FIFA World Cup 2022: અડધી ટુર્નામેન્ટ ખત્મ, જાણો ક્યા ગ્રુપમાં કઈ ટીમ આગળ અને કઈ ટીમ બહાર?

|

Nov 29, 2022 | 8:11 PM

FIFA World Cup 2022 માં હમણા સુધી 32 રોમાંચક મેચો રમાઈ છે. ચાલો જાણીએ કે ફિફા વર્લ્ડકપના 8 ગ્રુપમાં કઈ ટીમ આગળ છે અને કઈ ટીમ પાછળ છે.

FIFA World Cup 2022: અડધી ટુર્નામેન્ટ ખત્મ, જાણો ક્યા ગ્રુપમાં કઈ ટીમ આગળ અને કઈ ટીમ બહાર?
FIFA World Cup 2022
Image Credit source: Twitter

Follow us on

કતારમાં યોજાયેલા ફિફા વર્લ્ડકપ 2022માં હમણા સુધી 32 રોમાંચક મેચ રમાઈ છે. જેમાં 9 મેચ ડ્રો રહી છે. આ મેચોમાં 3 મેચ 1-1ના સ્કોરથી ડ્રો રહી છે. જ્યારે બાકીની મેચ એક પણ ગોલ વિના ડ્રો રહી છે. જયારે એક મેચ 3-3થી ડ્રો રહી હતી. ફિફા વર્લ્ડકપ 2022માંથી યજમાન દેશ 2 મેચમાં હાર સાથે જ બહાર થઈ ગઈ છે. કેનેડાની ટીમ પણ આ ફિફા વર્લ્ડકપમાંથી બહાર થઈ ચૂકી છે. વર્લ્ડકપમાં સતત 2 મેચ જીતીને ડિફેન્ડિગ ચેમ્પિયન ટીમ ફ્રાન્સ પ્રી કવાર્ટર ફાઈનલમાં પહોંચનાર પહેલી ટીમ બની હતી. પોર્ટુગલ અને બ્રાઝિલની ટીમ પણ ફિફા વર્લ્ડકપ 2022ની પ્રી કવાર્ટરફાઈનલમાં પહોંચી ગઈ છે.

20 નવેમ્બરે કતાર અને ઈક્વાડોર વચ્ચેની મેચથી આજે 29 નવેમ્બરે પોર્ટુગલ અને ઉરુગ્વે વચ્ચે રમાયેલી મેચ સુધી વર્લ્ડકમાં કુલ 64માંથી 32 મેચ રમાઈ ચૂકી છે. ચાલો જાણીએ કે ફિફા વર્લ્ડકપ 2022ના 8 ગ્રુપની 32 ટીમોમાં કઈ ટીમ આગળ છે, કઈ ટીમ પાછળ છે અને કઈ ટીમની સ્થિતિ ‘કરો યા મરો’ જેવી છે.

જણાવી દઈએ કે ફિફા વર્લ્ડકપ 2022માં કુલ 32 ટીમો રમી રહી છે. આ 32 ટીમોને કુલ 8 ગ્રુપમાં વિભાજિત કરવામાં આવ્યા છે. દરેક ગ્રુપમાં 4 ટીમો છે. આ 4 ટીમોમાંથી દરેક ટીમે પોતાના ગ્રુપની 3 ટીમો સાથે 1 મેચ રમવાની હતી. એટલે કે દરેક ટીમે ગ્રુપ સ્ટેજમાં 3 મેચ રમીને પ્રી કવાર્ટર ફાઈનલમાં પહોંચવા માટે પોઈન્ટ મેળવવાના હતા.

આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!

ફિફા વર્લ્ડકપ 2022ના 8 ગ્રુપમાં વિભાજીત થઈ 32 ટીમો

ગ્રુપ A: કતાર, એક્વાડોર, સેનેગલ, નેધરલેન્ડ ગ્રુપ B: ઈંગ્લેન્ડ, ઈરાન, યુએસએ, વેલ્સ ગ્રુપ C: આર્જેન્ટિના, સાઉદી અરેબિયા, મેક્સિકો, પોલેન્ડ ગ્રુપ D : ફ્રાન્સ, ઓસ્ટ્રેલિયા, ડેનમાર્ક, ટ્યુનિશિયા ગ્રુપ E: સ્પેન, કોસ્ટા રિકા, જર્મની, જાપાન ગ્રુપ F: બેલ્જિયમ, કેનેડા, મોરોક્કો, ક્રોએશિયા ગ્રુપ G: બ્રાઝિલ, સર્બિયા, સ્વિટ્ઝર્લેન્ડ, કેમરૂન ગ્રુપ H: પોર્ટુગલ, ઘાના, ઉરુગ્વે, દક્ષિણ કોરિયા

ગ્રુપ Aની સ્થિતિ કેવી ?

આ ગ્રુપમાં કતાર, એક્વાડોર, સેનેગલ અને નેધરલેન્ડની ફૂટબોલ ટીમનો સમાવેશ થાય છે. દરેક ટીમો પોતાની 2 મેચો રમી ચૂકી છે. કતાર ટીમ એક પણ મેચ જીતી શકી નથી જેને કારણે કતારની ટીમ ગ્રુપ સ્ટેજમાંથી જ બહાર થનાર પહેલી ટીમ બની ગઈ છે. ફિફા વર્લ્ડકપના 92 વર્ષના ઈતિહાસમાં પહેલીવાર યજમાન ટીમ કતાર પોતાની પહેલી ઓપનિંગ મેચ હારી છે. હાલમાં આ ગ્રુપમાં નેધરલેન્ડસ અને ઈકવાડોરની ટીમ 4 પોઈન્ટ સાથે આગળ છે. જ્યારે સેનેગલની ટીમ પોતાની છેલ્લી મેચ જીતવાનો પ્રયાસ કરશે.

 GF , GA, GD એટલે શું ?

GF – ગોલ માર્યા, GA- ગોલ ખાધા ,GD – ગોલનો તફાવત. જ્યારે 2 ટીમના પોઈન્ટ અને જીત સરખી હોય છે ત્યારે ગોલનો તફાવત જોઈને ગ્રુપમાં તેમનું સ્થાન નક્કી કરવામાં આવે છે.

ગ્રુપ Bની સ્થિતિ કેવી ?

આ ગ્રુપમાં ઈંગ્લેન્ડ, ઈરાન, યુએસએ અને વેલ્સ ફૂટબોલ ટીમોનો સમાવેશ થાય છે. તમામ ટીમો 2 મેચો રમી ચૂકી છે. આ ગ્રુપમાં હાલ ઈંગ્લેન્ડની ટીમ 4 પોઈન્ટ સાથે ટોપ પર છે. યુએસએ અને વેલ્સની ટીમ પોતાની છેલ્લી મેચમાં ફિફા વર્લ્ડકપ 2022ની પહેલી જીત મેળવવાનો પ્રયાસ કરશે.

ગ્રુપ Cની સ્થિતિ કેવી ?

આ ગ્રુપમાં આર્જેન્ટિના, સાઉદી અરેબિયા, મેક્સિકો અને પોલેન્ડની ફૂટબોલ ટીમો છે. તમામ ટીમો 2 મેચ રમી ચૂકી છે. મેક્સિકોની ટીમ છેલ્લી મેચમાં જીતવાનો પ્રયાસ કરશે. આ ગ્રુપમાં ટોપ 2 ટીમોમાં આવવા માટે ખરાખારીનો જંગ જામશે. મેસ્સી ટીમ છેલ્લી મેચમાં જીતીને પ્રી કવાર્ટર ફાઈનલમાં પહોંચવાનો પ્રયાસ કરશે.

ગ્રુપ Dની સ્થિતિ કેવી ?

આ ગ્રુપમાં  ફ્રાન્સ, ઓસ્ટ્રેલિયા, ડેનમાર્ક અને ટ્યુનિશિયાની ફૂટબોલ ટીમો છે. ફ્રાન્સની ટીમ 6 પોઈન્ટ મેળવીને પ્રી કવાર્ટર ફાઈનલમાં પહોંચી ગઈ છે. ઓસ્ટ્રલિયાની ટીમ છેલ્લી મેચમાં જીતીને પ્રી કવાર્ટર ફાઈનલમાં પહોંચવાનો પ્રયાસ કરશે.

ગ્રુપ Eની સ્થિતિ કેવી ?

આ ગ્રુપમાં સ્પેન, કોસ્ટા રિકા, જર્મની અને જાપાનની ટીમો છે. આ ગ્રુપમાં કોસ્ટા રીકા અને જાપાનની ટીમો વચ્ચે બીજા સ્થાન પર રહેવા માટે જંગ છે. સ્પેનની ટીમ છેલ્લી મેચ જીતીને પ્રી કવાર્ટર ફાઈનલમાં પહોંચવાનો પ્રયાસ કરશે.

ગ્રુપ Fની સ્થિતિ કેવી ?

આ ગ્રુપમાં બેલ્જિયમ, કેનેડા, મોરોક્કો અને ક્રોએશિયાની ફૂટબોલ ટીમો છે. કેનેડાની ટીમ 2 હાર સાથે ફિફા વર્લ્ડકપ 2022માંથી બહાર થનારી પહેલી ટીમ બની હતી. અન્ય ત્રણે ટીમો છેલ્લી 1 મેચ જીતીને ટુર્નામેન્ટમાં આગળ વધવાનો પ્રયાસ કરશે.

ગ્રુપ Gની સ્થિતિ કેવી ?

આ ગ્રુપમાં બ્રાઝિલ, સર્બિયા, સ્વિટ્ઝર્લેન્ડ અને કેમરૂનની ફૂટબોલ ટીમો છે. નેયમારની ટીમ બ્રાઝિલ 6 પોઈન્ટ મેળવીને પ્રી કવાર્ટર ફાઈનલમાં પહોંચી ગઈ છે. અન્ય ત્રણે ટીમો છેલ્લી 1 મેચ જીતીને ટુર્નામેન્ટમાં આગળ વધવાનો પ્રયાસ કરશે.

ગ્રુપ Hની સ્થિતિ કેવી ?

આ ગ્રુપમાં પોર્ટુગલ, ઘાના, ઉરુગ્વે અને દક્ષિણ કોરિયાની ટીમો છે. રોનાલ્ડોની ટીમ પોર્ટુગલ 6 પોઈન્ટ મેળવીને પ્રી કવાર્ટર ફાઈનલમાં પહોંચી ગઈ છે. ઘાના અને સાઉથ કોરિયાની ટીમ બીજા સ્થાન પર રહેવા માટે છેલ્લી મેચમાં જીતવાનો પૂરે પૂરો પ્રયાસ કરશે.

હવે 32 મેચ પછી મળશે ફિફા વર્લ્ડકપ 2022ની વિજેતા ટીમ

આગામી 32 મેચોમાં 3 ડિસેમ્બર સુધી ગ્રુપ સ્ટેજની મેચો રમાશે. પ્રી કવાર્ટર ફાઈનલ મેચ 3 ડિસેમ્બરથી 7 ડિસેમ્બર વચ્ચે રમાશે. પ્રી કવાર્ટર ફાઈનલની 8 મેચો કુલ 16 ટીમો વચ્ચે રમાશે. કવાર્ટર ફાઈનલની મેચો 9થી 11 ડિસેમ્બર વચ્ચે રમાશે, જેમાં 4 કવાર્ટર ફાઈનલ મેચ રમાશે. 14-15 ડિસેમ્બરે સેમીફાનલ મેચ, 17 ડિસેમ્બરે ત્રીજા સ્થાન માટે મેચ અને 18 ડિસેેમ્બરે ફાઈનલ મેચ રમાશે.

Next Article