Asian Games: એશિયન ગેમ્સ માટે 36 સભ્યોની સ્વિમિંગ ટીમની જાહેરાત, માના પટેલ અને આર્યન નહેરા ટીમમાં સામેલ

Asian Games Hangzhou 2023: ભારતીય સ્વિમિંગ મહાસંઘ (એસએફઆઇ) એ શનિવારે સ્વિમિંગ ટીમની ઘોષણા કરી હતી. ટીમમાં 36 સભ્યોનું સમાવેશ કરવામાં આવ્યું છે. ગુજરાતના સ્ટાર સ્વિમર માના પટેલ અને આર્યન નહેરાને પણ ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે.

Asian Games: એશિયન ગેમ્સ માટે 36 સભ્યોની સ્વિમિંગ ટીમની જાહેરાત, માના પટેલ અને આર્યન નહેરા ટીમમાં સામેલ
Aryan Nehra & Maana Patel selected for Asiad
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 09, 2023 | 8:11 PM

પૂર્વ કાંસ્ય પદક વિજેતા વીરધવલ ખાડે સહિત 36 સભ્યોની સ્વિમિંગ ટીમ સપ્ટેમ્બર- ઓક્ટોબરમાં હાંગઝોઉમાં યોજાનાર એશિયન ગેમ્સમાં (Asian Games Hangzhou 2023) ભારતનું પ્રતિનિધિત્વ કરશે. ભારતીય સ્વિમિંગ મહાસંઘ (એસએફઆઇ) એ શનિવારે ટીમની ઘોષણા કરી જેમાં સ્વિમિંગમાં 21, ડાઇવિંગમાં 2 અને વોટરપોલોમાં 13 સભ્યો સામેલ છે. વોટરપોલો ટીમના ખેલાડીઓના નામની જાહેરાત હજુ સુધી કરવામાં આવી નથી.

આ પણ વાંચો : Canada Open Badminton : લક્ષ્ય સેન સેમિફાઇનલમાં ટોચના ખેલાડીને માત આપી ફાઇનલમાં, સિંધુની સેમિફાઇનલમાં હાર

ટીમમાં આર્યન નહેરાનો સમાવેશ

અનુભવી ખાડે સિવાય 12 સભ્યોની પુરૂષ ટીમમાં સાજન પ્રકાશ અને શ્રીહરિ નટરાજની સ્ટાર જોડી પણ સામેલ છે. ખાડેએ 2010 ના એશિયન ગેમ્સમાં 50 મીટર બટરફ્લાઇમાં કાંસ્ય પદક જીત્યો હતો. ટીમમાં અનીશ ગૌડા અને હાલમાં યોજાયેલ નેશનલ ચેમ્પિયનશિપમાં ચાર નેશનલ રેકોર્ડ બનાવનાર આર્યન નહેરાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

ગુલાબજળ ચહેરા પર લગાવવાના ફાયદા જાણી રહી જશો દંગ
આજનું રાશિફળ તારીખ 13-11-2024
ડાયાબિટીસમાં ગોળ ખાવો જોઈએ કે નહીં?
Malhar thakar marriage : જાણો કેટલું ભણેલી છે પૂજા જોશી
ઓટ્સ ખાવાથી થાય છે અઢળક લાભ
ક્યા લોકોએ નારિયેળ પાણી ન પીવુ જોઈએ? ફાયદાને બદલે થશે નુકસાન

આ પણ વાંચો : Ashes 2023 : મહિલાઓની એશિઝ શ્રેણીમાં ત્રણ ફોર્મેટ, પુરૂષોમાં ફક્ત ટેસ્ટ, બંનેમાં શું છે તફાવત?

મહિલા ટીમમાં માના પટેલનો સમાવેશ

ઓલમ્પિયન માના પટેલનો મહિલા સ્વિમિંગ ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. 23 વર્ષીય માના પટેલે હૈદરાબાદમાં આયોજિત સ્વિમિંગ નેશનલ્સમાં 100 મીટર બેકસ્ટ્રોકમાં ગોલ્ડ અને 50 મીટર બેકસ્ટ્રોકમાં સિલ્વર મેડલ જીત્યો હતો. અમદાવાદની માના પટેલને એશિયન ગેમ્સમાં ચીન, જાપાન અને પૂર્વ એશિયન દેશોની મહિલા સ્વિમિંગ ટીમની ખેલાડીઓ કઠિન પડકાર આપશે.

આર્યન નહેરાએ નેશનલ્સમાં જીત્યા હતા ચાર ગોલ્ડ મેડલ

આર્યન નહેરાએ હૈદરાબાદમાં ચાર ગોલ્ડ મેડલ જીત્યા હતા. આર્યન નહેરાએ 400 મીટર ફ્રીસ્ટાઇલ, 800 મીટર ફ્રીસ્ટાઇલ, 1500 મીટર ફ્રીસ્ટાઇલ અને 400 મીટર એકલ મેડલીમાં ભાગ લીધો હતો. આ તમામ ચાર સ્પર્ધામાં આર્યન નહેરાએ સુવર્ણ પદક જીત્યો હતો. આર્યન નહેરાએ તમામ ચાર સ્પર્ધામાં નેશનલ રેકોર્ડ પણ તોડયો હતો. આર્યન હવે આ તમામ ચાર કેટેગરીમાં ભારતનો ટોચનો સ્વિમર છે.

ભારતીય ટીમ:

  • સ્વિમિંગ ટીમ પુરૂષ: અનીશ ગૌડા, અદ્વેત પેજ, આર્યન નહેરા, આનંદ એ એસ, કુશાગ્ર રાવત, લિખિત એસ પી, સાજન પ્રકાશ, શ્રીહરિ નટરાજ, તનિષ જોર્જ મેથ્યૂ, ઉત્કર્ષ પાટીલ, વિશાલ ગ્રેવાલ અને વીરધવલ ખાડે.
  • સ્વિમિંગ ટીમ મહિલા: અનન્યા નાયક, દીનિધિ દેસિંધુ, હશિકા રામચંદ્રન, લિનયેશ એ કે, માના પટેલ, નીના વેંકટેશ, પલક જોશી, શિવાંગી સરમા અને વૃત્તિ અગ્રવાલ.
  • ડાઇવિંગ પુરૂષ: સિદ્ધાર્થ બજરંગ પરદેશી, હેમન લંદન સિંહ.

વોટર પોલો ટીમના 13 ખેલાડી

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

દરિયાકાંઠાના જિલ્લાઓમાં તાપમાનમાં ઘટાડાની આગાહી
દરિયાકાંઠાના જિલ્લાઓમાં તાપમાનમાં ઘટાડાની આગાહી
ખ્યાતિ હોસ્પિટલમાં બે દર્દીના મોત મામલે ડિરેક્ટરે ફગાવ્યા આરોપો
ખ્યાતિ હોસ્પિટલમાં બે દર્દીના મોત મામલે ડિરેક્ટરે ફગાવ્યા આરોપો
111 કરોડ રૂપિયાના સાયબર ફ્રોડમાં ચાઈનીઝ ગેંગનો હાથ હોવાનો ઘટસ્ફોટ
111 કરોડ રૂપિયાના સાયબર ફ્રોડમાં ચાઈનીઝ ગેંગનો હાથ હોવાનો ઘટસ્ફોટ
ઠંડી 25 થી 30 વર્ષનો રેકોર્ડ તોડે તેવી અંબાલાલ પટેલે કરી આગાહી
ઠંડી 25 થી 30 વર્ષનો રેકોર્ડ તોડે તેવી અંબાલાલ પટેલે કરી આગાહી
ગરવા ગિરનારની પાવનકારી લીલી પરિક્રમાનો નિર્ધારીત સમય પૂર્વે જ પ્રારંભ
ગરવા ગિરનારની પાવનકારી લીલી પરિક્રમાનો નિર્ધારીત સમય પૂર્વે જ પ્રારંભ
ગુજરાતમાં કેવો રહેશે શિયાળો? અંબાલાલ પટેલે કરી આ આગાહી- Video
ગુજરાતમાં કેવો રહેશે શિયાળો? અંબાલાલ પટેલે કરી આ આગાહી- Video
વાવ વિધાનસભાની પેટાચૂંટણીના પ્રચાર પડઘમ થયા શાંત
વાવ વિધાનસભાની પેટાચૂંટણીના પ્રચાર પડઘમ થયા શાંત
"કેટલાક લોકો સમાજને વિભાજિત કરવાનો પ્રયાસ કરી રહ્યા.."બોલ્યા PM મોદી
અમદાવાદના બોપલમાં MICAના વિદ્યાર્થીની છરીના ઘા ઝીંકીને કરાઈ હત્યા
અમદાવાદના બોપલમાં MICAના વિદ્યાર્થીની છરીના ઘા ઝીંકીને કરાઈ હત્યા
CM ભૂપેન્દ્ર પટેલે ટેકાના ભાવે મગફળીની ખરીદીનો પ્રારંભ કરાવ્યો-Video
CM ભૂપેન્દ્ર પટેલે ટેકાના ભાવે મગફળીની ખરીદીનો પ્રારંભ કરાવ્યો-Video
g clip-path="url(#clip0_868_265)">