નીરજ ચોપરા ડાયમંડ લીગ ટાઈટલ જીતવામાં ચૂકી ગયો, 83.80 મીટરના થ્રો સાથે બીજા સ્થાને રહ્યો

ડાયમંડ લીગ (Diamond League) ફાઇનલમાં નીરજ ચોપરા પોતાના ટાઇટલનો બચાવ કરી શક્યો નહોતો. તે 83.80 મીટરના થ્રો સાથે બીજા ક્રમે રહ્યો હતો. જો નીરજ આ ખિતાબ જીતી ગયો હોત તો તે ડાયમંડ લીગ ટ્રોફીનો બચાવ કરનારો ત્રીજો ખેલાડી બની ગયો હોત પરંતુ નીરજ ચોપરા તેમ ન કરી શક્યો.

નીરજ ચોપરા ડાયમંડ લીગ ટાઈટલ જીતવામાં ચૂકી ગયો, 83.80 મીટરના થ્રો સાથે બીજા સ્થાને રહ્યો
Neeraj Chopra
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 17, 2023 | 10:56 PM

ડાયમંડ લીગ 2023 (Diamond League 2023) ની ફાઇનલમાં ભારતનો સ્ટાર જેવલિન થ્રોઅર નીરજ ચોપરા પોતાના ટાઇટલનો બચાવ કરી શક્યો ન હતો. અમેરિકાના યુજેનમાં યોજાયેલી ટાઈટલ મેચમાં તે બીજા ક્રમે રહ્યો હતો. નીરજ ચોપરા (Neeraj Chopra) નો સર્વશ્રેષ્ઠ થ્રો 83.80 મીટર હતો જે બીજા પ્રયાસમાં આવ્યો હતો. ચેક રિપબ્લિકના જેકબ વાડલેચે 84.24 મીટરના થ્રો સાથે ખિતાબ જીત્યો હતો. જ્યારે ફિનલેન્ડનો ઓલિવર હેલેન્ડર 83.74 મીટરના થ્રો સાથે ત્રીજા ક્રમે રહ્યો હતો. ગયા વર્ષે નીરજે ડાયમંડ લીગમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. ગયા મહિને તેણે પ્રથમ વખત વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપનો ખિતાબ જીત્યો હતો.

ડાયમંડ લીગ 2023માં સિલર મેડલ જીત્યો

જો નીરજ ચોપરા આ ખિતાબ જીતી ગયો હોત તો તે ડાયમંડ લીગ ટ્રોફીનો બચાવ કરનારો ત્રીજો ખેલાડી બની ગયો હોત પરંતુ તેમ થઈ શક્યું નહીં. ચેક રિપબ્લિકના વિટેઝસ્લાવ વેસેલીએ 2012 અને 2013માં આ સિદ્ધિ હાંસલ કરી હતી, જ્યારે તેના જ દેશના જેકબ વાડલેચે 2016 અને 2017માં આ સિદ્ધિ મેળવી હતી. તમને જણાવી દઈએ કે બીજા સ્થાને રહેવા માટે નીરજને 12 હજાર ડોલર મળ્યા હતા. જ્યારે પહેલા સ્થાન પર રહી ખિતાબ જીતનાર યાકુબ વડલેચને 30 હજાર ડોલરની ઈનામી રકમ મળી હતી.

આ પણ વાંચો : Pakistan : સાથી ખેલાડીએ કર્યો બાબર આઝમનો પર્દાફાશ, ODI રેન્કિંગ પર કર્યો ખુલાસો, જુઓ Video

View this post on Instagram

A post shared by TV9 Gujarati (@tv9gujarati)

નીરજ ચોપરાનું ડાયમંડ લીગ 2023 ફાઈનલમાં પ્રદર્શન

પ્રથમ થ્રો: નીરજ ચોપરાનો પ્રથમ થ્રો ફાઉલ હતો. બીજો થ્રોઃ નીરજે 83.80 મીટર દૂર થ્રો ફેંક્યો હતો. આ થ્રો સાથે તે બીજા સ્થાને આવી ગયો. ત્રીજો થ્રો: નીરજે 81.37 મીટર દૂર થ્રો ફેંક્યો. ચોથો થ્રોઃ નીરજનો ચોથો થ્રો ફાઉલ હતો. પાંચમો થ્રોઃ નીરજે 80.74 મીટરનો થ્રો કર્યો. છઠ્ઠો થ્રોઃ નીરજ ચોપરાએ છઠ્ઠા અને છેલ્લા થ્રોમાં 80.90 મીટર ભાલો ફેંક્યો હતો.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Latest News Updates

Surendranagar Video : પ્રાથમિક સુવિધાઓનો અભાવથી 27 હજાર કર્મીઓ પરેશાન
Surendranagar Video : પ્રાથમિક સુવિધાઓનો અભાવથી 27 હજાર કર્મીઓ પરેશાન
જુનાગઢના સંત સંમેલનમાં અખિલેશ્વર દાસનું મોટું નિવેદન- જુઓ Video
જુનાગઢના સંત સંમેલનમાં અખિલેશ્વર દાસનું મોટું નિવેદન- જુઓ Video
રાજકોટમાં ખરાબ રસ્તાને લઇ લોકો પરેશાન, રસ્તા પર ઉતરી વિરોધ નોંધાવ્યો
રાજકોટમાં ખરાબ રસ્તાને લઇ લોકો પરેશાન, રસ્તા પર ઉતરી વિરોધ નોંધાવ્યો
જુનાગઢમાં ગરબા રમતી વખતે 24 વર્ષના યુવકને આવ્યો હાર્ટ એટેક આવતા મૃત્યુ
જુનાગઢમાં ગરબા રમતી વખતે 24 વર્ષના યુવકને આવ્યો હાર્ટ એટેક આવતા મૃત્યુ
વલસાડની કોલેજના પ્રોફેસર સામે જાતિય સતામણીના કેસમાં આરોપો થયા સિદ્ધ
વલસાડની કોલેજના પ્રોફેસર સામે જાતિય સતામણીના કેસમાં આરોપો થયા સિદ્ધ
ગુજરાતને મળશે ત્રીજી વંદે ભારત એક્સપ્રેસ, જામનગર અમદાવાદ વચ્ચે દોડશે
ગુજરાતને મળશે ત્રીજી વંદે ભારત એક્સપ્રેસ, જામનગર અમદાવાદ વચ્ચે દોડશે
સ્નાતકોને માર્કેટીંગ ક્ષેત્રમાં મળશે મહિને 29,000થી વધુ પગાર
સ્નાતકોને માર્કેટીંગ ક્ષેત્રમાં મળશે મહિને 29,000થી વધુ પગાર
ઓસ્ટ્રેલિયા સામેની વનડે સિરીઝની છેલ્લી વનડે રાજકોટમાં ખંઢેરીમાં રમાશે
ઓસ્ટ્રેલિયા સામેની વનડે સિરીઝની છેલ્લી વનડે રાજકોટમાં ખંઢેરીમાં રમાશે
સ્નાતકોને લોજીસ્ટીક ક્ષેત્રમાં મળશે મહિને 83,000થી વધુ પગાર
સ્નાતકોને લોજીસ્ટીક ક્ષેત્રમાં મળશે મહિને 83,000થી વધુ પગાર
સ્નાતકોનેે લેટર ડ્રાફટિંગમાં મળશે મહિને 45,000થી વધુ પગાર
સ્નાતકોનેે લેટર ડ્રાફટિંગમાં મળશે મહિને 45,000થી વધુ પગાર