Asian Hockey Championship, IND vs JAP: આજે જાપાન સામે ભારતીય ટીમની ટક્કર, જાણો ક્યાં, ક્યારે અને કેવી રીતે જોઇ શકાશે
ભારત તેના પૂલ રાઉન્ડમાં અત્યાર સુધી એક પણ મેચ હારી નથી. તેણે બેમાં જીત મેળવી હતી જ્યારે એક મેચ ડ્રોમાં સમાપ્ત થઈ હતી.

એશિયન હોકી ચેમ્પિયનશિપ (Asian Hockey Championship) માં ભારત રવિવારે જાપાન (India vs Japan) સામે ટકરાશે. આ મેચ ભારતની પૂલ રાઉન્ડની છેલ્લી મેચ છે. તેઓ હાલમાં ત્રણ મેચમાં સાત પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં ટોચ પર છે અને પાંચ દેશોની રાઉન્ડ-રોબિન ટુર્નામેન્ટમાં રવિવારે જાપાન સામે ટકરાશે. પાકિસ્તાન (Pakistan) પાસે હાલમાં બે મેચમાં માત્ર એક પોઈન્ટ છે. મસ્કતમાં રમાયેલી છેલ્લી ટુર્નામેન્ટમાં ભારત અને પાકિસ્તાન સંયુક્ત રીતે વિજેતા રહ્યા હતા. ત્યારબાદ વરસાદના કારણે ફાઈનલ મેચ થઈ શકી ન હતી.
વાઈસ-કેપ્ટન હરમનપ્રીત સિંહના બે ગોલથી ઓલિમ્પિક બ્રોન્ઝ મેડલ વિજેતા ભારતે શુક્રવારે કટ્ટર હરીફ પાકિસ્તાનને 3-1 થી હરાવીને એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી (ACT) પુરૂષોની હોકી ટુર્નામેન્ટની સેમિફાઈનલમાં પોતાનું સ્થાન લગભગ સુનિશ્ચિત કર્યું હતું. હરમનપ્રીતે 8મી અને 53મી મિનિટમાં બે પેનલ્ટી કોર્નરને રૂપાંતરિત કર્યા જ્યારે ટોક્યો ઓલિમ્પિક ટીમમાં સ્થાન ન મેળવી શકનાર આકાશદીપે 42મી મિનિટે ફિલ્ડ ગોલ કર્યો, જે તેનો ટુર્નામેન્ટનો બીજો ગોલ હતો.
પાકિસ્તાન તરફથી એકમાત્ર ગોલ જુનૈદ મંઝૂરે 45મી મિનિટે કર્યો હતો. પીઆર શ્રીજેશના આરામના કારણે એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી (ACT) માટે ભારતીય હોકી ટીમમાં પસંદગી પામેલા ગોલકીપર સૂરજ કરકેરાએ સારો દેખાવ કર્યો છે.
ભારત અને જાપાન વચ્ચે એશિયન હોકી ચેમ્પિયનશિપની મેચ ક્યાં રમાશે?
ભારત અને જાપાન વચ્ચે એશિયન હોકી ચેમ્પિયનશિપની મેચ બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં રમાશે.
ભારત અને જાપાન વચ્ચે એશિયન હોકી ચેમ્પિયનશિપ મેચ ક્યારે રમાશે?
ભારત અને જાપાન વચ્ચે એશિયન હોકી ચેમ્પિયનશિપની મેચ રવિવાર, 19 ડિસેમ્બરે રમાશે.
ભારત અને જાપાન વચ્ચે એશિયન હોકી ચેમ્પિયનશિપ મેચ ક્યારે શરૂ થશે?
ભારત અને જાપાન વચ્ચે એશિયન હોકી ચેમ્પિયનશિપની મેચ બપોરે 3 વાગ્યે શરૂ થશે
હું ભારત અને જાપાન વચ્ચેની એશિયન હોકી ચેમ્પિયનશિપની મેચ ક્યાં જોઈ શકું?
ભારત અને જાપાન વચ્ચેની એશિયન હોકી ચેમ્પિયનશિપ મેચનું લાઈવ ટેલિકાસ્ટ સ્ટાર સ્પોર્ટ્સ 1 અને સ્ટાર સ્પોર્ટ્સ સિલેક્ટ પર થશે.
ભારત અને જાપાન વચ્ચે એશિયન હોકી ચેમ્પિયનશિપ મેચનું લાઈવ સ્ટ્રીમિંગ ક્યાં થશે?
ભારત અને જાપાન વચ્ચેની એશિયન હોકી ચેમ્પિયનશિપ મેચનું Live સ્ટ્રીમિંગ Hotstar પર થશે.