મેસ્સી વિશ્વનો સૌથી વધુ કમાણી કરનાર ખેલાડી બન્યો, ક્રિસ્ટિયાનો રોનાલ્ડો ત્રીજા ક્રમે

|

May 22, 2022 | 1:07 PM

વિશ્વના ટોચના પાંચ સૌથી વધુ કમાણી કરનારા ખેલાડીઓમાંથી 3 ફૂટબોલ ખેલાડીઓ છે. તો ફુટબોલ બાદ ટોપ 10 માં બાસ્કેટબોલના ખેલાડીઓ કમાણીમાં સૌથી આગળ છે.

મેસ્સી વિશ્વનો સૌથી વધુ કમાણી કરનાર ખેલાડી બન્યો, ક્રિસ્ટિયાનો રોનાલ્ડો ત્રીજા ક્રમે
Lionel Messi and Cristiano Ronaldo (File Photo)

Follow us on

પેરિસ સેન્ટ-જર્મન (PSG) ક્લબનો સ્ટાર ફૂટબોલર લિયોનેલ મેસ્સી (Lionel Messi) વિશ્વનો સૌથી વધુ કમાણી કરનાર એથ્લેટ બની ગયો છે. આર્જેન્ટિના ફુટબોલ ટીમનો સ્ટાર ફુટબોલર લિયોનેલ મેસ્સીને ફૂટબોલના મેદાનમાં ઘણા સમયથી અપેક્ષા મુજબ પ્રદર્શન નથી કરી રહ્યો. તેમ છતા તે સૌથી વધુ કમાણી કરનારા એથ્લેટ્સમાં મોખરે છે.

ફોર્બ્સ (Forbs) ની તાજેતરની રેન્કિંગ અનુસાર લિયોનેલ મેસ્સી (Lionel Messi) એ છેલ્લા 12 મહિનામાં (1 મે 2021થી 1 મે 2022) માં 130 મિલિયન ડૉલર (લગભગ 10 અબજ 12 કરોડ રૂપિયા) ની કમાણી કરી છે. આ યાદીમાં આર્જેન્ટિનાના લિયોનેલ મેસ્સી ઉપરાંત અમેરિકન બાસ્કેટબોલ ખેલાડી લેબ્રોન જેમ્સ (Lebron James) અને પોર્ટુગીઝ ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો (Cristiano Ronaldo) અનુક્રમે બીજા અને ત્રીજા સ્થાને છે.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

ફુટબોલ બાદ બાસ્કેટબોલના ખેલાડીઓ કમાણીમાં સૌથી આગળ

બાસ્કેટબોલરના ખેલાડી લેબ્રોને જેમ્સ આ સમયગાળા દરમિયાન $121 મિલિયન (આશરે રૂ. 9 અબજ 42 કરોડ) અને ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ $115 મિલિયન (આશરે 8 અબજ 95 કરોડ રૂપિયા) ની કમાણી કરી છે. વિશ્વના ટોચના પાંચ સૌથી વધુ કમાણી કરનારા ખેલાડીઓમાંથી 3 ફૂટબોલ ખેલાડીઓ છે. તો ફુટબોલ બાદ ટોપ 10 માં બાસ્કેટબોલના ખેલાડીઓ કમાણીમાં સૌથી આગળ છે.

 

 

વિશ્વમાં સૌથી વધુ કમાણી કરતા ખેલાડીઓ

1) લિયોનેલ મેસ્સી (ફુટબોલ): 130 મિલિયન ડોલર (લગભગ 10 અરબ 12 કરોડ રુ, આર્જેન્ટિના)
2) લેબ્રોન જમ્સ (બાસ્કેટબોલ): 121 મિલિયન ડોલર (લગભગ 9 અરબ 42 કરોડ રૂ, અમેરિકા)
3) ક્રિસ્ટિયાનો રોનાલ્ડો (ફુટબોલ): 115 મિલિયન ડોલર (લગભગ 8 અરબ 95 કરોડ રૂ, પોર્ટુગલ)
4) નેમાર (ફુટબોલ): 95 મિલિયન ડોલર (લગભગ 7 અરબ 40 કરોડ રૂ, બ્રાઝિલ)
5) સ્ટીફન કરી (બાસ્ટેબોલ): 93 મિલિયન ડોલર (લગભગ 7 અરબ 24 કરોડ રૂ, અમેરિકા)
6) કેવિન ડુરંટ (બાસ્કેટબોલ): 92 મિલિયન ડોલર (લગભગ 7 અરબ 16 કરોડ રૂ, અમેરિકા)
7) રોજર ફેડરર (ટેનિસ): 91 મિલિયન ડોલર (લગભગ 7 અરબ 8 કરોડ રૂ, સ્વિઝરલેન્ડ)
8) કાનેલો અલવારેજ (બોક્સિંગ): 90 મિલિયન ડોલર (લગભગ 7 અરબ રુ, મેક્સિકો)

નોંધઃ 1 મે 2021 થી લઇને 1 મે 2022 વચ્ચેની કરેલી કમાણીનો રિપોર્ટ
(Source: Forbes)

Next Article