National Football Championship: જુનિયર અંડર-17 મહિલા રાષ્ટ્રીય ફૂટબોલ ચેમ્પિયનશિપ 18 જૂનથી શરૂ થશે, ગુજરાત 21 જૂને પ્રથમ મેચ રમશે

ફૂટબોલ ચેમ્પિયનશિપમાં ગુજરાતની ટીમ (Gujarat Football Team) G ગ્રુપમાં છે, આ ગ્રુપમાં ગુજરાત, હરિયાણા, પુડુચેરી અને આસામની ટીમ વચ્ચે ટક્કર થશે.

National Football Championship: જુનિયર અંડર-17 મહિલા રાષ્ટ્રીય ફૂટબોલ ચેમ્પિયનશિપ 18 જૂનથી શરૂ થશે, ગુજરાત 21 જૂને પ્રથમ મેચ રમશે
Gujarat Football Team
| Edited By: | Updated on: Jun 15, 2022 | 8:42 PM

આસામ જુનિયર અંડર-17 મહિલા રાષ્ટ્રીય ફૂટબોલ ચેમ્પિયનશિપ 18 જૂનથી પાંચ સ્થળોએ યોજાશે.આસામ ફૂટબોલ એસોસિએશન (AFA) આસામ સરકારના રમતગમત અને યુવા કલ્યાણ વિભાગના સહયોગથી ઓલ ઈન્ડિયા ફૂટબોલ ફેડરેશન (AIFF) દ્વારા આયોજિત ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવ્યુ છે. ત્યારે આ ટૂર્નામેન્ટમાં ભાગ લેવા માટે ગુજરાતની ટીમ પણ આજે આસામ જવા રવાના થઈ હતી.

ગુજરાતની ફૂટબોલ ટીમના પ્લેયર યશ્વી શેઠએ TV9 ગુજરાતીને જણાવ્યું કે વર્ષ-2019 માં યોજાયેલી આ ટુર્નામેન્ટમાં ગુજરાતની ટીમ સેમીફાઈનલમાં પહોચી હતી અને ટીમ હરિયાણા સામે હારી હતી. તેમને જણાવ્યું કે આ વખતે ટીમે ખૂબ જ મહેનત કરી છે અને આ વર્ષે ટુર્નામેન્ટમાં ફાઈનલ સુધી પહોચશે અને તે મેચ જીતશે. સાથે જ ટીમના તમામ પ્લેયરને કોચ કલ્પના દાસ દ્વારા ટ્રેનિંગ આપવામાં આવી છે અને તેઓ બધા જ છેલ્લા 8 મહિનાથી સતત પ્રેકટીશ કરી રહ્યા છે.

યશ્વીએ આગળ કહ્યુ કે, તેમના કેપ્ટન શિલ્પા ઠાકુર ખૂબ જ મજબૂત પ્લેયર છે અને તેમના માર્ગદર્શનથી ગુજરાતની ટીમ ચોક્કસથી જીત મેળવશે. ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સમાં બ્રોન્ઝ જીતનાર ગુજરાતની ફૂટબોલ ગર્લ્સ ટીમમાંથી 06 હિરો કપ રમવા માટે આસામ જઈ રહેલી GSFA જુનિયર અંડર-17 મહિલા ટીમમાં જોડાશે.

આસિસ્ટન્ટ કોચ તરીકે મોહમ્મદ રિઝવાન તેમજ ગુજરાત ફુટબોલ ટીમના હેડ કોચ તરીકે કલ્પના દાસ ટીમની આગેવાની કરશે. ફૂટબોલ ચેમ્પિયનશિપ નેહરુ સ્ટેડિયમ ઉપરાંત, સરુસજાઈ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (SAI) ગ્રાઉન્ડ સોનાપુર (ગુવાહાટીની બહાર) ખાતે લક્ષ્મીબાઈ નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઑફ ફિઝિકલ એજ્યુકેશન અને ઉદલગુરી જિલ્લામાં દિમાકુચી આ ગેમ્સનું આયોજન કરાશે. ટૂર્નામેન્ટમાં યજમાન આસામની ટીમ સહિત અંદાજે 34 ટીમો ભાગ લેશે. ટીમોને 8 ગ્રુપમાં વહેંચવામાં આવી છે.

21 જૂનથી મેચ શરૂ થશે

21 જૂન ગુજરાત V/S હરિયાણા

23 જૂન ગુજરાત V/S આસામ

25 જૂન ગુજરાત V/S પુડુચેરી

ફૂટબોલ ચેમ્પિયનશિપમાં ગુજરાતની ટીમ G ગ્રુપમાં છે, આ ગ્રુપમાં ગુજરાત, હરિયાણા, પુડુચેરી અને આસામની ટીમ વચ્ચે ટક્કર થશે. ગુજરાતને હરિયાણા, પુડુચેરી અને આસામ સાથે ગ્રુપ Gમાં સામેલ કરવામાં આવ્યું છે. જો કે મોટાભાગની મેચો દિવસ દરમિયાન રમાશે, પરંતુ દિમાકુચી ખાતે યોજાનારી તે મેચો Floodlights હેઠળ યોજવામાં આવશે. દિમાકુચી ખાતેની મેચો 21 જૂનથી શરૂ થશે.સરુસજાઈ 2 જુલાઈના રોજ સેમિફાઈનલ અને 4 જુલાઈના રોજ ફાઈનલનું આયોજન કરશે. 15 જૂનથી ટીમો અને અધિકારીઓ આસામ પહોંચવાનું શરૂ કરશે.

આ ખેલાડીઓ ભાગ લેશે

માહિયા, તુલસી, જીલ, માયા, મુસ્કાન, દિયા,મિસ્બાબાનુ, સપના, જાનકી, શિલ્પા, દિપીકા, ખુશ્બુ, મમતા, રાજેશ્વરી, અંજલિ, સ્નેહા, દિયા દવે, યશ્વી, ડેનિશા, યનાકુમારી

ગુજરાતની મહિલા ફૂટબોલ ટીમને લગતી તમામ માહિતી જોવા માટે તમે Tv9 ગુજરાતી વેબસાઈટ, યુટ્યુબ ચેનલ, ઈન્સ્ટ્રાગ્રામ, ટ્વિટર પર જોઈ શકો છો.

Published On - 8:42 pm, Wed, 15 June 22