AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

FIFA ની 2022ની આંતરરાષ્ટ્રીય યાદીમાં 18 ભારતીય ફૂટબોલ રેફરીની પસંદગી કરાઈ, 14 પુરુષ અને 4 મહિલા રેફરીનો સમાવેશ

ભારતમાંથી પસંદ કરાયેલા 18 રેફરીની યાદીમાં ચાર મહિલા (બે રેફરી અને બે આસિસ્ટન્ટ રેફરી) અને 14 પુરુષો (છ રેફરી અને આઠ આસિસ્ટન્ટ રેફરી)નો સમાવેશ થાય છે.

FIFA ની 2022ની આંતરરાષ્ટ્રીય યાદીમાં 18 ભારતીય ફૂટબોલ રેફરીની પસંદગી કરાઈ, 14 પુરુષ અને 4 મહિલા રેફરીનો સમાવેશ
File Photo
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 24, 2021 | 2:18 PM
Share

FIFA 2022: ઓલ ઈન્ડિયા ફૂટબોલ ફેડરેશન (AIFF) એ ગુરુવારે જાહેરાત કરી હતી કે 2022 માટે FIFA રેફરી ઈન્ટરનેશનલ લિસ્ટમાં 18 ભારતીય રેફરીની પસંદગી કરવામાં આવી છે. AIFF (All India Football Federation)એ તેની વેબસાઈટ પર જાહેર કરેલા એક નિવેદનમાં જણાવ્યું છે કે યાદીમાં એવા અધિકારીઓનો સમાવેશ થાય છે જેઓ રેફરી અને આસિસ્ટન્ટ રેફરી બનવા માટે લાયક છે.

આ સભ્યો આંતરરાષ્ટ્રીય સ્તરની મેચોમાં રેફરી તરીકે કામ કરવા માટે પાત્ર છે તેમજ તેમના ડ્રેસ પર ફિફા બેજ મેળવવા માટે પણ હકદાર છે. વાર્ષિક યાદી ફિફાના સભ્ય દેશો દ્વારા મોકલવામાં આવેલા નોમિનેશનના આધારે તૈયાર કરવામાં આવે છે અને અધિકારીઓએ ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડે છે.

ભારતમાંથી પસંદ કરાયેલા 18 રેફરીની યાદીમાં ચાર મહિલા (બે રેફરી અને બે આસિસ્ટન્ટ રેફરી) અને 14 પુરુષો (છ રેફરી અને આઠ આસિસ્ટન્ટ રેફરી)નો સમાવેશ થાય છે. પસંદગીના ભારતીય અધિકારીઓની યાદી નીચે મુજબ છે.

પુરુષ રેફરી: તેજસ નાગવેંકર, શ્રીકૃષ્ણ કોઈમ્બતુર રામાસ્વામી, રોવાન અરુમુઘન, ક્રિસ્ટલ જોન, પ્રાંજલ બેનર્જી, વેંકટેશ રામચંદ્રન.

પુરૂષ આસિસ્ટન્ટ રેફરી: સુમંથ દત્તા, એન્ટોની અબ્રાહમ, ટોની જોસેફ લુઈસ, વૈરામુથુ પરશુરામન, સમર પાલ, કેનેડી સફામ, અરુણ સસિધરન પિલ્લઈ, અસિત કુમાર સરકાર.

મહિલા રેફરી: રંજીતા દેવી ટેકચમ, કનિકા બર્મન.

મહિલા સહાયક રેફરી: યુવેના ફર્નાન્ડિસ, રિઓલાંગ ધર.

આઠ અલગ અલગ રાષ્ટ્રોની ટીમોએ વિશ્વ કપ ટુર્નામેન્ટ જીત્યો છે. બ્રાઝિલે પાંચ વખત જીતી છે અને પ્રત્યેક ટુર્નામેન્ટમાં રમનારી તે એકમાત્ર ટીમ છે. વિશ્વ કપના અન્ય વિજેતાઓમાં ઇટાલી (ચાર ટાઇટલ્સ), જર્મની (ચાર ટાઇટલ્સ), આર્જેન્ટિના, ફ્રાન્સ અને  ઉરુગ્વે (દરેક ના બે ટાઇટલ) અને ઇંગ્લેન્ડ અને સ્પેન (બન્ને ને એક-એક ટાઇટલ)નો સમાવેશ થાય છે.

ફિફા (FIFA) વિશ્વ કપ (તેને ફૂટબોલ વિશ્વ કપ, સોકર વિશ્વ કપ અથવા સામાન્યપણે વિશ્વ કપ તરીકે પણ ઓળખવામાં આવે છે) એ આંતરરાષ્ટ્રીય એસોસિયેશન ફૂટબોલ સ્પર્ધા છે જેમાં આ ખેલનું આંતરરાષ્ટ્રીય સ્તરે સંચાલન કરતી સંસ્થા ફેડરેશન ઇન્ટરનેશનલ ફૂટબોલ એસોસિયેશન (FIFA)ના સદસ્યોની સિનીયર પુરૂષોની રાષ્ટ્રીયકક્ષાની ટીમ ભાગ લે છે.

આ પણ વાંચો : 26-27 ડિસેમ્બરે જમ્મુ-કાશ્મીરમાં ભારે વરસાદ અને હિમવર્ષાનું એલર્ટ, ઉત્તર ભારતના ઘણા રાજ્યોને ઠંડીથી થોડી રાહત મળશે.

g clip-path="url(#clip0_868_265)">