AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

FIFA World Cup 2022 : બ્રાઝિલ અને ક્રોએશિયા વચ્ચે આજે રમાશે પ્રથમ કવાર્ટર ફાઈનલ, જાણો બંને ટીમના રસપ્રદ રેકોર્ડ વિશે

આજે કતારના એજ્યુકેશન સિટી સ્ટેડિયમમાં બ્રાઝિલ અને ક્રોએશિયા વચ્ચે આ પ્રથમ કવાર્ટર ફાઈનલ મેચ રમાશે. ચાલો જાણીએ આ બંને ટીમોના રસપ્રદ રેકોર્ડ વિશે.

FIFA World Cup 2022 : બ્રાઝિલ અને ક્રોએશિયા વચ્ચે આજે રમાશે પ્રથમ કવાર્ટર ફાઈનલ, જાણો બંને ટીમના રસપ્રદ રેકોર્ડ વિશે
Brazil vs CroatiaImage Credit source: File photo
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 09, 2022 | 7:46 PM
Share

ફિફા વર્લ્ડકપ 2022માં આજથી કવાર્ટર ફાઈનલ મેચની શરુઆત થઈ રહી છે. આજે કવાર્ટર ફાઈનલની પહેલી જ મેચ 5 વારની ફિફા વર્લ્ડ કપ ચેમ્પિયન ટીમ બ્રાઝિલ અને 2018ની રનર અપ ટીમ ક્રોએશિયા વચ્ચે છે. આ મેચમાં બ્રાઝિલની ટીમ જીતની સૌથી મોટી દાવેદાર માનવામાં આવી રહી છે. વર્લ્ડ રેંકિગની વાત કરીએ તો બ્રાઝિલની ટીમ 1841.30 પોઈન્ટ સાથે  પ્રથમ સ્થાન પર છે. ક્રોએશિયાની ટીમ 1645.64 પોઈન્ટ સાથે 12માં સ્થાને છે.આજે કતારના એજ્યુકેશન સિટી સ્ટેડિયમમાં ભારતીય સમય અનુસાર રાત્રે 8.30 કલાકે બ્રાઝિલ અને ક્રોએશિયા વચ્ચે આ પ્રથમ કવાર્ટર ફાઈનલ મેચ રમાશે. ચાલો જાણીએ આ બંને ટીમોના રસપ્રદ રેકોર્ડ વિશે.

બ્રાઝિલ અને ક્રોએશિયા વચ્ચે પ્રથમ કવાર્ટર ફાઈનલ મેચ

નોકઆઉટ મેચમાં બંને ટીમોનું પ્રદર્શન : બ્રાઝિલની ટીમે સૌથી વધારે 40 નોકઆઉટ મેચ રમી છે. આ નોકઆઉટ મેચમાં તે 28 મેચ જીત્યુ છે. જ્યારે 12 મેચમાં તેને હારનો સામનો કરવો પડ્યો છે. ક્રોએશિયાની ટીમે વર્લ્ડકપ ઈતિહાસમાં 7 મેચ રમી છે. જેમાં તેને 5 મેચમાં જીત મળી છે. તેને વર્ષ 1998માં સેમીફાઈનલ મેચ અને વર્ષ 2018ની વર્લ્ડકપ ફાઈનલ મેચમાં હારનો સામનો કરવો પડયો હતો.

હેડ ટુ હેડ મેચ રેકોર્ડ – બંને ટીમો વચ્ચે 3 મેચ રમાઈ છે. જેમાંથી તમામ 3 મેચમાં બ્રાઝિલની ટીમની જીત થઈ છે.

બ્રાઝિલ ફૂટબોલ ટીમ

બ્રાઝિલની ફૂટબોલ ટીમ 22 વાર ફિફા વર્લ્ડકપ માટે ક્વોલિફાય થઈ છે. ફિફા વર્લ્ડકપની 110 મેચમાંથી 74 મેચમાં બ્રાઝિલની ટીમે જીત મેળવી છે. ફિફા વર્લ્ડકપમાં બ્રાઝિલની ટીમે કુલ ગોલ  236 ગોલ કર્યા છે. બ્રાઝિલની ટીમ 5 વાર ફિફા વર્લ્ડકપ ચેમ્પિયન  (1958, 1962, 1970, 1994, 2002) બન્યુ છે. આ ટીમ ફિફા વર્લ્ડકપના ઈતિહાસમાં 2 વાર ચોથા સ્થાને, 2 વાર ત્રીજા સ્થાને અને 2 વાર બીજા સ્થાને રહી છે. આ ટીમ વર્લ્ડકપ ઈતિહાસની સૌથી સફળ ટીમ છે. ફિફા વર્લ્ડકપ 2022ની છેલ્લી 5 મેચોમાંથી 4 મેચમાં બ્રાઝિલની ટીમે જીત મેળવી છે. જ્યારે 1 મેચમાં હારનો સામનો કરવો પડયો છે.

ક્રોએશિયા ફૂટબોલ ટીમ

ક્રોએશિયાની ટીમ 6 વાર વર્લ્ડકપ માટે ક્વોલિફાય થઈ છે. ફિફા વર્લ્ડકપની 27 મેચમાંથી 12 મેચમાં જીત મેળવી છે. આ ટીમે વર્લ્ડકપમાં કુલ 40 ગોલ કર્યા છે. આ ટીમ ફિફા વર્લ્ડકપમાં એક વાર વર્ષ 2018માં રનર અપ ટીમ રહી છે. જ્યારે 1 વાર ત્રીજા સ્થાને રહી છે. ફિફા વર્લ્ડકપ 2022ની છેલ્લી 5 મેચમાંથી 3 મેચમાં ક્રોએશિયાની ટીમની જીત થઈ છે. જ્યારે 1 મેચ ડ્રો રહી છે.

Follow Us
ઈસ્કોન બ્રિજ પર એવો અકસ્માત સર્જાયો કે કારની એરબેગ ખુલી ગઇ, જુઓ Video
ઈસ્કોન બ્રિજ પર એવો અકસ્માત સર્જાયો કે કારની એરબેગ ખુલી ગઇ, જુઓ Video
રાજ્યભરમાં સાર્વત્રિક મેઘમહેર થઇ, અંજારમાં સૌથી વધુ 7.24 ઇંચ વરસ્યો
રાજ્યભરમાં સાર્વત્રિક મેઘમહેર થઇ, અંજારમાં સૌથી વધુ 7.24 ઇંચ વરસ્યો
₹600 કરોડના SD પે ફ્રોડમાં અમરેલી પોલીસને સફળતા
₹600 કરોડના SD પે ફ્રોડમાં અમરેલી પોલીસને સફળતા
સમરસ હોસ્ટેલ રિયાલિટી ચેક: ભોજન પર વિવાદ અને તપાસ
સમરસ હોસ્ટેલ રિયાલિટી ચેક: ભોજન પર વિવાદ અને તપાસ
આખરે સૌરાષ્ટ્ર પર થઈ મેઘ મહેર, સુકાઈ રહેલા મોલાતને મળ્યુ નવજીવન- Video
આખરે સૌરાષ્ટ્ર પર થઈ મેઘ મહેર, સુકાઈ રહેલા મોલાતને મળ્યુ નવજીવન- Video
Breaking News: રાજ્યના પાટનગરમાં ભારે વરસાદ બાદ સામે આવી હાલાકી
Breaking News: રાજ્યના પાટનગરમાં ભારે વરસાદ બાદ સામે આવી હાલાકી
વાયરલ થવાની ઘેલછામાં નદીમાં SUV ઉતારી, આગળ જે થયું તે... જુઓ Video
વાયરલ થવાની ઘેલછામાં નદીમાં SUV ઉતારી, આગળ જે થયું તે... જુઓ Video
ભાણવડમાં મહેલિયે કિધી મહેર અને ધરતી પુત્રોમાં દોડી ગઈ ખુશીની લહેર.....
ભાણવડમાં મહેલિયે કિધી મહેર અને ધરતી પુત્રોમાં દોડી ગઈ ખુશીની લહેર.....
આ એક આઇડિયાથી બાલાજી વેફર્સે કઈ રીતે બજારમાં મચાવી ધૂમ?
આ એક આઇડિયાથી બાલાજી વેફર્સે કઈ રીતે બજારમાં મચાવી ધૂમ?
જસદણ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદથી ચીકલિયા રોડ પર ભરાયા
જસદણ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદથી ચીકલિયા રોડ પર ભરાયા
g clip-path="url(#clip0_868_265)">