હતો.

નોવાક જોકોવિચે વેબસાઈટમાં કહ્યું હતું કે, “અમારી જોડી ગત વર્ષે એટીપી ટ્યુરિન બાદ પોતાની ભાગીદારી પુરી કરવા માટે સહમત થઈ હતી. કોચ મરિયને નોવાક જોકોવિચની ટીમમાં એક અભિન્ન ભુમિકા ભજવી હતી. જોકોવિચના 20 ગ્રાન્ડ સ્લેમ જીતવા માટે કોચનો મહત્વનો રોલ જોવા મળ્યો હતો. તેના કોચિંગ કાર્યકાળ દરમ્યાન જોકોવિચ ટેનિસ રેન્કિંગમાં 361 સપ્તાહ સુધી પહેલા સ્થાને રહ્યો હતો. 2019 બાદથી મરિયન (પુર્વ ક્રોએશિયાઈ ખેલાડી) ગોરાન ઈવાનસેવિચ સાથે જોડાઈ ગયા છે, તેણે કોચિંગ ટીમમાં એક મહત્વપુર્ણ ભુમિકા ભજવી હતી અને જોકોવિચ સાથે કામ કરવાનું ચાલુ રાખ્યું હતું.

આ પણ વાંચો : IPL 2022: ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમને લાગ્યો ઝટકો, મુખ્ય ખેલાડી IPLમાંથી થયો બહાર

આ પણ વાંચો : IPL 2022: સિંઘમ ઈન સુરત, પ્રેક્ટિસના ભાગ રૂપે ધોની અને તેની સેના સુરત પહોંચી

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati