AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પોલ ઓક્ટોપસ વર્ષ 2010માં ફિફા વર્લ્ડકપ માટે કરતો હતો ભવિષ્યવાણી, જાણો 2022માં કોણ કરી રહ્યુ છે ભવિષ્યવાણી

આ પોલ ઓક્ટોપસ યૂરો -2008 અને ફિફા વર્લ્ડકપ 2010માં આ ભવિષ્યવાણી કરવાનું કામ કરતો હોય છે. હવે હાલમાં ચાલી રહેલા વર્લ્ડકપ માટે પણ ફૂટબોલ ફેન્સ એવા જ કોઈ પ્રાણીઓને શોધી રહ્યા છે.

પોલ ઓક્ટોપસ વર્ષ 2010માં ફિફા વર્લ્ડકપ માટે કરતો હતો ભવિષ્યવાણી, જાણો 2022માં કોણ કરી રહ્યુ છે ભવિષ્યવાણી
Animal predictor like paul octopusImage Credit source: File photo
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 06, 2022 | 10:12 PM
Share

જ્યારે જ્યારે ફિફા વર્લ્ડકપની વાત થાય છે ત્યારે લોકોને પોલ ઓક્ટોપસ પણ યાદ આવે છે. વર્ષ 2010માં રમાયેલા ફિફા વર્લ્ડકપને લોકો વર્ષો સુધી યાદ રાખશે, પહેલા તો શકિરાના વાકા વાકા સોન્ગ અને બીજો ભવિષ્યવાણી કરતા ઓક્ટોપસને કારણે. જણાવી દઈએ કે ફિફા વર્લ્ડકપ 2022માં આ દરિયાઈ પ્રાણી વર્લ્ડકપની મેચનો લઈને ભવિષ્યવાણીઓ કરતો હતો. પોલ ઓક્ટોપસ સામે 2 બોક્સ રાખવામાં આવતા હતા. બંને બોક્સ પર બે દેશોના ઝંડા રાખવામાં આવતા હતા. જે દેશના ઝંડાવાળા બોક્સ પર ઓક્ટોપસ બેસતો તે ટીમની જીત નક્કી માનવામાં આવતી હતી. ઘણી મેચોમાં આ ભવિષ્યવાણી સાચી પડી હતી.

આ પોલ ઓક્ટોપસ યૂરો -2008 અને ફિફા વર્લ્ડકપ 2010માં આ ભવિષ્યવાણી કરવાનું કામ કરતો હોય છે. હવે હાલમાં ચાલી રહેલા વર્લ્ડકપ માટે પણ ફૂટબોલ ફેન્સ એવા જ કોઈ પ્રાણીઓને શોધી રહ્યા છે. ફેન્સ એવા પ્રાણીની શોધમાં છે જે કતારમાં ચાલી રહેલી ફિફા વર્લ્ડકપ મેચો માટે ભવિષ્યવાણી કરી શકે.

પોલ ઓક્ટોપસ દ્વારા યૂરો-2008માં 6 મેચો માટે ભવિષ્યવાણી કરવામાં આવી હતી. જેમાંથી 4 ભવિષ્યવાણી સાચી પડી હતી. વર્ષ 2010ના ફિફા વર્લ્ડકપમાં પોલ ઓક્ટોપસ દ્વારા 8 મેચોની ભવિષ્યવાણી કરવામાં આવી હતી. જે તમામ ભવિષ્યવાણી સાચી પડી હતી. ફાઈનલમાં પણ તેની ભવિષ્યવાણી સાચી પડી હતી. આ મેચમાં સ્પેનની ટીમે નેધરલેન્ડની ટીમને હરાવી હતી. જણાવી દઈએ કે પોલ ઓક્ટોપસનું મૃત્યુ વર્ષ 2010ના ઓક્ટોબર મહિનામાં થયુ હતુ.

વર્ષ 2018ના વર્લ્ડકપમાં બિલાડી કરતી હતી ભવિષ્યવાણી

વર્ષ 2018માં ફિફા વર્લ્ડકપ રશિયામાં યોજાયો હતો. ફિફા વર્લ્ડકપ 2022 દરમિયાન એક બિલાડી ચર્ચામાં આવી હતી. આ બિલાડી ફિફા વર્લ્ડકપની મેચો માટે ભવિષ્યવાણી કરતી હતી. જોકે તેની કેટલીક ભવિષ્યવાણી ખોટી સાબિત થઈ હતી. તેણે ભવિષ્યવાણી કરી હતી કે રશિયા ચેમ્પિયન બનશે પણ રશિયા તે વર્લ્ડકપમાં જીતી શક્યુ ન હતુ.

વર્ષ 2022ના વર્લ્ડકપમાં કોણ કરી રહ્યુ છે ભવિષ્યવાણી?

હાલમાં ફિફા વર્લ્ડકપ 2022ને કારણે આખી દુનિયામાં ફિફાનો ફિવર છવાયો છે. લોકોને સવાલ પણ થઈ રહ્યો છે કે કતારમાં ચાલી રહેલા વર્લ્ડકપ માટે કયા પ્રાણી ભવિષ્યવાણી કરી રહ્યા છે. મીડિયા રિપોર્ટ અનુસાર દુનિયામાં કેટલાક પ્રાણીઓ ફિફા વર્લ્ડકપની મેચો માટે ભવિષ્યવાણી કરી રહ્યા છે. કાલની ક્રોએશિયા અને જાપાન વચ્ચેની રોમાંચક મેચ માટે જાપાનની એક લંગૂર દ્વારા ભવિષ્યવાણી કરવાામાં આવી હતી કે જાપાન હારી જશે. અંતે આ ભવિષ્યવાણી સાચી પડી ક્રોએશિયા એ પેનલટી શૂટઆઉટમાં જાપાનને 3-1થી હરાવ્યુ હતુ. જાપાનમાં જ એક નોળિયા દ્વારા જર્મની અને જાપાનની ગ્રુપ સ્ટેજની મેચ અંગે ભવિષ્યવાણી કરવામાં આવી હતી. જે ભવિષ્યવાણી પણ સાચી પડી હતી જાપાને 2-1ના સ્કોરથી જર્મનીને હરાવી હતી.

g clip-path="url(#clip0_868_265)">