FIH પ્રો હોકી લીગ : ભારતે શુટઆઉટમાં ઇંગ્લેન્ડને માત આપી, ટોચ પર પહોંચ્યું

|

Apr 03, 2022 | 12:53 PM

ભારતીય પુરુષ ટીમે કલિંગા સ્ટેડિયમ ખાતે હોકી પ્રો લીગ મેચમાં શૂટઆઉટમાં ઈંગ્લેન્ડને હરાવ્યું. આ જીત સાથે ભારતીય ટીમને 2 પોઈન્ટ (બોનસ સહિત) જ્યારે ઈંગ્લેન્ડની ટીમને 1 પોઈન્ટ મળ્યો છે. આ સાથે ભારત 18 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં ટોપ પર પહોંચી ગયું છે.

FIH પ્રો હોકી લીગ : ભારતે શુટઆઉટમાં ઇંગ્લેન્ડને માત આપી, ટોચ પર પહોંચ્યું
Indian Hockey Team (PC: Hockey India)

Follow us on

ભારતીય પુરૂષ હોકી (Indian Hockey) ટીમે શનિવારે FIH પ્રો લીગ ટાઈની શરૂઆતની મેચમાં શૂટઆઉટમાં ઈંગ્લેન્ડને 3-2 થી હરાવીને મજબૂત પ્રદર્શન કર્યું હતું. કલિંગા સ્ટેડિયમમાં મેચ 3-3 ની બરાબરી પર પુરી થઈ હતી. ત્યાર બાદ પરિણામ માટે શૂટઆઉટનો સહારો લેવો પડ્યો હતો. આ જીત સાથે ભારતીય ટીમને (Team India) 2 પોઈન્ટ (બોનસ સહિત) જ્યારે ઈંગ્લેન્ડની ટીમ (England Hockey) ને એક પોઈન્ટ મળ્યો હતો. આ સાથે ભારત 9 મેચમાં 18 પોઈન્ટ સાથે ટેબલમાં ટોપ પર પહોંચી ગયું છે.

મેચના નિયમિત સમયમાં ભારત તરફથી અભિષેક (14મો), શમશેર સિંહ (27મો) અને હરમનપ્રીત સિંહ (52મો) ગોલ કર્યા. જ્યારે ઈંગ્લેન્ડ તરફથી નિકોલસ બંદુરાક (8મો, 28મો) અને સેમ વોર્ડ (60મો) એ ગોલ કર્યા. વોર્ડે પેનલ્ટી સ્ટ્રોક પર ગોલ કર્યો હતો. રવિવારે રમાનાર બીજી મેચમાં બંને ટીમો ફરી એકવાર સામસામે ટકરાશે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

ઈંગ્લેન્ડે 8મી મિનિટે પેનલ્ટી કોર્નર મેળવીને મેચમાં સકારાત્મક શરૂઆત કરી હતી. જેને બાંદુરકે ગોલમાં ફેરવી ટીમને લીડ અપાવી હતી. પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન ન આપવા છતાં ભારતીય ટીમ 14મી મિનિટે અભિષેકના ગોલથી બરાબરી કરવામાં સફળ રહી હતી. તેણે શમશેરના પાસ પર શાનદાર રિવર્સ હિટ વડે ટીમને પ્રથમ સફળતા અપાવી હતી.

ભારતે 27મી મિનિટે શમશેરના ફિલ્ડ ગોલથી લીડ મેળવી લીધી હતી. પરંતુ ટીમનો આનંદ લાંબો સમય ટકી શક્યો નહીં કારણ કે બીજી જ મિનિટે બાંદુરકે પેનલ્ટી કોર્નરને ગોલમાં ફેરવી સ્કોર 2-2 કરી દીધો હતો. ભારતીય ટીમના ખરાબ પ્રદર્શનનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે તેને પહેલા હાફમાં એક પણ પેનલ્ટી કોર્નર મળી શક્યું ન હતું અને આ દરમિયાન ઈંગ્લેન્ડને ત્રણ પેનલ્ટી કોર્નર મળ્યા હતા.

 

 

ભારતીય ટીમ ત્રીજા ક્વાર્ટરમાં પણ પેનલ્ટી કોર્નર મેળવવામાં નિષ્ફળ રહી હતી. ભારતીય ગોલકીપર શ્રીજેશે આ સમયગાળા દરમિયાન કેટલાક શાનદાર બચાવ કરીને ઈંગ્લેન્ડને લીડ લેતા અટકાવ્યું હતું. ચોથા ક્વાર્ટરમાં ભારતની રમત વધુ ધારદાર થઈ ગઈ હતી અને ટીમને છેલ્લી 8 મિનિટમાં બે પેનલ્ટી કોર્નર મળ્યા હતા. તેમાંથી બીજા પર હરમનપ્રીત સિંહની શાનદાર ડ્રેગ ફ્લિકે ટીમની લીડ 3-2 કરી લીધી. ભારતીય ડિફેન્સની નબળી રમતને કારણે ઈંગ્લેન્ડે મેચ પુરી થવાના 14 સેકન્ડ પહેલા પેનલ્ટી સ્ટ્રોક મેળવ્યો અને તેને ગોલમાં ફેરવીને સ્કોર 3-3 થી બરાબર કર્યો.

આ પણ વાંચો : PAK vs AUS: Babar Azam એ સતત બીજી વન-ડેમાં સદી ફટકારી, પાકિસ્તાને 2-1થી વન-ડે સીરિઝ જીતી લીધી

આ પણ વાંચો : IPL 2022 Points Table: રાજસ્થાન રોયલ્સ સૌથી આગળ, ગુજરાત ટાઈટન્સ બંને મેચ જીતીને ત્રીજા ક્રમે, જાણો પુરી વિગત

Next Article