Pakistan : સાથી ખેલાડીએ કર્યો બાબર આઝમનો પર્દાફાશ, ODI રેન્કિંગ પર કર્યો ખુલાસો, જુઓ Video
પાકિસ્તાનના પૂર્વ ખેલાડી મોહમ્મદ આમિરનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જેમાં તે બાબરની ODI રેન્કિંગ પર સવાલ ઉઠાવી રહ્યો છે. એશિયા કપમાં ખરાબ પ્રદર્શન વચ્ચે બાબર આઝમને પાકિસ્તાનમાં ખૂબ ટ્રોલ કરવામાં આવી રહ્યો છે અને આ દરમિયાન આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં મોટી ટુર્નામેન્ટ અને ટીમો સામે બાબર આઝમનું પ્રદર્શન કંગાળ રહે છે એમ પણ પૂર્વ ક્રિકેટ દ્વારા જણાવવામાં આવ્યું છે.
એશિયા કપમાં શરમજનક હાર બાદ પાકિસ્તાન (Pakistan) ની ટીમને સતત ટ્રોલ કરવામાં આવી રહી છે અને તેનો સૌથી મોટો શિકાર કેપ્ટન બાબર આઝમ બન્યો છે. બાબર આઝમ (Babar Azam) તેની ખરાબ બેટિંગ અને નબળી કેપ્ટનશિપના કારણે ટ્રોલ થઈ રહ્યો છે, આ સિવાય ડ્રેસિંગ રૂમમાં તણાવની સ્થિતિએ પણ પાકિસ્તાનને ભીંસમાં મૂક્યું છે. આ દરમિયાન સોશિયલ મીડિયા પર ઘણી પ્રતિક્રિયાઓ અને વીડિયો વાયરલ (Viral Video) થઈ રહ્યા છે, જેમાં બાબર આઝમને નિશાન બનાવવામાં આવી રહ્યો છે.
મોહમ્મદ આમિરે બાબરને ટ્રોલ કર્યો
આવો જ એક વીડિયો પૂર્વ પાકિસ્તાની ક્રિકેટર મોહમ્મદ આમિરનો છે, જેમાં તે બાબર આઝમની રેન્કિંગ પર સવાલ ઉઠાવી રહ્યો છે અને કહી રહ્યો છે કે કેવી રીતે બાબર આઝમ નાની ટીમ સામે રમીને રેન્કિંગમાં નંબર-1 બની ગયો છે. બાબર આઝમ હાલમાં વનડેમાં નંબર-1 બેટ્સમેન છે, પરંતુ એશિયા કપમાં તેના પ્રદર્શન પર સવાલો ઉભા થયા હતા.
ICC રેન્કિંગ અંગે કહી મોટી વાત
વાયરલ વીડિયોમાં બાબરની રેન્કિંગ પર સવાલ ઉઠાવવામાં આવતા મોહમ્મદ આમિર કહે છે કે ICC રેન્કિંગ દર અઠવાડિયે બદલાય છે, જો તમે તમામ 40 મેચ રમી રહ્યા છો તો તમે રેન્કિંગમાં આવી જશો. બટલર, ડી કોક, મિલર જેવા મોટા બેટ્સમેનો રેન્કિંગમાં કેમ નથી આવતા, કારણ કે તે બધા B-C ટીમો સામે નથી રમી રહ્યા, પરંતુ જ્યારે તમે (બાબર) બધી મેચો રમી રહ્યા હો, તો પછી તમે ગમે તેટલા રન બનાવો. તમે રેન્કિંગમાં આવશો જ.
Mohammad Amir exposed Babar#PakistanCricket #PAKvsSL pic.twitter.com/5Y86zSfaXh
— Vikash Singh (@Vikashkumar277) September 16, 2023
ODIમાં મજબૂત રેકોર્ડ
બાબર આઝમની ગણતરી વિશ્વના શ્રેષ્ઠ બેટ્સમેનોમાં થાય છે. ODI હોય, ટેસ્ટ હોય કે T-20, દરેક ફોર્મેટમાં બાબર આઝમનો રેકોર્ડ મજબૂત છે, જોકે આ રેકોર્ડ્સ પર વારંવાર સવાલો ઉભા થાય છે કારણ કે પાકિસ્તાનની ટીમ તેની મોટાભાગની મેચ નાની ટીમો સામે જ રમી રહી છે. આ જ કારણ છે કે મોટી ટુર્નામેન્ટ અને ટીમો સામે બાબર આઝમનું પ્રદર્શન કંગાળ રહે છે.
આ પણ વાંચો : Asia Cup 2023: 8 મહિના પહેલા બાકી રહેલું કામ મોહમ્મદ સિરાજે એશિયા કપમાં પૂરું કર્યું
એશિયા કપમાં એક સદી ફટકારી
જો આપણે એશિયા કપ 2023ની વાત કરીએ તો બાબર આઝમે 5 મેચમાં 207 રન બનાવ્યા હતા, જેમાંથી 151 રન નેપાળ વિરૂદ્ધ એક જ ઇનિંગમાં આવ્યા હતા. એટલે કે, તે બાકીની મેચોમાં વધુ કંઈ કરી શક્યો ન હતો, આ સિવાય બાબર આઝમ શ્રીલંકા સામેની નોકઆઉટ મેચમાં માત્ર 29 રન બનાવી શક્યો હતો. જો કે બાબરના ઓવરઓલ રેકોર્ડ પર નજર કરીએ તો અત્યાર સુધી તેના નામે 108 ODI મેચોમાં 58ની એવરેજથી 5409 રન છે અને 19 સદી પણ છે.