U-17 Women’s National Football Championship : ટીમ ગુજરાતે આજની મેચમાં યજમાન આસામ સામે 2-1થી જીત મેળવી

આસામ જુનિયર અંડર-17 મહિલા રાષ્ટ્રીય ફૂટબોલ ચેમ્પિયનશિપ (U-17 Women's National Football Championship)નું આયોજન કરવામાં આવ્યુ છે, જેમાં ગુજરાતની ટીમે આજની મેચમાં યજમાન આસામ સામે 2-1થી જીત મેળવી છે.

U-17 Women's National Football Championship : ટીમ ગુજરાતે આજની મેચમાં યજમાન આસામ સામે 2-1થી જીત મેળવી
ટીમ ગુજરાતે આજની મેચમાં યજમાન આસામ સામે 2-1થી જીત મેળવી Image Credit source: Tv 9 gujarati
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 23, 2022 | 3:22 PM

U-17 Women’s National Football Championship : આસામ જુનિયર અંડર-17 મહિલા રાષ્ટ્રીય ફૂટબોલ ચેમ્પિયનશિપ (National Football Championship) 18 જૂનથી પાંચ સ્થળો પર આયોજન કરવામાં આવ્યુ છે, આજે સવારે ગુજરાતની મહિલા ફૂટબોલ (Gujarat women’s football)ટીમની ટક્કર આસામ સામે થઈ હતી. જેમાં ગુજરાતની ટીમે 2 1થી જીત મેળવી છે.માહિયા, તુલસી, જીલ, માયા, મુસ્કાન, દિયા,મિસ્બાબાનુ, સપના, જાનકી, શિલ્પા, દિપીકા, ખુશ્બુ, મમતા, રાજેશ્વરી, અંજલિ, સ્નેહા, દિયા દવે, યશ્વી, ડેનિશા, યનાકુમારી  ખેલાડીઓએ ભાગ લીધો હતો

આજની મેચ દિમાકુચી સ્ટેડિયમમાં રમાઈ

આજનું રાશિફળ તારીખ : 23-04-2024
500 કરોડની આ આલીશાન હોટલમાં અનંત રાધિકા કરશે લગ્ન !
અંબાણી પરિવારમાં હાઇટમાં સૌથી ઊંચું કોણ? જાણો મુકેશ અંબાણીની ઊંચાઈ કેટલી
New Tax Regime માં પણ બચાવી શકો છો આવકવેરો, જાણી લો આખું ગણિત
IPL મેચ પહેલા રોહિત શર્મા સાથે વિદેશી કોચે કર્યું આવું કામ, કેમેરા મેન પણ શરમાયો, જુઓ Video
ગરમીમાં લૂ લાગે કે લૂ લાગવાના સંકેત દેખાય કે તરત જ કરી લેજો આ કામ, જલદી મળશે રાહત

આસિસ્ટન્ટ કોચ મોહમ્મદ રિઝવાન તેમજ ગુજરાત ફુટબોલ ટીમના હેડ કોચ તરીકે કલ્પના દાસ ટીમની આગેવાની કરી હતી, આજની મેચ દિમાકુચી સ્ટેડિયમમાં રમાઈ હતી.ટૂર્નામેન્ટમાં યજમાન આસામની ટીમ સહિત અંદાજે 34 ટીમો ભાગ લઈ રહી છે.આસામ ફૂટબોલ એસોસિએશન (AFA) આસામ સરકારના રમતગમત અને યુવા કલ્યાણ વિભાગના સહયોગથી ઓલ ઈન્ડિયા ફૂટબોલ ફેડરેશન (AIFF) દ્વારા આયોજિત ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવ્યુ છે. ત્યારે આ ટૂર્નામેન્ટમાં ભાગ લેવા માટે ગુજરાતની ટીમની પહેલી મેચમાં હરિયાણા સામે હાર મળ્યા બાદ આજે આસામ સામે જીત મેળવી હતી

ગુજરાતની ટીમે આસામ સામે 2-1થી લીડ મેળવી હતી. ગુજરાતની ટીમના કોચ તરીકે કલ્પના દાસ અને આસામ ટીમના કોચ લુચન સૈકિયાએ પ્રતિનિધિત્વ કર્યું હતુ,પ્લેયર ઓફ ધ મેચ માયા રબારી રહી હતી. માયા રબારીએ આ ગેમમાં ગુજરાત તરફથી 1 ગોલ કર્યો હતો.માયાએ 4 મિનિટમાં ગોલ કરી ગુજરાતને 1-0ની લીડ અપાવી હતી. ત્યારબાદ ખુશ્બુએ સેકન્ડ હાફની 57 મિનિટમાં બીજો ગોલ કર્યો હતો

 મોટી સંખ્યામાં લોકો ફુટબોલમાં રસ દાખવતા થયા

View this post on Instagram

A post shared by TV9 Gujarati (@tv9gujarati)

ગુજરાતમાં ક્રિકેટ બાદ ફુટબોલની (Football) લોકપ્રિયતા વધી રહી છે. મોટી સંખ્યામાં લોકો ફુટબોલમાં રસ દાખવતા થયા છે અને કારકિર્દી તરીકે આ રમતને પસંદ કરી રહ્યા છે. જેને ધ્યાને રાખીને ગુજરાત ફુટબોલ એસોસિએશને (Gujarat Football Association) ઉભરતા ખેલાડીઓથી લઈને સીનિયર ખેલાડીઓ માટે થોડા દિવસ પહેલા ખાસ ટુર્નામેન્ટનું આયોજન કર્યું હતુ. ગુજરાત ફુટબોલના પ્રેસિડેન્ટ પરિમલ નથવાણીએ ક્લબ ચેમ્પિયનશીપ (Club Championship) ટુર્નામેન્ટના આયોજનની જાહેરાત કરી હતી. જોકે આ પહેલીવાર બન્યું છે કે ગુજરાત ફુટબોલે રાજ્યના ખેલાડીઓ માટે ક્લબ કક્ષાની ટુર્નામેન્ટનું આયોજન કર્યું હોય

ગુજરાતની મહિલા ફૂટબોલ ટીમને લગતી તમામ માહિતી જોવા માટે તમે Tv9 ગુજરાતી વેબસાઈટ, યુટ્યુબ ચેનલ, ઈન્સ્ટ્રાગ્રામ, ટ્વિટર પર જોઈ શકો છો.

Latest News Updates

ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં આગની ઘટના સામે આવી, જુઓ Video
ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં આગની ઘટના સામે આવી, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">