National Games 2022માં ગુજરાતની નેટબોલ પુરૂષ વર્ગમાં જીત, કબડ્ડીમાં બંને વર્ગમાં હાર

|

Sep 27, 2022 | 10:19 PM

National Games 2022માં ગુજરાતની પુરૂષ વર્ગ નેટબોલમાં જીત થઇ હતા, તો મહિલા વર્ગમાં હાર થઇ હતી. કબડ્ડીમાં બંને પુરૂષ અને મહિલા વર્ગમાં હાર થઇ હતી.

National Games 2022માં ગુજરાતની નેટબોલ પુરૂષ વર્ગમાં જીત, કબડ્ડીમાં બંને વર્ગમાં હાર
Mixed day for Gujarat in national games 2022

Follow us on

ગુજરાતની નેશનલ ગેમ્સ 2022 (National Games 2022) માં 27 સપ્ટેમ્બરે દિવસની શરૂઆત સારી રહી હતી પણ આગળ જતા દિવસ ખરાબ રહ્યો હતો. ગુજરાતની ટીમો કબડ્ડી અને નેટબોલ બંને રમતોમાં ભાગ લઈ રહી હતી. નેટબોલમાં ગુજરાતની પુરૂષ ટીમે મધ્ય પ્રદેશને હરાવીને જીત સાથે શરૂઆત કરી હતી, પરંતુ નેટબોલમાં મહિલા વર્ગમાં ગુજરાતની કર્ણાટક સામે હાર થઈ હતી. કબડ્ડીમાં બંને પુરૂષ અને મહિલા વર્ગમાં ગુજરાતની હાર થઈ હતી. કબડ્ડીમાં મહિલા ટીમની મેચ પહેલા રમાઈ હતી, જેમાં તેમની મહારાષ્ટ્ર સામે હાર થઇ હતી. પુરૂષ ટીમની હરિયાણા સામે હાર થઇ હતી.

નેટબોલમાં પુરૂષ ટીમની જીત, મહિલા ટીમની હાર

નેટબોલમાં ગુજરાતના પુરૂષ ટીમની મધ્ય પ્રદેશ સામે 53-38 થી શાનદાર જીત થઈ હતી. ગુજરાતે મધ્ય પ્રદેશને 15-8, 14-10, 16-10, 8-10 થી માત આપી હતી. ગુજરાતની ટીમ ફક્ત ચોથા ક્વાર્ટરમાં ઓછો સ્કોર કરી શકી હતી, બાકી તમામ ક્વાર્ટરમાં ટીમનો પ્રદર્શન દમદાર રહ્યો હતો. જ્યારે મહિલા ટીમની વાત કરીએ તો ગુજરાતનો કર્ણાટક સામે 46-63થી પરાજય થયો હતો. કર્ણાટકે ગુજરાતને 15-11, 18-10, 16-13, 14-12 થી માત આપી હતી. ગુજરાતની ટીમ એક પણ ક્વાર્ટર જીતવામાં અસફળ રહી હતી.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

 

Netball matches resume at Bhavnagar on Day 7 of the #36thNationalGames.#UnityThroughSports #JudegaIndiaJitegaIndia #NationalGamesGujarat @CMOGuj @Media_SAI @sagofficialpage @kheloindia pic.twitter.com/lmdIlJW0yk

 કબડ્ડીમાં પુરૂષ અને મહિલા ટીમની હાર થઈ હતી

કબડ્ડીમાં ગુજરાતની પુરૂષ અને મહિલા વર્ગમાં હાર થઈ હતી. મહિલા વર્ગમાં મહારાષ્ટ્ર સામે ગુજરાતની 46-22થી હાર થઈ હતી. પ્રથમ હાફના સ્કોરમાં મહારાષ્ટ્ર 20-10થી આગળ હતું તો બીજી હાફમાં મહારાષ્ટ્ર 26-12થી આગળ રહ્યું હતું. પુરૂષ વર્ગમાં ચેમ્પિયન ટીમ હરિયાણાએ ગુજરાતને 55-26થી માત આપી હતી. બંને હાફમાં હરિયાણા આગળ રહ્યું હતું. પ્રથમ હાફમાં હરિયાણા 29-13થી તો બીજા હાફમાં 26-13 થી જીત્યું હતું.

 

 

 

Next Article