હીરો જુનિયર અંડર-17 Women’s National Football Championshipમાં ગુજરાતની હરિયાણા સામે 5-1 હાર થઈ, 23 જૂને આસામ સામે ટકરાશે

|

Jun 22, 2022 | 3:22 PM

હીરો જુનિયર (અંડર-17) મહિલા રાષ્ટ્રીય ફૂટબોલ ચેમ્પિયનશિપ (Hero Junior (U-17) Women's National Football Championship ) 2022-23 ગુજરાતની હરિયાણા સામે 5-1થી હાર થઈ હતી.

હીરો જુનિયર અંડર-17 Womens National Football Championshipમાં ગુજરાતની હરિયાણા સામે  5-1 હાર થઈ, 23 જૂને આસામ સામે ટકરાશે
હીરો જુનિયર અંડર-17 Women's National Football Championshipમાં ગુજરાતની હરિયાણા સામે 5-1 હાર થઈ, 23 જૂને આસામ સામે ટકરાશે
Image Credit source: TV 9 gujarati

Follow us on

Women’s National Football Championship : 21 જૂનથી જુનિયર અંડર-17 મહિલા રાષ્ટ્રીય ફૂટબોલ ચેમ્પિયનશિપ આસામમાં શરુ થઈ છે.ફૂટબોલ ચેમ્પિયનશિપમાં ગુજરાતની ટીમ (Gujarat Football Team) G ગ્રુપમાં છે, આ ગ્રુપમાં હવે ગુજરાતની ટક્કર પુડુચેરી અને આસામની ટીમ વચ્ચે ટક્કર થશે.21 જૂને ગુજરાતની પ્રથમ મેચ હરિયાણા સામે હતી જેમાં ગુજરાતની ટીમે હારનો સામનો કરવો પડ્યો હતો. ગુજરાત હરિયાણાની મેચ આસામના દિમાકુચી સ્ટેડિયમ (DIMAKUCHI STADIUM)માં રમાઈ હતી.આ મેચમાં હરિયાણા 5-1થી જીત મેળવી હતી.

ભારતની મુસ્કાને 21 મિનીટમાં એક ગોલ કર્યો

હરિયાણાની ટીમ કોચ અનિલ કુમારના માર્ગદર્શન હેઠળ રમી હતી. જ્યારે ગુજરાત ફૂટબોલની (અંડર-17) મહિલા ટીમના કોચ કલ્પના દાસના માર્ગદર્શન હેઠળ રમી હતી.મેચમાં પ્લેયર ઓફ ધ મેચ  આસામની કલ્પનાને જાહેર કરવામાં આવી છે, જેને આ મેચમાં ત્રણ ગોલ કર્યા હતા. ભારતની મુસ્કાને 21 મિનીટમાં એક ગોલ કર્યો હતો

આસામ જુનિયર અંડર-17 મહિલા રાષ્ટ્રીય ફૂટબોલ ચેમ્પિયનશિપ (National Football Championship) 18 જૂનથી પાંચ સ્થળોએ યોજાય રહેલ છે.આસામ ફૂટબોલ એસોસિએશન (AFA) આસામ સરકારના રમતગમત અને યુવા કલ્યાણ વિભાગના સહયોગથી ઓલ ઈન્ડિયા ફૂટબોલ ફેડરેશન (AIFF) દ્વારા આયોજિત ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવ્યુ છે. ત્યારે આ ટૂર્નામેન્ટમાં ભાગ લેવા માટે ગુજરાત ટીમની બીજી મેચ 23 જૂનના રોજ આસામ સામે ટક્કરાશે

આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?

મહિલા ટીમના કોચ કલ્પના દાસે ટીવી 9 સાથેની વાતચીત કરી

ગુજરાત ફૂટબોલની (અંડર-17) મહિલા ટીમના કોચ કલ્પના દાસે ટીવી 9 સાથેની વાતચીતમાં જણાવ્યું હતુ કે,ગુજરાતની ટીમનું હાર માટેનું કારણ 5 દિવસની લાંબી મુસાફરી , ખેલાડીઓ માનસિક અને શારિરીક થાક પણ એક કારણ, આસામમાં પડી રહેલો મેચ ટીમ ભીના ગ્રાઉન્ડમાં રમવાની ખેલાડીને પ્રેક્ટિસ રહેતી નથી, આ તમામ કારણે ટીમનું કારણ કહી શકાય છે,

ભારત આજે ઇટાલી સામે તેમના અભિયાનની શરૂઆત કરશે

ભારતની અંડર 17 મહિલા ફુટબોલ ટીમ (U-17 Girls Football Team)માં પોતાનુ કૌવત બતાવવા માટે ગુજરાતની બે દિકરીઓ તૈયાર છે. ગુજરાતની નકેતા અને શુભાંગીસિંહ, ફિફા અંડર-17 મહિલા વર્લ્ડ કપની તૈયારીના ભાગરૂપે ઈટાલી અને નોર્વેમાં બે ટુર્નામેન્ટમાં ભાગ લેશે. ભારત ઇટાલીમાં 6ઠ્ઠી Torneo Female Football Tournament અને નોર્વેમાં Open Nordic Tournamentમાં ભાગ લેશે. ટોર્નિયો મહિલા ફૂટબોલ ટુર્નામેન્ટમાં ભારત 22 જૂને ઇટાલી સામે તેમના અભિયાનની શરૂઆત કરશે. અન્ય બે રાષ્ટ્રો ચિલી અને મેક્સિકો છે. ગુજરાતની નકેતા અને શુભાંગીસિંહ વિદેશની ધરતી પર ફુટબોલ રમતી જોવા મળશે.

હરિયાણા સામે આ ખેલાડીઓએ ભાગ લીધો હતો

શિલ્પા કેપ્ટન

માયા વાઇસ કેપ્ટન

માહી ગોલકીપર

યાના ગોલકીપર

મુસ્કાન

જીલ

અંજલિ

જાનકી

મિસ્બા

દિયા દવે

કુશબુ

સેન્હા

તુલશી

મમતા

દીપિકા

સપના

યશ્વી

રાજીવી

દિનશા

દિયા અમલાની

ગુજરાતની મહિલા ફૂટબોલ ટીમને લગતી તમામ માહિતી જોવા માટે તમે Tv9 ગુજરાતી વેબસાઈટ, યુટ્યુબ ચેનલ, ઈન્સ્ટ્રાગ્રામ, ટ્વિટર પર જોઈ શકો છો.

Published On - 12:51 pm, Wed, 22 June 22

Next Article