Ahmedabad: National Games 2022માં 28 સપ્ટેમ્બરથી રગ્બીની થશે શરૂઆત

નેશનલ ગેમ્સ 2022માં 28 સપ્ટેમ્બરથી રગ્બીની શરૂઆત થશે. રગ્બી ગેમ્સ 28 સપ્ટેમ્બરથી 30 સપ્ટેમ્બર દરમિયાન અમદાવાદમાં રમાશે. ગુજરાતની મહિલા અને પુરૂષ ટીમ ભાગ લેશે.

Ahmedabad: National Games 2022માં 28 સપ્ટેમ્બરથી રગ્બીની થશે શરૂઆત
Rugby 7s to start from 28th September in the National Games 2022
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 27, 2022 | 8:02 PM

નેશનલ ગેમ્સ 2022 (National Games 2022)માં 28 સપ્ટેમ્બરથી રગ્બી ખેલની શરૂઆત થવા જઈ રહી છે. રગ્બીનું આયોજન અમદાવાદમાં ટ્રાન્સસ્ટેડિયાના ફૂટબોલ ગ્રાઉન્ડ ખાતે થવાનું છે. રગ્બી ગેમ્સ 28 સપ્ટેમ્બરથી 30 સપ્ટેમ્બર દરમિયાન રમાશે. સેમિફાઇનલ અને ફાઇનલ મુકાબલાઓ 30 સપ્ટેમ્બરના રોજ રમાશે. રગ્બીમાં પુરૂષ અને મહિલા વર્ગમાં બંનેમાં ગુજરાતની ટીમ ભાગ લેવાની છે. રગ્બીની રમતને રગ્બી 7s નામ આપવામાં આવ્યું છે. રગ્બીની સાથે સાથે કબડ્ડી અને નેટબોલની ગ્રુપ સ્ટેજની અંતિમ મેચો પણ રમાવાની છે. કબડ્ડી અને નેટબોલમાં પણ ગુજરાતની ટીમ પર સૌની નજર રહેશે. ટેબલ ટેનિસમાં શાનદાર પ્રદર્શન બાદ ગુજરાતના ખેલ પ્રેમીઓને કબડ્ડી અને નેટબોલમાં મેડલની આશા હશે.

રગ્બીમાં ગુજરાતની મહિલા અને પુરૂષ ટીમ લેશે ભાગ

રગ્બીમાં ગુજરાતની પુરૂષ ટીમનો સમાવેશ ગ્રુપ A માં કરવામાં આવ્યો છે. ગુજરાતની પુરૂષ ટીમ સાથે ગ્રુપ A માં હરિયાણા, મહારાષ્ટ્ર અને સર્વિસીસ ટીમનો સમાવેશ કરવામાં આવ્યો છે. પુરૂષોના ગ્રુપ B માં દિલ્હી, પંજાબ, પશ્ચિમ બંગાળ અને ઓડિશાનો સમાવેશ કરવામાં આવ્યો છે. પ્રથમ દિવસે 28 સપ્ટેમ્બરે ગુજરાતની ટીમ બે મેચ રમશે. પ્રથમ મેચમાં સવારે 9:50 વાગ્યે ગુજરાતનો મુકાબલો હરિયાણા સામે થશે તો બપોરના 3:15 વાગ્યે બીજા મુકાબલામાં ગુજરાતનો મુકાબલો મહારાષ્ટ્ર સામે થશે. 29 સપ્ટેમ્બરે ગુજરાતનો મુકાબલો સર્વિસીસ સામે સવારે 9:15 વાગ્યે થશે.

રગ્બીની મહિલા વર્ગમાં ગુજરાતની ટીમનો ગ્રુપ Aમાં સમાવેશ

રગ્બીની મહિલા વર્ગમાં ગુજરાતની ટીમનો સમાવેશ ગ્રુપ A માં સમાવેશ કરવામાં આવ્યો છે. ગ્રુપ A માં ગુજરાત, બિહાર, મહારાષ્ટ્ર અને દિલ્હીનો સમાવેશ કરવામાં આવ્યો છે. ગ્રુપ B માં પશ્ચિમ બંગાળ, ચંદીગઢ, ઓડીશા અને કેરળનો સમાવેશ કરવામાં આવ્યો છે. પ્રથમ દિવસે 28 સપ્ટેમ્બરે ગુજરાતની મહિલા ટીમ પણ બે મેચ રમશે. પ્રથમ મેચમાં સવારે 11:30 વાગ્યે ગુજરાતનો મુકાબલો બિહાર સામે થશે તો બપોરના 4:55 વાગ્યે બીજા મુકાબલામાં ગુજરાતનો મુકાબલો મહારાષ્ટ્ર સામે થશે. 29 સપ્ટેમ્બરે ગુજરાતનો મુકાબલો દિલ્હી સામે સવારે 10:55 વાગ્યે થશે. રગ્બીમાં પુરૂષ અને મહિલા વર્ગમાં ફાઇનલ મુકાબલાઓ 30 સપ્ટેમ્બરે રમાશે.

Latest News Updates

પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
g clip-path="url(#clip0_868_265)">