ગુજરાતના ખાતામાં પ્રથમ ગોલ્ડ મેડલ, મિક્સ્ડ ડબલ્સ પ્રી-ક્વાર્ટર ફાઈનલ અને મહિલા ડબલ્સ પ્રી-ક્વાર્ટર ફાઈનલ વચ્ચે જંગ જામશે

સુરતના ઇન્ડો સ્ટેડિયમ ખાતે ટેબલ ટેનિસ ટુર્નામેન્ટની શરૂઆતથી જ ગુજરાતની ટીમ જ ખૂબ જ સારું પર્ફોમન્સ કરી રહી છે. રમતના બીજા દિવસે હરમિત દેસાઈની આગેવાનીમાં દિલ્લીની ટીમને હરાવીને ગુજરાતની ટીમે ડંકો વગાડી દીધો છે. આ સાથે સુરતની નેશનલ ગેમ્સમાં ગુજરાતને પ્રથમ ગોલ્ડ મેડલ મળ્યો છે.

ગુજરાતના ખાતામાં પ્રથમ ગોલ્ડ મેડલ, મિક્સ્ડ ડબલ્સ પ્રી-ક્વાર્ટર ફાઈનલ અને મહિલા ડબલ્સ પ્રી-ક્વાર્ટર ફાઈનલ વચ્ચે જંગ જામશે
National Games
Image Credit source: National Games WEB Site
TV9 GUJARATI

| Edited By: Nirupa Duva

Sep 22, 2022 | 11:14 AM

National Games 2022 : ગુજરાતની ટીમનો ટેબલ ટેનિસ ટુર્નામેન્ટમાં દબદબો જોવા મળી રહ્યો છે. ત્યારે આજે પણ મિક્સ ડબલ્સ ક્વાર્ટર ફાઈનલ, મહિલા ડબલ્સ, પુરુષ ડબલ્સ, મહિલા સિંગલ, પુરુષ સિંગલ રમાશે.2015 બાદ સુરતના ઈન્ડોર સ્ટેડિયમમાં મોટી ટૂર્નામેન્ટ હોય સુરતીઓમાં નેશનલ ગેમ્સ (National Games ) પ્રત્યે ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ઇન્ડોર સ્ટેડિયમમાં વિદ્યાર્થીઓ અને સુરતીઓ મેચની મજા માણવા માટે આવી રહ્યા છે અને ટીમને સપોર્ટ પર કરી રહ્યા છે. ગુજરાતમાં 36મી નેશનલ ગેમ્સ (36thNationalGames) રમાઈ રહી છે જેમાં બુધવારના રોજ સુરતમાં પુરુષ ટેબલ ટેનિસમાં ગુજરાત અને દિલ્હી વચ્ચે ફાઈનલ મેચ રમાઈ હતી.

ટેબલ ટેનિસની આ સ્પર્ધામાં ગુજરાતની ટીમનો પ્રથમ ગોલ્ડ મેડલ

ગુજરાતની ટીમે 3-0ના સ્કોરથી આ મેચ જીતી લીધી હતી. ગુજરાતી ટીમના માનવ ઠક્કરે પ્રથમ મેચમાં દિલ્હીના સુધાંશુ ગ્રોવરને 11-3, 13-11, 14-12થી હરાવ્યો હતો. જ્યારે હરમીત દેસાઈએ 17 વર્ષના પાયસ જૈન સામે 11-7, 11-3, 12-10થી જીત મેળવી હતી. અને માનુષ શાહે ત્રીજી મેચમાં યશાંશ મલિકને 11-4, 11-9, 11-4થી પરાજય આપ્યો હતો. આ સાથે જ પુરુષ ટેબલ ટેનિશની આ સ્પર્ધામાં ગુજરાતની ટીમ ગોલ્ડ મેડલ સાથે પહેલા નંબરે, દિલ્હીની ટીમ સિલ્વર મેડલ સાથે બીજા નંબરે અને મહારાષ્ટ્ર-પશ્ચિમ બંગાળ બ્રોન્ઝ મેડલ સાથે ત્રીજા નંબરે રહ્યા હતા.

2 સપ્ટેમ્બર સુધી ટેબલ ટેનિસ સ્પર્ધા યોજાશે

સુરત સહિત ગુજરાતના છ શહેરોમાં 36મી નેશનલ ગેમ્સ માટેની તડામાર તૈયારીઓ વચ્ચે સુરતના ઈન્ડોર સ્ટેડિયમ ખાતે ટેબલ ટેનિસ સ્પર્ધાનો ઉત્સાહ વચ્ચે પ્રારંભ થઈ ગયો છે. 2 સપ્ટેમ્બર સુધી ટેબલ ટેનિસ સ્પર્ધા યોજાશે. ટેબલ ટેનિસ સ્પર્ધામાં દેશના તમામ રાજ્યોના 43 મહિલા અને 42 પુરૂષ મળીને કુલ 85 ખેલાડીઓએ ભાગ લીધો છે.સુરતના ઈન્ડોર સ્ટેડિયમમાં આ પહેલાં 2015માં સુરતના નેશનલ ગેમ્સમાં કોમનવેલ્થ ગેમ્સનું આયોજન કરાયું હતું તે પણ ટેબલ ટેનિસની જ સ્પર્ધા હતી. ગુજરાત સ્ટેટ ઓથોરીટી દ્વારા 15 ડિસેમ્બર 2015 થી 21 ડિસેમ્બર 2015 દરમિયાન આ સ્પર્ધા થઈ હતી

ગુજરાતના રમતવીરોએ નેશનલ ગેમ્સમાં અત્યાર સુધી કુલ 52 જેટલા ચંદ્રકો જીતીને કિર્તીમાન સ્થાપ્યા છે. વર્ષ 2011માં રાંચીમાં યોજાયેલી નેશનલ ગેમ્સમાં 3 સિલ્વર અને 4 બ્રોન્ઝ એમ કુલ 7 મેડલ મેળવ્યા તથા વર્ષ 2015માં કેરળમાં યોજાયેલી નેશનલ ગેમ્સમાં 10 ગોલ્ડ મેડલ, 4 સિલ્વર મેડલ અને 6 બ્રોન્ઝ એમ કુલ 20 મેડલ મેળવીને ગુજરાતના ઇતિહાસમાં સૌથી વધુ મેડલ મેળવીને સમગ્ર ભારતમાં 9માં ક્રમે આવ્યું હતું. ગુજરાતમાં રમાઈ રહેલી નેશનલ ગેમ્સમાં ગુજરાતના ખાતામાં પ્રથમ ગોલ્ડ મેડલ ટેબલ ટેનિસ સ્પર્ધામાં આવી ગયો છે.

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati