Women’s National Football Championship: આજે ગુજરાતની ટક્કર પુંડુચેરી સામે, અંતિમ મેચમાં આસામને પછાડી દમ બતાવ્યો હતો

|

Jun 25, 2022 | 6:30 AM

Women's National Football Championship: ગુજરાત અને પુંડુચેરી વચ્ચે શનિવાર 25 જૂને ટક્કર થનારી છે. ગુજરાતની ટીમની આ ત્રીજી મેચ રમાઈ રહી છે. અગાઉ ગુરુવારે આસામને 2-1 થી પછાડ્યુ હતુ.

Womens National Football Championship: આજે ગુજરાતની ટક્કર પુંડુચેરી સામે, અંતિમ મેચમાં આસામને પછાડી દમ બતાવ્યો હતો
Gujarat Football Team : આજે પુંડુચેરી સામે ટકરાશે

Follow us on

Gujarat Football Team : મહિલા રાષ્ટ્રીય ફૂટબોલ ચેમ્પિયનશિપ (National Football Championship) યોજાઈ રહી છે. પાંચ જેટલા પાંચ સ્થળોએ ટુર્નામેન્ટનુ આયોજન કરવામાં આવ્યુ છે. ગુજરાત અને પુંડુચેરી વચ્ચે શનિવાર 25 જૂને ટક્કર થનારી છે. ગુજરાતની ટીમની આ ત્રીજી મેચ રમાઈ રહી છે. આસામ ફૂટબોલ એસોસિએશન (AFA) આસામ સરકારના રમતગમત અને યુવા કલ્યાણ વિભાગના સહયોગથી ઓલ ઈન્ડિયા ફૂટબોલ ફેડરેશન (AIFF) દ્વારા રાષ્ટ્રીય ફુટબોલ ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવ્યુ છે. ગુજરાતની ટીમે પ્રથમ મેચ હરીયાણા સામે રમી હતી. જ્યારે બીજી મેચ ગુરુવારે આસામ સામે રમી હતી, જેમાં ગુજરાતે 2-1 થી જીત મેળવી હતી.

હવે ગુજરાતની ટીમ પ્રથમ મેચમાં હરીયાણા સામે હાર મેળવી હતી અને બીજી મેચમાં જીત મેળવી હતી, આમ હવે અંતિમ મેચમાં પુંડુચેરીને હરાવવા માટે ગુજરાતની મહિલા ટીમ પુરો દમ લગાવી દેશે. જોકે આસામને હરાવીને ગુજરાતની ટીમની મહિલા ખેલાડીઓમાં ભરપૂર આત્મવિશ્વાસ થયો છે. આસામ સામે માયા રબારીએ ગુજરાત તરફથી મેચમાં એક ગોલ કર્યો હતો. માયાનો આ ગોલ 4 મિનિટમાં જ કર્યો હતો અને ગુજરાતને 1-0 થી લીડ અપાવી હતી. આમ શરુઆત ગુજરાતની સારી રહી હતી. ત્યારબાદ ખૂશ્બૂએ સેકન્ડ હાફમાં 57 મિનિટે બીજો ગોલ કર્યો હતો. માયા પ્લેયર ઓફ ધ મેચ તરીકે પસંદ થઈ હતી.

ગુજરાતમાં ફુટબોલની લોકપ્રિયતા વધતી જઈ રહી છે

ગુજરાતમાં ક્રિકેટ બાદ ફુટબોલની લોકપ્રિયતા વધી રહી છે. મોટી સંખ્યામાં લોકો ફુટબોલમાં રસ દાખવતા થયા છે અને કારકિર્દી તરીકે આ રમતને પસંદ કરી રહ્યા છે. જેને ધ્યાને રાખીને ગુજરાત ફુટબોલ એસોસિએશને (Gujarat Football Association) ઉભરતા ખેલાડીઓથી લઈને સીનિયર ખેલાડીઓ માટે થોડા દિવસ પહેલા ખાસ ટુર્નામેન્ટનું આયોજન કર્યું હતુ. ગુજરાત ફુટબોલના પ્રેસિડેન્ટ પરિમલ નથવાણીએ ક્લબ ચેમ્પિયનશીપ (Club Championship) ટુર્નામેન્ટના આયોજનની જાહેરાત કરી હતી. જોકે આ પહેલીવાર બન્યું છે કે ગુજરાત ફુટબોલે રાજ્યના ખેલાડીઓ માટે ક્લબ કક્ષાની ટુર્નામેન્ટનું આયોજન કર્યું હોય

આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024

આ ખેલાડીઓ મેદાનમાં ઉતરશે

શિલ્પા કેપ્ટન, માયા વાઇસ કેપ્ટન, માહી ગોલકીપર, યાના ગોલકીપર, તુલસી, જીલ, મુસ્કાન, દિયા,મિસ્બાબાનુ, સપના, જાનકી, દિપીકા, ખુશ્બુ, મમતા, રાજેશ્વરી, અંજલિ, સ્નેહા, દિયા દવે, યશ્વી, ડેનિશા

ગુજરાતની મહિલા ફૂટબોલ ટીમને લગતી તમામ માહિતી જોવા માટે તમે Tv9 ગુજરાતી વેબસાઈટ, યુટ્યુબ ચેનલ, ઈન્સ્ટ્રાગ્રામ, ટ્વિટર પર જોઈ શકો છો.

Next Article