Ankita Raina:ટેનિસ સ્ટાર અંકિતા રૈના કોરોના સંક્રમિત જણાઇ, ઓસ્ટ્રેલિયન ઓપનમાં હિસ્સો લેવા મેલબોર્નમાં પહોંચી હતી
ઓસ્ટ્રેલિયન ઓપનમાં હિસ્સો લેવા માટે અંકિતા રૈના (Ankita Raina) ઓસ્ટ્રેલિયા છે.
ભારતીય ટેનિસ સ્ટાર અંકિતા રૈના (Ankita Raina) કોરોના સંક્રમિત હોવાના સમાચાર સામે આવ્યા છે. ઓસ્ટ્રેલિયન ઓપન (Australian Open) માં હિસ્સો લેવા માટે અંકિતા ઓસ્ટ્રેલિયા છે. જ્યાં મંગળવારે ક્વોલિફાયર રાઉન્ડમાં તેની હાર થતા તે ઓસ્ટ્રેલિયન ઓપનમાંથી બહાર થઇ હતી. ત્યાર બાદ તેનો કોરોના ટેસ્ટ (Covid19)કરવામાં આવતા તે બુધવારે સંક્રમિત હોવાનુ સામે આવ્યુ હતુ. આ અંગેની જાણકારી તેણે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા આપી હતી.
in life, one needs to adapt to the present situation, have faith in God and move forward! Thankful to all those who have supported🙏🌸
And to all those lovely birthday messages and wishes, lots of love and dher saari hugs!!! 🥰🤗💝 #foreveryoung #GodsPlan (2/2)
— Ankita Raina (@ankita_champ) January 12, 2022
અંકિતાએ પ્રથમ તબક્કામાં જ હાર સહન કરવી પડી
અમદાવાદમાં જન્મેલ ટેનિસ સ્ટાર અંકિતા રૈનાએ ઓસ્ટ્રલિયન ઓપનના પ્રથમ રાઉન્ડમાં જ હારનો સામનો કરવો પડ્યો હતો. અંકિતા રૈના ઉપરાંત રામકુમાર રામાનાથને પણ ક્વોલિફાયર રાઉન્ડના પ્રથમ તબક્કામાં જ હાર મેળવી હતી. ઇટાલીના જીયાન મોરોની સામે રામકુમાર રામાનાથનની હાર થઇ હતી. જેમા તેણે 3-6 અને 5-7 થી હાર મેળવી હતી. તે 23 માં પ્રયાસમાં ગ્રાન્ડ સ્લેમના મુખ્ય ડ્રોમાં સ્થાન મેળવી શક્યો નથી.
ટેનિસમાં 203 મું સ્થાન ધરાવતી ભારતીય ટેનિસ પ્લેયર અંકિતા રૈનાની યુક્રેનની ટેનિસ ખેલાડી સામે હાર થઇ હતી. લેસિયા સુરેંકો 120 મો ક્રમાંક ધરાવે છે, જેણે અંકિતાને હાર આપી હતી. તેણે 50 મિનિટમાં જ રૈના સામે જીત મેળવી હતી. રૈનાની 1-6, 0-6 થી હાર થઇ હતી.
કોરોનાના એક દિવસ અગાઉ જ જન્મદિવસ મનાવ્યો
1993માં અમદાવાદમાં 11 જાન્યુઆરીએ અંકિતાનો જન્મ થયો હતો. તેના પિતા મુળ કાશ્મીરના છે. રૈનાએ પોતાના ઘર નજીકની એકડમીમાં ચાર વર્ષની વયથી જ રમતની શરુઆત કરી હતી. તેનો ભાઇ પહેલાથી ટેનિસ પ્લેયર હતો જ્યારે માતા ટેબલ ટેનિસ રમતી હતી. જન્મદિવસે તે ઓસ્ટ્રેલિયામાં હતી જ્યાં તેણે ક્વોલિફાયર રાઉન્ડમાં જ પરાજય મેળવવો પડ્યો હતો.