Dutee Chand : ભારતની સ્ટાર મહિલા સ્પ્રિન્ટર દુતી ચંદ (Dutee Chand) મોટો ખુલાસો કર્યો છે, ભારતીય દોડવીરે તેના સીનિયર પર જાતીય સતામણી અને બળજબરીથી મસાજ કરાવવાનો આરોપ લગાવ્યો છે, ટાઈમ્સ ઓફ ઈન્ડિયામાં પ્રકાશિત થયેલા અહેવાલ મુજબ દુંતી ચંદે જણાવ્યું કે, વર્ષ 2006 થી 2008 વચ્ચે ભુવનેશ્વર (Bhubaneswar)ની સ્પોર્ટસ હોસ્ટેલમાં રહેતી હતી, ત્યારે એક સીનિયરે તેને ખુબ ટોર્ચર કર્યું હતુ, દુતીના જણાવ્યા અનુસાર સ્પોર્ટસ હોસ્ટેલ (Sports Hostel)માં સીનિયર તેના શરીરને મસાજ કરવાનું કહેતા હતા તેમજ તેના કપડાં ધોવાનું પણ કહેતા હતા અને જ્યારે હું આ તમામ કામ માટે ના કહેતી હતી તો તે મને પરેશાન કરતા હતા.
ભારતની સ્ટાર સ્પ્રિન્ટરે આ વાત પોતાના સોશિયલ મીડિયા પર પોસ્ટમાં કહી હતી, જે કટકમાં અભ્યાસ કરનારી વિદ્યાર્થી રુચિકા મોહંતીની સુસાઈડની ધટના એક દિવસ પછી કહી હતી, ઈતિહાસમાં બીએનો અભ્યાસ કરી રહેલી રુચિકા મોહંતીને તેની સુસાઈડ નોટમાં લખ્યું કે, તેના સીનિયર તેને ખુબ પરેશાન કરતા હતા, તેથી તે આ બધું સહન કરી શકી નહિ , વિદ્યાર્થીના આત્મહત્યા બાદ રાજ્યના રાજનીતિક વર્તુળમાં આક્રોશનો માહોલ છે, ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના નેતાઓ આ માટે નવીન પટનાયક સરકારને જવાબદાર ઠેરવી રહ્યા છે. તેણીની ટિપ્પણીઓને કારણે દુતી ચંદ પણ તેમાં આવી છે.
દુતી ચંદ આ મહિને યોજાનારી કોમનવેલ્થ ગેમ્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કરતી જોવા મળશે. તેમના પહેલાના દિવસોને યાદ કરીને, તેમણે જણાવ્યું કે કેવી રીતે તેમના સીનિયર લોકો તેમના પરિવારની સામાજિક અને આર્થિક સ્થિતિ પર ટોણો મારતા હતા. તેણે કહ્યું કે, તેની સાથે થઈ રહેલી બાબતો અંગે અધિકારીઓને ફરિયાદ કરતી હતી પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. ઉલટું તેમને ધમકીઓ આપવામાં આવી હતી.