FIFA 2022 Senegal vs Netherlands : સેનેગલ અને નેધરલેન્ડ વચ્ચેની રોમાંચક મેચમાં નેધરલેન્ડની 2-0થી જીત

FIFA 2022 Senegal vs Netherlands Match report : ફિફા વર્લ્ડકપ 2022ની ત્રીજી મેચ સેનેગલ અને નેધરલેન્ડની ફૂટબોલ ટીમો વચ્ચે રમાઈ હતી. ભારતીય સમય અનુસાર આ મેચ 9.30 એ શરુ થઈ હતી. ગ્રુપ Aની આ બીજી મેચમાં નેધરલેન્ડની ટીમની 2-0ના સ્કોરથી જીત થઈ છે. 

FIFA 2022 Senegal vs Netherlands : સેનેગલ અને નેધરલેન્ડ વચ્ચેની રોમાંચક મેચમાં નેધરલેન્ડની 2-0થી જીત
FIFA 2022 Senegal vs Netherlands Match reportImage Credit source: Twitter
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 21, 2022 | 11:56 PM

21 નવેમ્બરની બીજી અને ફિફા વર્લ્ડકપ 2022ની ત્રીજી મેચ સેનેગલ અને નેધરલેન્ડની ફૂટબોલ ટીમો વચ્ચે રમાઈ હતી. ભારતીય સમય અનુસાર આ મેચ 9.30 એ શરુ થઈ હતી. ગ્રુપ Aની આ બીજી મેચમાં નેધરલેન્ડની ટીમની 2-0ના સ્કોરથી જીત થઈ છે. આ મેચમાં ગોલકીપરનો દબદબો રહ્યો હતો. છેલ્લી 20 મિનિટ સુધી મેચમાં એક પણ ગોલ થયો ન હતો. અંતિમ મિનિટોમાં નેધરલેન્ડની ટીમે ગોલ કરીને આ મેચમાં જીત મેળવી હતી. સેનેગલ સામે નેધરલેન્ડની આ મેચ કતારના અલ થુમામા સ્ટેડિયમમાં યોજાઈ હતી.

જે ફિફા વર્લ્ડકપનીની રાહ છેલ્લા ઘણા સમયથી દુનિયાભરના ફૂટબોલ પ્રેમીઓ જોઈ રહ્યા હતા, તે ફિફા વર્લ્ડકપની કાલે જ ધમાકેદાર શરુઆત થઈ ગઈ છે. આખી દુનિયાના કતારમાં થયેલી ફિફા વર્લ્ડકપની ઓપનિંગ સેરેમની જોઈને દંગ રહી ગઈ હતી. તેના વીડિયો અને ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. કતારના અલ બાયત સ્ટેડિયમમાં યોજાયેલી ઓપનિંગ સેરેમનીમાં દર્શકોનો ઉત્સાહ પણ જોવા જેવો હતો.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

રોમાંચક મેચમાં નેધરલેન્ડની 2-0થી જીત

નેધરલેન્ડની ટીમના ખેલાડીઓ ડેવી ક્લાસેન અને કોડી ગાકપો એ 1-1 ગોલ કરીને પોતાની ટીમને જીત અપાવી હતી. બંને ટીમના ગોલકીપરે જોરદાર પ્રદર્શન કરીને છેલ્લે સુધી એક પણ ગોલ મારવા દીધો ન હતો. મેચની અંતિમ મિનિટમાં ગોલ કરીને નેધરલેન્ડે  વર્લ્ડકપની વિજયી શરુઆત કરી હતી. ગ્રુપ Aની આ બીજી મેચ હતી. આ પહેલા આ ગ્રુપની બે ટીમો કતાર અને ઈકવાડોર વચ્ચે મેચ થઈ હતી. જેમાં ઈક્વાડોરનો વિજય થયો હતો.

આ હતી સેનેગલ અને નેધરલેન્ડની ટીમ

સેનેગલ અને નેધરલેન્ડ વચ્ચેની મેચનો ઘટના ક્રમ

ગ્રુપ Aનું પોઈન્ટ ટેબલ

ફિફા વર્લ્ડકપમાં 32 ટીમો એક ટ્રોફી જીતવા માટે 20 નવેમ્બરથી 18 ડિસેમ્બર, 2022 વચ્ચે મેદાન પર ઉતરશે. 28 દિવસ સુધી આ ફૂટબોલ મહાકુંભ રમાશે. 32 ટીમોના 832થી વધારે ખેલાડીઓ મેદાન પર પોતાની ટીમને જીતાડવા માટે ઉતરશે. ફિફા વર્લ્ડકપ દરમિયાન 90થી વધારે ઈન્ટરનેશનલ ઈવેન્ટ્સ યોજાશે, જેમાં 100થી વધારે ઈન્ટરનેશનલ આર્ટિસ્ટના પર્ફોમન્સ થશે. કતારના 8 ભવ્ય સ્ટેડિયમમાં 64 મેચો રમાશે. ફિફા વર્લ્ડકપ 2022ના અંતે 3585 કરોડની ઈનામી રકમ અલગ અલગ ટીમોને તેમના પ્રદર્શન મુજબ આપવામાં આવશે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">