National Games 2022: PM મોદી કરશે ઉદ્ઘાટન, જાણો ક્યાં અને કેવી રીતે જોઈ શકશો LIVE

|

Sep 29, 2022 | 2:46 PM

મોટેરા સ્ટેડિયમ ખાતે મોદી સ્ટેડિયમમાં (Modi stadium) 36મા નેશનલ ગેમ્સ ઉદ્ઘાટન સમારોહમાં તેઓ ભાગ લેશે. આ કાર્યક્રમમમાં સવા લાખ લોકો ઉપસ્થિત રહેશે. જેથી કાર્યક્રમમાં લોકો સલામત રીતે પોતાના સ્થળ પર પહોંચી શકે તેના માટે વહીવટ તંત્રએ સુયોગ્ય વ્યવસ્થા સજ્જ કરી છે.

National Games 2022: PM મોદી કરશે ઉદ્ઘાટન, જાણો ક્યાં અને કેવી રીતે જોઈ શકશો LIVE
National Games 2022 Opening Ceremony when and where to watch Live streaming

Follow us on

National Games 2022: ભારતીય ખેલાડીઓ સહિત સમગ્ર દેશની રાહ પૂરી થઈ ગઈ છે. 7 વર્ષની લાંબી રાહ બાદ ગુજરાતમાં આજથી નેશનલ ગેમ્સનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. ઉદ્ઘાટન સમારોહ ગુરુવારે સાંજે 4.30 કલાકે યોજાશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ( PM modi) ગેમ્સનું ઉદ્ઘાટન કરશે. આ પ્રસંગે ઓલિમ્પિક ચેમ્પિયન નીરજ ચોપરા અને બે વખતની ઓલિમ્પિક મેડલ વિજેતા પીવી સિંધુ પણ હાજર રહેશે. નેશનલ ગેમ્સ (National Games 2022) છેલ્લે 2015માં કેરળમાં યોજાઈ હતી. 29 સપ્ટેમ્બરથી 12 ઓક્ટોબર સુધી ચાલનારી નેશનલ ગેમ્સ 2022માં અંદાજે 7 હજાર ખેલાડીઓ ભાગ લેશે. નીરજ ચોપરા, શરથ કમલ જેવા સ્ટાર ખેલાડીઓ આ ગેમ્સમાં ભાગ નથી લઈ રહ્યા. બંને ઈજાના કારણે બહાર છે.

6 શહેરોમાં 36 ઈવેન્ટ

નેશનલ ગેમ 2022નું આયોજન ગુજરાતના 6 શહેરોમાં યોજાશે. જેમાં અમદાવાદ, ગાંધીનગર,સુરત, વડોદરા, રાજકોટ અને ભાવનગર સામેલ છે. જેમાં કુલ 36 ઈવેન્ટમાં ભારતીય ખેલાડી હાજર રહેશે. જેમાં સાઈકલિંગ ટ્રેક ઈવેન્ટનું આયોજન દિલ્હીના ઈન્દિરા ગાંધી સાઈકલિંગ વેલોડ્રોમમાં થશે.

મોટેરા સ્ટેડિયમ ખાતે મોદી સ્ટેડિયમમાં (Modi stadium) 36મા નેશનલ ગેમ્સ ઉદ્ઘાટન સમારોહમાં તેઓ ભાગ લેશે. આ કાર્યક્રમમમાં સવા લાખ લોકો ઉપસ્થિત રહેશે. જેથી કાર્યક્રમમાં લોકો સલામત રીતે પોતાના સ્થળ પર પહોંચી શકે તેના માટે વહીવટ તંત્રએ સુયોગ્ય વ્યવસ્થા સજ્જ કરી છે. 3000 જેટલી બસ મોદી સ્ટેડિયમ આવશે જે માટે યોગ્ય પાર્કિંગ વ્યવસ્થા કરાઈ છે. અંદાજે 1500 ટ્રાફિકના પોલીસ બંદોબસ્ત માટે તૈનાત રહેશે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

નેશનલ ગેમ્સ 2022નો ઉદ્ઘાટન સમારોહ ક્યારે યોજાશે?

નેશનલ ગેમ્સનો ઉદ્ઘાટન સમારોહ 29 સપ્ટેમ્બર, ગુરુવારે યોજાશે.

નેશનલ ગેમ્સ 2022નો ઉદ્ઘાટન સમારોહ કેટલા વાગ્યે શરુ થશે ?

નેશનલ ગેમ્સ 2022 નો ઉદ્ઘાટન સમારોહ બપોરના 4.30 કલાકે શરુ થશે

નેશનલ ગેમ્સ 2022 નો ઉદ્ઘાટન સમારોહ ક્યાં યોજાશે ?

નેશનલ ગેમ્સ 2022 નો ઉદ્ઘાટન સમારોહ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાશે.

નેશનલ ગેમ્સ 2022 ક્યાં સુધી ચાલશે ?

નેશનલ ગેમ્સ 2022 29 સપ્ટેમ્બરથી શરુ થશે ગેમ્સનો સમાપન સમારોહ 12 ઓક્ટોમ્બરના રોજ યોજાશે.

નેશનલ ગેમ્સ 2022 નો ઉદ્ઘાટન સમારોહ ક્યાં જોઈ શકાશે ?

નેશનલ ગેમ્સ 2022નો લાઈવ પ્રસારણ ડીડી સ્પોર્ટસ પર જોવા મળશે

નેશનલ ગેમ્સની લાઈવ સ્ટ્રીમિંગ ક્યાં જોઈ શકાશે. ?

નેશનલ ગેમ્સની લાઈવ સ્ટ્રીમિંગ પ્રસાર ભારતીની યુટ્યુબ ચેનલ પર જોવા મળશે.

Next Article