જુનિયર અંડર-17 મહિલા રાષ્ટ્રીય ફૂટબોલ ચેમ્પિયનશિપ આજથી શરૂ, ગુજરાતની પ્રથમ ટક્કર હરિયાણા સામે

આજથી જુનિયર અંડર-17 મહિલા રાષ્ટ્રીય ફૂટબોલ ચેમ્પિયનશિપ આસામમાં શરુ થઈ રહેલ છે.ફૂટબોલ ચેમ્પિયનશિપમાં ગુજરાતની ટીમ (Gujarat Football Team) G ગ્રુપમાં છે, આ ગ્રુપમાં ગુજરાત, હરિયાણા, પુડુચેરી અને આસામની ટીમ વચ્ચે ટક્કર થશે.

જુનિયર અંડર-17 મહિલા રાષ્ટ્રીય ફૂટબોલ ચેમ્પિયનશિપ આજથી શરૂ, ગુજરાતની પ્રથમ ટક્કર હરિયાણા સામે
જુનિયર અંડર-17 મહિલા રાષ્ટ્રીય ફૂટબોલ ચેમ્પિયનશિપ આજથી શરૂImage Credit source: tv 9 Gujaratai
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 21, 2022 | 11:42 AM

Gujarat Football Team : આસામ જુનિયર અંડર-17 મહિલા રાષ્ટ્રીય ફૂટબોલ ચેમ્પિયનશિપ (National Football Championship) 18 જૂનથી પાંચ સ્થળોએ યોજાય રહેલ છે.આસામ ફૂટબોલ એસોસિએશન (AFA) આસામ સરકારના રમતગમત અને યુવા કલ્યાણ વિભાગના સહયોગથી ઓલ ઈન્ડિયા ફૂટબોલ ફેડરેશન (AIFF) દ્વારા આયોજિત ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવ્યુ છે. ત્યારે આ ટૂર્નામેન્ટમાં ભાગ લેવા માટે ગુજરાતની ટીમ પણ આસામ પહોંચી ગઈ છે. આજે પ્રથમ મેચમાં હરિયાણા સામે રમશે,

ગુજરાતની ટીમ ચોક્કસથી જીત મેળવશે

Gujarat’s U-17 Women’s Football Team

ગુજરાતની ફૂટબોલ ટીમના પ્લેયર યશ્વી શેઠએ TV9 ગુજરાતીને જણાવ્યું કે,આ વખતે ટીમે ખૂબ જ મહેનત કરી છે અને આ વર્ષે ટુર્નામેન્ટમાં ફાઈનલ સુધી પહોચશે અને તે મેચ જીતશે. સાથે જ ટીમના તમામ પ્લેયરને કોચ કલ્પના દાસ દ્વારા ટ્રેનિંગ આપવામાં આવી છે અને તેઓ બધા જ છેલ્લા 8 મહિનાથી સતત પ્રેકટીસ કરી રહ્યા છે.યશ્વીએ આગળ કહ્યુ કે, તેમના કેપ્ટન શિલ્પા ઠાકુર ખૂબ જ મજબૂત પ્લેયર છે અને તેમના માર્ગદર્શનથી ગુજરાતની ટીમ ચોક્કસથી જીત મેળવશે.

ટીમોને 8 ગ્રુપમાં વહેંચવામાં આવી

આસિસ્ટન્ટ કોચ તરીકે મોહમ્મદ રિઝવાન તેમજ ગુજરાત ફુટબોલ ટીમના હેડ કોચ તરીકે કલ્પના દાસ ટીમની આગેવાની કરશે. ફૂટબોલ ચેમ્પિયનશિપ નેહરુ સ્ટેડિયમ ઉપરાંત, સરુસજાઈ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (SAI) ગ્રાઉન્ડ સોનાપુર (ગુવાહાટીની બહાર) ખાતે લક્ષ્મીબાઈ નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઑફ ફિઝિકલ એજ્યુકેશન અને ઉદલગુરી જિલ્લામાં દિમાકુચી આ ગેમ્સનું આયોજન કરાશે. ટૂર્નામેન્ટમાં યજમાન આસામની ટીમ સહિત અંદાજે 34 ટીમો ભાગ લેશે. ટીમોને 8 ગ્રુપમાં વહેંચવામાં આવી છે.

માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !

જુનિયર અંડર-17 મહિલા રાષ્ટ્રીય ફૂટબોલ ચેમ્પિયનશિપ આજથી શરૂ

21 જૂનથી મેચ શરૂ થશે

21 જૂન ગુજરાત V/S હરિયાણા

23 જૂન ગુજરાત V/S આસામ

25 જૂન ગુજરાત V/S પુડુચેરી

ફૂટબોલ ચેમ્પિયનશિપમાં ગુજરાતની ટીમ G ગ્રુપમાં છે, આ ગ્રુપમાં ગુજરાત, હરિયાણા, પુડુચેરી અને આસામની ટીમ વચ્ચે ટક્કર થશે. ગુજરાતને હરિયાણા, પુડુચેરી અને આસામ સાથે ગ્રુપ Gમાં સામેલ કરવામાં આવ્યું છે. જો કે મોટાભાગની મેચો દિવસ દરમિયાન રમાશે,

આ ખેલાડીઓ ભાગ લેશે

માહિયા, તુલસી, જીલ, માયા, મુસ્કાન, દિયા,મિસ્બાબાનુ, સપના, જાનકી, શિલ્પા, દિપીકા, ખુશ્બુ, મમતા, રાજેશ્વરી, અંજલિ, સ્નેહા, દિયા દવે, યશ્વી, ડેનિશા, યનાકુમારી

ગુજરાતની મહિલા ફૂટબોલ ટીમને લગતી તમામ માહિતી જોવા માટે તમે Tv9 ગુજરાતી વેબસાઈટ, યુટ્યુબ ચેનલ, ઈન્સ્ટ્રાગ્રામ, ટ્વિટર પર જોઈ શકો છો.

Latest News Updates

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
g clip-path="url(#clip0_868_265)">