FIFAની ચેતવણી સામે જર્મનીનો વિરોધ, આ 7 દેશ વર્લ્ડ કપમાંથી ખસી શકે છે

|

Nov 24, 2022 | 11:11 AM

ફૂટબોલ (FIFAની ચેતવણી સામે જર્મનીનો વિરોધ, આ 7 દેશો વર્લ્ડ કપમાંથી ખસી શકે છે)ની સર્વોચ્ચ સંસ્થા ફિફાએ 7 યુરોપિયન દેશોને ચેતવણી આપી હતી કે જો તેમનો કોઈ ખેલાડી વન લવ આર્મ બેન્ડ પહેરીને મેદાનમાં આવશે તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

FIFAની ચેતવણી સામે જર્મનીનો વિરોધ, આ 7 દેશ વર્લ્ડ કપમાંથી ખસી શકે છે
FIFAની ચેતવણી સામે જર્મનીનો વિરોધ
Image Credit source: Twitter

Follow us on

FIFA વર્લ્ડ કપ 2022માં, બધી ટીમોએ હજી સુધી પોતપોતાના અભિયાનની શરૂઆત પણ કરી નથી, પરંતુ તે પહેલા જ હંગામો થયો છે. વિવાદ વેગ પકડતો જોવા મળી રહ્યો છે અને, જો મામલો આગળ વધશે, તો શક્ય છે કે 7 દેશો ટૂર્નામેન્ટની વચ્ચે જ વર્લ્ડ કપમાંથી પોતાના પગ ખેંચી શકે. આ એવા 7 દેશો છે જેમને FIFA દ્વારા ચેતવણી આપવામાં આવી છે. ફૂટબોલની સર્વોચ્ચ સંસ્થા ફિફાએ 7 યુરોપિયન દેશોને ચેતવણી આપી હતી કે જો તેમનો કોઈ ખેલાડી વન લવ આર્મ બેન્ડ પહેરીને મેદાનમાં આવશે તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

7 યુરોપિયન દેશમાંથી જર્મનીએ તો વિરોધ પણ વ્યક્ત કર્યો છે. તેના ખેલાડીઓએ જાપાન સામેની ટક્કર પહેલા લીધેલા ગ્રુપ ફોટોમાં પોતાનું મોઢું બંધ કરીને પોઝ આપ્યો છે. ખેલાડીઓ સિવાય જર્મનીના મંત્રી નૈંસી ફાએઝરે પણ વિરોધ દર્શાવ્યો છે. તે વન લવ આર્મબૈન્ડ પહેરી મેચ જોવા માટે સ્ટેડિયમમાં પહોંચી હતી. જેનો ફોટો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

 

ફિફાની ચેતવણીથી 7 દેશોમાં ખળભળાટ મચ્યો

વન લવ આર્મબેન્ડ શું છે. તે જાણતા પહેલા આને લઈ ફિફાએ શું કહ્યું હતુ તે ડિટેલમાં જાણી લઈએ, ફિફાએ કહ્યું હતુ કે, વિવિધતાના પ્રતિકના રુપમાં રંગની વન લવ આર્મબેન્ડ પહેરવા પર ખેલાડીઓને દંડ ફટકારવામાં આવી શકે છે. તમને જણાવી દઈએ કે, જે 7 યુરોપિયન દેશો માટે ફિફાએ આ વાત કહી હતી. તેના કેપ્ટનની યોજના વન લવ આર્મબેન્ડ પહેરી મેદાન પર ઉતરે. ફિફાએ પણ કહ્યું કે, કોઈ પણ ટીમના ખેલાડી જો આવું કર્યું તો તેમને તરત જ યેલો કાર્ડ દેખાડવામાં આવશે. ફિફાના આ નિર્ણયની અલોચના કરનારમાં જર્મનીના કોચ હેન્સી ફ્લિક અને ફુટબોલ મહાસંધના અધ્યક્ષ બર્ન્ડ ન્યુએનડૉર્ફ પણ સામલે હતો.

શું છે વન લવ આર્મબેન્ડ ?

વન લવ આર્મબેન્ડ શું છે એ પણ જાણી લો તે સમાનતાના સમર્થનનું પ્રતિક છે. કતાર જ્યાં સમલૈંગિકતાના સંબંધોને માન્યતા નથી. ત્યાં પણ આનું મહત્વ છે આ માત્ર LGBTQ સમુદાય સાથે જોડાયેલ નથી, ફુટબોલ ખેલાડી આર્મબેન્ડ પહેરી આવી જ રીતે સમાનતાનો સંદેશ આપવા માંગે છે. જેવી રીતે ક્રિકેટમાં ધુંટણીયે બેસીને બ્લેક લાઈવ મૈટરને સપોર્ટ કરવામાં આવે છે પરંતુ ખેલાડીઓને આની પરવાનગી મળી નથી કારણ કે, ફિફાના નિયમ કાયદામાં આ વસ્તુઓ સામેલ નથી.

જે 7 યુરોપિયન દેશો પર ફિફાની ચેતવણીની અસર થઈ છે. તેમાં જર્મની સિવાય ઈંગ્લેન્ડ, ડેનમાર્ક, સ્વીડન, બેલ્જિયમ જેવા દેશો સામેલ છે. ડેનમાર્કે તો આને લઈ UEFA દેશો સાથે વાતચીત કરી ફિફા વર્લ્ડકપ છોડવાનું મન બનાવી રહ્યું છે.

Next Article