IPL 2022: લખનૌ સામેની મેચ પહેલા ચેન્નઇની તકલીફ વધી, આ બે ખેલાડીઓની મેચ રમવા પર શંકા

IPL 2022: ચેન્નઇ પોતાની પહેલી બંને મેચ હારી ગયું છે. પહેલી મેચમાં ચેન્નઇને કોલકાતા સામે જ્યારે બીજી મેચમાં લખનૌ સુપર જાયન્ટ્સ ટીમ સામે હારનો સામનો કરવો પડ્યો હતો.

IPL 2022: લખનૌ સામેની મેચ પહેલા ચેન્નઇની તકલીફ વધી, આ બે ખેલાડીઓની મેચ રમવા પર શંકા
Chennai Super Kings (PC: IPL)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 02, 2022 | 10:20 PM

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2022) ની 15મી સિઝનમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ચેન્નાઈ સુપર કિંગ્સ (Chennai Super Kings) ની મુશ્કેલીઓ ઓછી નથી થઈ રહી. પ્રથમ બે મેચ હારી ચૂકેલી ચેન્નાઈને રવિવારે પંજાબ કિંગ્સ સામે રમવાનું છે. તે પહેલા તેનો એક ખેલાડી હોસ્પિટલમાં દાખલ છે, જ્યારે અન્ય ખેલાડી ઈજાગ્રસ્ત છે. જોર્ડનને ગળામાં ઈન્ફેક્શનના કારણે 26 માર્ચે મુંબઈની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. આ કારણોસર, તે ટીમની પ્રથમ બે મેચ રમી શક્યો ન હતો. તેમને સ્વસ્થ થવામાં હજુ એક કે બે દિવસ લાગશે. બીજી તરફ કોલકાતા નાઈટ રાઈડર્સ સામેની પ્રથમ મેચમાં મિલને ઈજાગ્રસ્ત થયો હતો. આ કારણોસર, લખનૌ જાયન્ટ્સ સામેની બીજી મેચમાં રમવા આવ્યો ન હતો.

યુવા બોલર કઇ ખાસ કરી શક્યા નથી

દીપક ચહર બાદ મિલને અને જોર્ડનની ગેરહાજરીમાં ચેન્નાઈનું પેસ આક્રમણ નબળું પડ્યું છે. યુવા ખેલાડીઓ ખાસ કંઈ કરી શક્યા ન હતા. ફાસ્ટ બોલર તુષાર દેશપાંડે અને મુકેશ ચૌધરી લખનૌ સુપર જાયન્ટ્સ સામેની મેચમાં ખાસ કંઈ કરી શક્યા ન હતા. તુષાર અને મુકેશે 7.3 ઓવરમાં 79 રન આપ્યા હતા, જોકે ઈજાગ્રસ્ત ખેલાડીઓને જોતા પંજાબ કિંગ્સ સામે રવિવારની મેચમાં આ બંને ખેલાડીઓને તક મળવાની ખાતરી છે.

IPL શરૂ થવાના બે દિવસ પહેલા ધોનીએ જાડેજાને સુકાની પદ સોપ્યું હતું

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2022) 2022 શરૂ થવાના 2 દિવસ પહેલા મહેન્દ્ર સિંહ ધોનીએ ચેન્નઇ સુપર કિંગ્સ ટીમની કેપ્ટનશિપ રવિન્દ્ર જાડેજાને સોંપી હતી. પરંતુ રવિન્દ્ર જાડેજા અત્યાર સુધી સુકાનીપદમાં કોઈ છાપ છોડી શક્યો નથી. તેના નેતૃત્વમાં ટીમ અત્યાર સુધી રમાયેલી બંને મેચ હારી ચૂકી છે. આઈપીએલ 2022 ની શરૂઆતની મેચમાં તેને કોલકાતા નાઈટ રાઈડર્સે હાર આપી હતી. જ્યારે લખનૌ સુપર જાયન્ટ્સ સામેની બીજી મેચમાં ટીમ 210 રન બનાવવા છતાં 6 વિકેટથી મેચ હારી ગઈ હતી.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

આ પણ વાંચો : CSK vs PBKS IPL 2022 Match Prediction: ચેન્નાઈને હારની હેટ્રીક થી બચાવવા રવિન્દ્ર જાડેજાએ પંજાબ કિંગ્સ સામે દમ દેખાડવો જરુરી

આ પણ વાંચો : MI vs RR IPL Match Result: રાજસ્થાનનો મુંબઈ સામે 23 રનથી શાનદાર વિજય, ઈશાન-તિલકની અડધી સદી એળે ગઈ

g clip-path="url(#clip0_868_265)">