મારિયા શારાપોવા અને માઈકલ શુમાકર વિરુદ્ધ પોલીસે ગુરુગ્રામમાં નોંધ્યો કેસ, જાણો શું છે મામલો
ભૂતપૂર્વ રશિયન ટેનિસ સ્ટાર મારિયા શારાપોવા અને ભૂતપૂર્વ ફોર્મ્યુલા 1 રેસર માઈકલ શુમાકર વિરુદ્ધ ગ્રુગ્રામ પોલીસે છેતરપિંડીનો કેસ દાખલ કર્યો છે. ફરિયાદીએ જણાવ્યું હતું કે એક પ્રોજેક્ટ દ્વારા તેની સાથે 80 લાખ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી છે.
પોલીસે ગુરુગ્રામમાં ભૂતપૂર્વ રશિયન ટેનિસ સ્ટાર મારિયા શારાપોવા (Maria Sharapova) અને ભૂતપૂર્વ ફોર્મ્યુલા 1 રેસર માઈકલ શૂમાકર (Michael Schumacher) સહિત અન્ય 11 લોકો વિરુદ્ધ છેતરપિંડી અને ગુનાહિત કાવતરા માટે કોર્ટના આદેશ બાદ કેસ નોંધ્યો છે. આ FIR દિલ્હીની એક મહિલાની ફરિયાદ પર નોંધવામાં આવી હતી. જેણે બંને પર છેતરપિંડીનો આરોપ લગાવ્યો હતો.
નવી દિલ્હીના છતરપુર મિની ફાર્મની રહેવાસી શેફાલી અગ્રવાલે પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે તેણે શારાપોવાના નામથી એક પ્રોજેક્ટમાં એપાર્ટમેન્ટ બુક કરાવ્યું હતું. પ્રોજેક્ટમાં એક ટાવરનું નામ શુમાકર રાખવામાં આવ્યું હતું. ફરિયાદીએ જણાવ્યું હતું કે, પ્રોજેક્ટ 2016 સુધીમાં પૂર્ણ થવાનો હતો, પરંતુ ક્યારેય શરૂ થયો નથી. જેના કારણે તેણે આ આંતરરાષ્ટ્રીય સેલિબ્રિટીઓ પર છેતરપિંડીમાં સામેલ હોવાનો આરોપ લગાવ્યો હતો.
અગાઉ, શેફાલીએ ગુરુગ્રામ કોર્ટમાં એમએસ રિયલટેક ડેવલપમેન્ટ એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી હતી. જેમાં તેણે શારાપોવા અને શુમાકર પર લગભગ 80 લાખ રૂપિયાની છેતરપિંડીનો આરોપ લગાવ્યો હતો.
Police here booked former Russian tennis star #MariaSharapova, former #Formula1 racer #MichaelSchumacher and 11 others for fraud and criminal conspiracy following a court order.
— Mint (@livemint) March 17, 2022
પ્રોજેક્ટ અંગે ખોટા વચનો આપવામાં આવ્યા હતા
ફરિયાદીએ કોર્ટ સમક્ષ જણાવ્યું હતું કે, તેણે અને તેના પતિએ ગુડગાંવના સેક્ટર 73 માં શારાપોવાના નામે એક રહેણાંક એપાર્ટમેન્ટ બુક કરાવ્યું હતું. પરંતુ ડેવલપર કંપનીઓએ તેમને તેમના પ્રોજેક્ટમાં પૈસા રોકવાની લાલચ આપીને છેતર્યા હતા. જે તેમને ક્યારેય આપવામાં આવ્યું ન હતું. તેમની ફરિયાદમાં તેમણે જણાવ્યું હતું કે, અમને જાહેરાતો દ્વારા પ્રોજેક્ટ વિશે જાણ થઈ હતી અને પ્રોજેક્ટની તસવીરો લીધા બાદ કંપની મેનેજમેન્ટનો સંપર્ક કર્યો હતો અને અમને ઘણા ખોટા વચનો આપવામાં આવ્યા હતા.
બાદશાહ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાયો
પ્રોજેક્ટના પ્રમોટર્સ તરીકે, શારાપોવા અને શુમાકરે ખરીદદારો સાથે ષડયંત્ર રચ્યું હતું. શેફાલી અગ્રવાલે આક્ષેપ કર્યો હતો કે ભૂતપૂર્વ ટેનિસ સ્ટારે સ્થળની મુલાકાત લીધી હતી અને સ્પોર્ટ્સ સ્ટોર ઉપરાંત ટેનિસ એકેડમી ખોલવાનું વચન આપ્યું હતું.
આ પણ વાંચો : All England Championship: પીવી સિંધુ અને સાઇના નેહવાલે જીત સાથે શરુઆત કરી, લક્ષ્ય સેનનુ શાનદાર ફોર્મ જારી
આ પણ વાંચો : IPL 2022: હાર્દિક પંડ્યા આઈપીએલમાં બોલિંગ કરશે કે નહીં, જાણો TV9 ગુજરાતીનો ખાસ અહેવાલ