AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Commonwealth Games 2026: ગોલ્ડ મેડલ માટે ભારત-પાકિસ્તાનના બોક્સરો ફાઈનલમાં ટકરાશે ? જાણો સમીકરણ

કોમનવેલ્થ ગેમ્સ 2026માં ભારત અને પાકિસ્તાન વચ્ચે બોક્સિંગ રિંગમાં ફાઈનલમાં ટક્કર જોવા મળી શકે છે. મહિલાઓની 60 કિગ્રા કેટેગરીમાં બંને દેશોની બોક્સરો સેમિફાઈનલમાં પહોંચી ચૂકી છે. જો 31 જુલાઈના મુકાબલામાં બંને જીત મેળવી લે, તો 1 ઓગસ્ટે ગોલ્ડ મેડલ માટે ભારત-પાકિસ્તાનની ફાઈનલ નક્કી થઈ શકે છે.

Commonwealth Games 2026: ગોલ્ડ મેડલ માટે ભારત-પાકિસ્તાનના બોક્સરો ફાઈનલમાં ટકરાશે ? જાણો સમીકરણ
CWG 2026 India vs PakistanImage Credit source: X
| Updated on: Jul 29, 2026 | 6:20 PM
Share

કોમનવેલ્થ ગેમ્સ 2026 ના બોક્સિંગ રિંગમાં ભારત-પાકિસ્તાન વચ્ચે ફાઈનલ યોજાઈ શકે છે. ભારત vs પાકિસ્તાન હાઈ વોલ્ટેજ ફાઈનલ બોક્સિંગ મુકાબલાના સમીકરણો બની રહ્યા છે અને જો બધું બરાબર રહ્યું તો આ ફાઈનલ 1 ઓગસ્ટના રોજ ગ્લાસગોના બોક્સિંગ રિંગમાં જોવા મળશે.

ભારત-પાકિસ્તાન વચ્ચે ગોલ્ડ મેડલ મુકાબલો!

મેન્સ બોક્સિંગમાં ભારતીય બોક્સર જદુમણી સિંહે રાઉન્ડ ઓફ 16 મેચમાં પાકિસ્તાની બોક્સર સુમામા રહેમાનને તેના શક્તિશાળી મુક્કાઓથી હરાવ્યો હતો. અને હવે ઉત્તેજના ચાર ગણી થઈ ગઈ છે કારણ કે આ મેચ મહિલા બોક્સિંગની ફાઈનલ હશે અને ગોલ્ડ મેડલ દાવ પર લાગશે. મહિલાઓના 60 કિલો વજન વર્ગમાં ભારતીય અને પાકિસ્તાની બોક્સરો વચ્ચે ફાઈનલ માટેના સમીકરણો બની રહ્યા છે.

ભારતીય-પાકિસ્તાની બોક્સરો સેમિફાઈનલમાં

28 જુલાઈના રોજ, ભારત અને પાકિસ્તાનની બોક્સરોએ મહિલાઓની 60 કિગ્રા વજન શ્રેણીના ક્વાર્ટર ફાઇનલમાં પોતપોતાના મુકાબલા જીતીને સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. પાકિસ્તાની બોક્સર ફાતિમા ઝાહરાએ ક્વાર્ટર ફાઇનલમાં ન્યૂઝીલેન્ડની જોર્ડન વિલ્સનને 5-0થી હરાવી. જ્યારે ભારતની પ્રિયા ઘંઘાસે સ્કોટલેન્ડની નિયામ મિશેલને 4-1થી હરાવી હતી.

સેમિફાઈનલ 31 જુલાઈના રોજ યોજાશે

મહિલા 60 કિગ્રા બોક્સિંગ સેમિફાઈનલ 31 જુલાઈના રોજ યોજાવાની છે. પાકિસ્તાની બોક્સર ફાતિમાનો મુકાબલો કેનેડિયન બોક્સર મેરી અલ અહમદી સામે થશે. જ્યારે ભારતની પ્રિયાન ઘંઘાસનો મુકાબલો ઈંગ્લેન્ડની લ્યુસી કિંગ્સ સામે થશે.

 1 ઓગસ્ટના ફાઈનલ

જો ભારતની પ્રિયા ઘંઘાસ અને પાકિસ્તાનની ફાતિમા ઝહરા 31 જુલાઈના રોજ સેમિફાઇનલ જીતી જાય છે, તો ભારત અને પાકિસ્તાનની બોક્સરો ફાઇનલમાં પહોંચશે અને 1 ઓગસ્ટના રોજ ભારત vs પાકિસ્તાન હાઈ વોલ્ટેજ રોમાંચક બોક્સિંગ મુકાબલો જોવા મળી શકે છે.

Breaking News: યુવરાજ સિંહને દિલ્હી હાઈકોર્ટમાંથી મોટી રાહત, અપમાન કરનારાઓને ઝટકો, પોસ્ટ-કોમેન્ટ હટાવવાનો આદેશ

Follow Us
જૂનાગઢમાં એકસાથે 7 સિંહો રસ્તો ક્રોસ કરતા કેમેરામાં થયા કેદ, Video
જૂનાગઢમાં એકસાથે 7 સિંહો રસ્તો ક્રોસ કરતા કેમેરામાં થયા કેદ, Video
દહેગામમાં શંકાસ્પદ ઘી-પામ ઓઈલનો જથ્થો ઝડપાયો, ફૂડ વિભાગની તપાસ હાથ ધરી
દહેગામમાં શંકાસ્પદ ઘી-પામ ઓઈલનો જથ્થો ઝડપાયો, ફૂડ વિભાગની તપાસ હાથ ધરી
ગાંધીનગરમાં અર્ધલશ્કરી દળના 14 જવાનો ડેન્ગ્યુ સંક્રમિત
ગાંધીનગરમાં અર્ધલશ્કરી દળના 14 જવાનો ડેન્ગ્યુ સંક્રમિત
ચીની મહિલાનો અનોખો પ્રયોગ! બાળકને ઊંઘાડવા ચલાવે છે 'હનુમાન ચાલીસા'
ચીની મહિલાનો અનોખો પ્રયોગ! બાળકને ઊંઘાડવા ચલાવે છે 'હનુમાન ચાલીસા'
ગ્રાહકે Amulના દહીંમાંથી ફૂગ નીકળી હોવાનો કર્યો દાવો
ગ્રાહકે Amulના દહીંમાંથી ફૂગ નીકળી હોવાનો કર્યો દાવો
વડોદરાના આસોજ ગામ નજીક ડમ્પરમાં ભીષણ આગ
વડોદરાના આસોજ ગામ નજીક ડમ્પરમાં ભીષણ આગ
આજનું રાશિફળ : આજે કઈ રાશિના જાતકને ભાગીદારીથી થશે આર્થિક લાભ
આજનું રાશિફળ : આજે કઈ રાશિના જાતકને ભાગીદારીથી થશે આર્થિક લાભ
ન કોઈ સ્ટુડિયો ન મોંઘું સેટઅપ! ઇન્ટરનેટ પર છવાયો આ 3 બહેનોનો Video
ન કોઈ સ્ટુડિયો ન મોંઘું સેટઅપ! ઇન્ટરનેટ પર છવાયો આ 3 બહેનોનો Video
સાગબારા આંદોલનમાં પહેલા જ દિવસે ગેરહાજરીનું મનસુખ વસાવાએ આપ્યુ કારણ
સાગબારા આંદોલનમાં પહેલા જ દિવસે ગેરહાજરીનું મનસુખ વસાવાએ આપ્યુ કારણ
સુરતમાં MLA કુમાર કાનાણીના પત્ર બાદ RTO આવ્યુ એક્શનમાં
સુરતમાં MLA કુમાર કાનાણીના પત્ર બાદ RTO આવ્યુ એક્શનમાં
g clip-path="url(#clip0_868_265)">