FIFA 2022 : 64 વર્ષ પછી ફિફા વર્લ્ડકપમાં સ્પેશયલ ગોલ, છેલ્લી મિનિટોમાં થયો કમાલ

|

Nov 22, 2022 | 5:21 PM

FIFA 2022 Wales Vs USA Match Report : આ મેચ કતારના અલ રેયાન સ્ટેડિયમમાં રમાઈ હતી. આ મેચ જોવા માચે વેલ્સ અને યુએસએ ટીમના ફેન્સ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આ મેચ 1-1થી ડ્રો થઈ હતી.

FIFA 2022 : 64 વર્ષ પછી ફિફા વર્લ્ડકપમાં સ્પેશયલ ગોલ, છેલ્લી મિનિટોમાં થયો કમાલ
Wales Football team scores first world cup goal since 1958
Image Credit source: Twitter

Follow us on

ફિફા વર્લ્ડકપ 2022 શરુ થતાની સાથે જ એકથી એક રોમાંચક મુકાબલા જોવા મળી રહ્યા છે. ફિફા વર્લ્ડકપ 2022ના બીજા દિવસે પણ ઘણા ગોલ થયા, તે બધામાં એક ગોલની ચર્ચા આખા વિશ્વમાં થઈ. આ એક ગોલ ખુબ જ ખાસ હતો. આ ગોલની રાહ એક દેશ છેલ્લા 64 વર્ષથી જોઈ રહ્યો હતો. 22 નવેમ્બરે ભારતીય સમય અનુસાર મધરાત્રે 12.30 કલાકે યુએસએ અને વેલ્સની ફૂટબોલ ટીમ વચ્ચે મેચ થઈ હતી. આ મેચ કતારના અલ રેયાન સ્ટેડિયમમાં રમાઈ હતી. આ મેચ જોવા માચે વેલ્સ અને યુએસએ ટીમના ફેન્સ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આ મેચ 1-1થી ડ્રો થઈ હતી.

જે ફિફા વર્લ્ડકપનીની રાહ છેલ્લા ઘણા સમયથી દુનિયાભરના ફૂટબોલ પ્રેમીઓ જોઈ રહ્યા હતા, તે ફિફા વર્લ્ડકપની ધમાકેદાર શરુઆત થઈ ગઈ છે. આખી દુનિયાના કતારમાં થયેલી ફિફા વર્લ્ડકપની ઓપનિંગ સેરેમની જોઈને દંગ રહી ગઈ હતી. તેના વીડિયો અને ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. કતારના અલ બાયત સ્ટેડિયમમાં યોજાયેલી ઓપનિંગ સેરેમનીમાં દર્શકોનો ઉત્સાહ પણ જોવા જેવો હતો.

આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!

વર્ષ 1958 પછી વેલ્સની ટીમનો ગોલ

 

કતારમાં 21 તારીખે તેમના સમય અનુસાર 3 મેચ રમાઈ હતી. આખા દિવસમાં 3 મેચમાં કુલ 12 ગોલ થયા હતા. તે બધામાં વેલ્સની ટીમનો એકમાત્ર ગોલ સૌથી ખાસ રહ્યો હતો.જણાવી દઈએ કગે વેલ્સ દેશની ફૂટબોલ ટીમ છેલ્લા 64 વર્ષથી ફૂટબોલ વર્લ્ડકપમાં એન્ટ્રી મેળવી શકી ન હતી. 64 વર્ષ પછી તેના આ ઐતિહાસિક ગોલને કારણે તેના ફેન્સમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો હતો. આ છેલ્લી મિનિટમાં થયેલા ગોલને કારણે વેલ્સની ટીમની હાર ટળી હતી અને મેચ ડ્રો થઈ હતી.વેલ્સની ટીમ ફિફા વર્લ્ડકપમાં છેલ્લી મેચ વર્ષ 1958માં રમી હતી.

 

આ હતી વેલ્સ અને યુએસએની ફૂટબોલ ટીમ

 

મેન ઓફ ધ મેચ

 

વેલ્સ અને યુએસએ વચ્ચેની મેચનો ઘટના ક્રમ

 

ગ્રુપ Bનું પોઈન્ટ ટેબલ

ફિફા વર્લ્ડકપમાં 32 ટીમો એક ટ્રોફી જીતવા માટે 20 નવેમ્બરથી 18 ડિસેમ્બર, 2022 વચ્ચે મેદાન પર ઉતરશે. 28 દિવસ સુધી આ ફૂટબોલ મહાકુંભ રમાશે. 32 ટીમોના 832થી વધારે ખેલાડીઓ મેદાન પર પોતાની ટીમને જીતાડવા માટે ઉતરશે. ફિફા વર્લ્ડકપ દરમિયાન 90થી વધારે ઈન્ટરનેશનલ ઈવેન્ટ્સ યોજાશે, જેમાં 100થી વધારે ઈન્ટરનેશનલ આર્ટિસ્ટના પર્ફોમન્સ થશે. કતારના 8 ભવ્ય સ્ટેડિયમમાં 64 મેચો રમાશે. ફિફા વર્લ્ડકપ 2022ના અંતે 3585 કરોડની ઈનામી રકમ અલગ અલગ ટીમોને તેમના પ્રદર્શન મુજબ આપવામાં આવશે.

 

Next Article