Football: ચેલ્સીએ લિલને હરાવી UEFA ચેમ્પિયન્સ લીગ ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો

|

Mar 20, 2022 | 12:03 AM

UEFA Champions League : ચેલ્સી એ શાનદાર પ્રદર્શન કરતા લિલને હરાવીને UEFA ચેમ્પિયન્સ લીગ ફૂટબોલ ટુર્નામેન્ટની ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો.

Football: ચેલ્સીએ લિલને હરાવી UEFA ચેમ્પિયન્સ લીગ ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો
Chelsea FC (PC: Yahoo Sports)

Follow us on

ડિફેન્ડિંગ ચેમ્પિયન ચેલ્સી (Chelsea F.C.) એ બુધવારે બીજા તબક્કાની મેચમાં લિલને હરાવીને UEFA ચેમ્પિયન્સ લીગ (UEFA Champions League) ફૂટબોલ ટુર્નામેન્ટની ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો. બીજા તબક્કામાં ચેલ્સીએ મેચ 2-1થી જીતી લીધી અને કુલ 4-1 ના સ્કોરથી મેચ જીતી લીધી હતી. ચેલ્સીએ ઘરઆંગણે પ્રથમ લેગ 2-0થી જીત્યો હતો. મેચના બીજા તબક્કામાં લિલને 38મી મિનિટે બુરાક યાલમાઝે પેનલ્ટી પર ગોલ કરીને લીડ અપાવી હતી. અમેરિકન આંતરરાષ્ટ્રીય ક્રિશ્ચિયન પુલિસિકે પ્રથમ હાફના ઇન્જરી ટાઇમ (45+3જી મિનિટ) માં ચેલ્સીને બરાબરી કરી હતી. 71મી મિનિટે સેજર એઝપિલિક્યુટાએ વધુ એક ગોલ કરીને ચેલ્સીની જીત સુનિશ્ચિત કરી હતી.

જુવેન્ટસ બહાર, વિલારિયલ આગળ વધ્યું

ત્રણ સિઝનમાં ત્રીજા મેનેજર સાથે રમવા છતાં, જુવેન્ટસને ચેમ્પિયન્સ લીગ છેલ્લા-16માં સતત ત્રીજી વખત હારનો સામનો કરવો પડ્યો, જેના કારણે ટીમ ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ. યુરોપા લીગ ચેમ્પિયન વિલારિયલે બીજા તબક્કાની મેચમાં જુવેન્ટસને 3-0થી હરાવ્યું. ટીમ 13 વર્ષમાં પ્રથમ વખત ક્વાર્ટર ફાઇનલમાં જગ્યા બનાવવામાં સફળ રહી.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

પ્રથમ ચરણમાં બંને ટીમો 1-1થી ડ્રો રમી હતી. સબસ્ટિટ્યૂટ ગેરાર્ડ મોરેનોએ 78મી મિનિટે પેનલ્ટી પર ગોલ કરીને વિલારિયલને લીડ અપાવી હતી. પાઉ ટોરેઝ (85મી મિનિટ) અને આર્નોટ ડેન્ઝુમા (90+2મી મિનિટ, પેનલ્ટી) એ પછી ટીમ માટે ગોલ કરીને ટીમને જીત અપાવી અને 4-1ના કુલ સ્કોર સાથે આગળના રાઉન્ડમાં પ્રવેશ કર્યો.

લિવરપૂલે આર્સેલનને માત આપી

લિવરપૂલે તેની ઇંગ્લિશ પ્રીમિયર લીગ ટાઇટલ રેસને બુધવારે આર્સેનલ પર 2-0થી સતત નવમી જીતમાં ફેરવી દીધી. લિવરપૂલની ટીમ હવે ટોપ-રનર માન્ચેસ્ટર સિટી કરતાં માત્ર એક પોઈન્ટ પાછળ છે. લિવરપૂલના 29 મેચમાં 69 પોઈન્ટ છે જ્યારે સિટીના એટલી જ મેચોમાં 70 પોઈન્ટ છે. લિવરપૂલ માટે ડિઓગો જોટા (54મો) અને રોબર્ટો ફિરમિનો (62મો) એ આર્સેનલ સામે બીજા હાફની આઠ મિનિટમાં ગોલ કર્યો. લિવરપૂલે 2020માં પ્રીમિયર લીગનું ટાઇટલ જીત્યું હતું, પરંતુ ગયા વર્ષે સિટીએ ટાઇટલ જીત્યું હતું.

આ પણ વાંચો : ટેનિસ સ્ટાર રોજર ફેડરર ફરી આવ્યો બાળકોની મદદે, રશિયા-યુક્રેન યુદ્ધના અસરગ્રસ્ત 60 લાખ બાળકોને શિક્ષા પુરી પાડશે

આ પણ વાંચો : All England Championship: લક્ષ્ય સેને ફાઈનલમાં પહોંચીને ઈતિહાસ રચ્યો, સેમિ ફાઈનલમાં જબરદસ્ત જીત મેળવી

Next Article